Meta facebook

Retrenchment of employees in meta: મેટાએ આટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા, વાંચો વિગતે….

Retrenchment of employees in meta: હું મેટાના ઈતિહાસના કેટલાક સૌથી મુશ્કેલ ફેરફારો શેર કરી રહ્યો છું: માર્ક ઝકરબર્ગે

નવી દિલ્હી, ૧૦ નવેમ્બર: Retrenchment of employees in meta: છેલ્લા દસ વર્ષમાં ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં ઝડપી વિકાસ જોવા મળ્યો હતો. અને હવે આ સેક્ટરમાં છટણીથી ચિંતા વધી ગઇ છે. ટ્વિટર પછી ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં પણ મોટા પાયે છટણીના સમાચાર છે. રિપોર્ટ અનુસાર માર્ક ઝુકરબર્ગની કંપની મેટામાં ચાલુ સપ્તાહમાં મોટી છટણી કરવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મેટામાં ૯ નવેમ્બરે મોટા પાયે છટણી થવાની વાત કરવામાં આવી હતી. હવે ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ 11,000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આજે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું મેટાના ઈતિહાસના કેટલાક સૌથી મુશ્કેલ ફેરફારો શેર કરી રહ્યો છું. મેં મારી ટીમનું કદ લગભગ 13% ઘટાડવાનું અને અમારા 11,000 થી વધુ પ્રતિભાશાળી કર્મચારીઓને કંપનીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે.

ઝુકરબર્ગે કહ્યું, “અમે ખર્ચમાં ઘટાડો કરીને અને Q1 દ્વારા અમારા હાયરિંગ ફ્રીઝને લંબાવીને વધુ કાર્યક્ષમ કંપની બનવા માટે ઘણા વધારાના પગલાં લઈ રહ્યા છીએ.” મોટા બજેટમાં કાપ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, ડિજિટલ એડવર્ટાઇઝિંગની આવકમાં તીવ્ર મંદીને કારણે કંપનીએ આ પગલું ભરવું પડ્યું છે.

આ પણ વાંચો: Rekha intimate scene: જ્યારે પોતાનાથી નાના અભિનેતા સાથે રોમાન્સ કરવો હતો; ત્યારે એક્ટરે રેખાને બાંહોમાં લેતા જ…

Gujarati banner 01