Gujarat BJP candidates list: ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અહીંથી ચૂંટણી લડશે મુખ્યમંત્રી…
Gujarat BJP candidates list: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે
ગાંધીનગર, ૧૦ નવેમ્બર: Gujarat BJP candidates list: ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે આજે 182માંથી 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમા, ઘણા સિટીંગ ધારાસભ્યોને ફરી ટિકીટ મળી નથી અને નવા-જુના જોગીઓને ફરીથી ટિકીટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે.
આ સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. તેમના સિવાય ગાંધીધામથી માલતીબહેનને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે ગુજરાતમાં 69 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રિપીટ કરી છે. એટલે કે તમામને ફરીથી ચૂંટણી લડવાની તક મળી છે. જ્યારે 38 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. કુલ 160 ઉમેદવારોમાંથી 38 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
અહીં જુઓં લિસ્ટ….






આ પણ વાંચો: Retrenchment of employees in meta: મેટાએ આટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા, વાંચો વિગતે….

