Apples look at India

Apple’s look at India: એપલ કંપની ચીનને આપશે ઝટકો! કોવિડ પ્રતિબંધ અને ‘ડ્રેગન’ના આ દાવપેચથી થયુ નુકસાન, ભારત પર નજર- રિપોર્ટ

Apple’s look at India: આ બાબતની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને આ અહેવાલમાં જણાવાયું છે કે એપલ કંપની ભારતમાં તેનું ઉત્પાદન અને બિઝનેસ વધારવા માટે તેના કેટલાક સપ્લાયર્સ સાથે પણ ગાઢ પરામર્શ કરી રહી છે.

નવી દિલ્હી, 22 મેઃ Apple’s look at India: કોવિડ-19ને લઈને ચીનમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ દરમિયાન, હવે પ્રખ્યાત કંપની Apple Inc.એ ચીનની બહાર બિઝનેસ કરવાની વાત કરી છે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ તેના કેટલાક કોન્ટ્રાક્ટ ઉત્પાદકોને કહ્યું છે કે તે ચીનની બહાર તેનું ઉત્પાદન વધારવા માંગે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની આ માટે ભારત અને વિયેતનામ જેવા દેશોનો સંપર્ક કરી શકે છે.   

અમેરિકાની સૌથી મોટી કંપનીઓમાંની એક એપલે આવો નિર્ણય કેમ લીધો? આ અંગે બે મહત્વની વાત કહેવામાં આવી રહી છે. હકીકતમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ચીન આડકતરી રીતે રશિયાની મદદ કરી રહ્યું છે. જે પછી ઘણી પશ્ચિમી કંપનીઓ ચીન પર તેમના ઉત્પાદનની નિર્ભરતા ઘટાડવા માંગે છે. આ સિવાય ચીનમાં કોવિડ-19ને ધ્યાનમાં રાખીને ઘણા શહેરોમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેના કારણે આ કંપનીઓને પણ નુકસાન થઈ રહ્યું છે.   

નિષ્ણાતોના મતે એપલના 90 ટકા iPhone, iPad અને MacBook લેપટોપ ચીનમાં બનેલા છે. એપ્રિલમાં એપલની સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા પડકારો પર ટિપ્પણી કરતા, કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી ટિમ કુકે કહ્યું, “અમારી સપ્લાય ચેઇન ખરેખર વૈશ્વિક છે, અને આ જ કારણ છે કે અમારા ઉત્પાદનો દરેક જગ્યાએ બનાવવામાં આવે છે. અમે તેને વધારવા માટે સતત પ્રયત્નશીલ છીએ.”   

આ પણ વાંચોઃ Statement by Hardik Patel: SPG ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે નામ લીધા વિના પત્રકાર પરિષદમાં હાર્દિકે પટેલને લઈને આપ્યું આ નિવેદન

ચીનમાં કોરોના સંબંધિત નિયમોને ધ્યાનમાં રાખીને શાંઘાઈ અને અન્ય શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે ઘણી કંપનીઓની સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. ચીનમાં ચાલી રહેલા પ્રતિબંધોને કારણે Apple Inc જેવી મોટી કંપની છેલ્લા 2 વર્ષથી તેના એક્ઝિક્યુટિવ્સ અને એન્જિનિયરોને ત્યાં મોકલી શકતી નથી. આનો અર્થ એ છે કે કંપની ચીનમાં ઉત્પાદન સાઇટ્સ વિશે સચોટ માહિતી એકત્રિત કરવામાં અસમર્થ છે.   

એપલની નજર ભારત પર કેમ છે?

ચીન બાદ હવે કંપની ભારત તરફ આશા સાથે જોઈ રહી છે. વાસ્તવમાં બંને દેશોની વસ્તી લગભગ સમાન છે અને બંને દેશો એપલને ઓછી કિંમત પણ ઓફર કરે છે. આ મામલાની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપલ કંપની ભારતમાં પોતાના પ્રોડક્શન અને બિઝનેસને વધારવા માટે તેના કેટલાક સપ્લાયર્સ સાથે પણ ચર્ચા કરી રહી છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Water crisis across Saurashtra: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જળસંકટ નર્મદામાંથી પાણી આપવા માગ કરવામાં આવી

Gujarati banner 01