PMSBY

PMSBY: વાર્ષિક બેંક ખાતામાંથી કપાશે 12 રૂપિયા, સાથે મળશે આટલા લાખનો લાભ – જાણો શું છે સ્કીમ?

PMSBY: વાર્ષિક માત્ર 12 રૂપિયા જમા કરીને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મેળવી શકો છો

નવી દિલ્હી, 22 મેઃ PMSBY: જો તમે તે પણ ઓછા ખર્ચે વીમો લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) વધુ સારો વિકલ્પ છે. આ વીમા પોલિસી હેઠળ તમે વાર્ષિક માત્ર 12 રૂપિયા જમા કરીને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મેળવી શકો છો. આ યોજના હેઠળ અકસ્માતમાં વીમાધારકના મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો ઉપલબ્ધ છે.

PMSBY પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) એક અકસ્માત વીમા યોજના છે. આ યોજના સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. આ યોજના ભારત સરકાર દ્વારા સમર્થિત છે. આ યોજના એક વર્ષ માટે આકસ્મિક મૃત્યુ અને અપંગતા કવચ પ્રદાન કરે છે. આ પ્લાન વાર્ષિક ધોરણે રિન્યુ કરી શકાય છે.

આ પણ વાંચોઃ Apple’s look at India: એપલ કંપની ચીનને આપશે ઝટકો! કોવિડ પ્રતિબંધ અને ‘ડ્રેગન’ના આ દાવપેચથી થયુ નુકસાન, ભારત પર નજર- રિપોર્ટ

બચત બેંક ખાતું ધરાવતા 18 થી 70 વર્ષની વય જૂથના લોકો આ યોજનામાં જોડાવા માટે પાત્ર છે. આ યોજના હેઠળ અકસ્માતને કારણે મૃત્યુ અને અપંગતા આવરી લેવામાં આવે છે. જો અરજદાર આપઘાત કરે તો પરિવારને આ યોજનાનો લાભ મળતો નથી.

આ પણ વાંચોઃ Statement by Hardik Patel: SPG ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે નામ લીધા વિના પત્રકાર પરિષદમાં હાર્દિકે પટેલને લઈને આપ્યું આ નિવેદન

Gujarati banner 01