Crime

Alcohol case settlement: સાબરમતી પોલીસ મથકના મહિલા PSI સહિત 11 ની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ- વાંચો શું છે મામલો?

Alcohol case settlement: ગ્રામ્યકોર્ટના જજે ઝોન 2ને તપાસ કરી રિપોર્ટ કરવા કર્યો આદેશ

અમદાવાદ, 21 મેઃ Alcohol case settlement: શહેરના મલાઈદાર સાબરમતી પોલીસ મથક છેલ્લા ઘણાં સમયથી એક યા અનેક મામલે ચર્ચામાં રહ્યું છે.તાજેતરમાં યુવક ઉપર વિદેશી દારૂનો ખોટો કેસ કરી પતાવટ માટે રૂપિયા 5 લાખની ખંડણી માંગતા યુવકે ગ્રામ્યકોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.સી.સખિયાએ સમક્ષ ફરિયાદ કરતા ઝોન 2ના ડી.સી.પી.ને તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.આ મામલે 2જી જુલાઈએ વધું સુનાવણી હાથ ધરાશે.

બનાવની હકીકત એવી છે કે, સાબરમતી કાળીગામ ખાતે રહેતા દિપક નંદુભાઈ જાડેજાએ એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર મારફતે કોર્ટમાં ફરિયાદ કરી હતી. ગઈ તા 14મી એપ્રિલે ફરિયાદી દિપક જાડેજા પોતાના ઘરે હાજર હતા.તે દરમિયાન સાબરમતી પોલીસ મથકના પો.કો.કમલેશભાઈ ચૌધરી અને હિતેશ દેસાઈ બપોરના સમયે ફરિયાદીને ઘરે આવી કહ્યું કે તમને પી.એસ.આઇ.બી.પી.ભેટારિયા બોલાવે છે.ત્યારે દિપક જાડેજા પી.એસઆઇ ને મળવા ગયા હતા.ત્યારે પીએસઆઇ એ કહ્યુ કે,તમે હવે દારૂનો ધંધો કેમ બંધ કર્યો છે,અમારી આવક ઘટી ગઈ છે.ત્યારે ફરિયાદીએ આવું ધંધો અમે ઘણા સમય થી બંધ કરી દીધું છે.

આ પણ વાંચોઃ Rajiv gandhi death anniversary: આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

હવે જીવનભર આવું ધંધો કરવાની ઈચ્છા પણ નથી.ત્યારે ઉશકેરાઈ ગયેલા પીએસઆઇ એ બીજા પોલીસવાળાને બોલાવી તેની ઉપર વિદેશી દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી પોલીસ ચોકી લઈ ગયા હતા.આ કેસની પતાવટ માટે પીએસઆઇ ભેટારિયાએ રૂપિયા 5 લાખની ખંડનીની માંગ કરી હતી.ફરિયાદી દિપક જાડેજાએ પૈસા આપવાની ના પાડતા લોકઅપમાં નાખી દીધો હતો.ત્યાર બાદ પણ ભ્રષ્ટાચારમાં લીન બનેલા પોલીસોએ મોડી રાત્રે પણ કેસની પતાવટ માટે રૂપિયા 2 લાખની માંગણી કરતા ફરિયાદીના માતા પિતા એ પોલિસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી.

પરંતુ પોલીસે ફરિયાદીની કોઈ ફરિયાદ લીધી ન હતી.પોલીસે ફરિયાદી ઉપર વિદેશી દારૂનો કેસ કરી દીધો હતો.આ મામલે ફરિયાદીએ પોલીસને કોર્ટમાં ફરિયાદ કરવાની ધમકી આપતા બિનજામીન પાત્ર ગુનામાં બળજબરી થી જામીન આપી પોલીસ મથક થી છોડી મુક્યા હતા.આ મામલે ફરિયાદીએ કોર્ટમાં પીએસઆઇ બી.પી.ભેટારિયા,હિતેન્દ્રસિંઘ,મોગલભાઈ,ભરતસિંહ,જગદીશ વિનોદચંદ્ર,કમલેશ ચોધરી,હિતેશ દેસાઈ,માવજી દેસાઈ,કમલેશ દેસાઈ અને ભાગ્યપાલની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ Career Samvad: આજે ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા’ દ્વારા વિદ્યાર્થીઓને તથા યુવાવર્ગને તેઓના કેરિયર સંબંધિત માર્ગદર્શન મળે તે માટે કાર્યક્રમ

Gujarati banner 01