Alpesh thakor

Gujarat election 2022: ભાજપની પહેલી લિસ્ટ જાહેર થતાની સાથે અનેક મત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરૂ

Gujarat election 2022: ગાંધીનગર દક્ષિણમાંથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે અને તેમનો ભારે વિરોધ થઇ રહ્યો છે

ગાંધીનગર, ૧૦ નવેમ્બર: Gujarat election 2022: ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય ઉત્તેજના તેજ થઈ ગઈ છે. દરમિયાન, સત્તાધારી ભાજપે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા યાદી જાહેર થયા બાદ ગાંધીનગર, જામનગર, રાધનપુર સહિત અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. ગાંધીનગર દક્ષિણમાંથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. આ સાથે જ તેમની સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે.

230d8233 df1d 46c9 aa77 11d3ce238072

દરમિયાન, ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ શરૂ થયો છે. અહીં એક પોસ્ટરમાં અલ્પેશ ઠાકોરના ફોટા પર લખેલું છે- ભાવિ મુખ્યમંત્રી શ્રી અલ્પેશજી ઠાકોર. સાથે જ લખવામાં આવ્યું છે કે અમાર્રી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઈ જરૂર નથી તમારા માટે રાધનપુર બરાબર છે.

મહુવામાં 300થી વધુ ભાજપ સભ્યોનાં રાજીનામાં

યાદી જાહેર કરતા જ ભાવનગરની મહુવા બેઠક પર નારાજગી જોવા મળી હતી અને 300થી વધુ ભાજપ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. મહુવા તાલુકા પંચાયતના તમામ સભ્યો જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને મહુવા ભાજપ સંગઠનના તમામ સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300 થી વધારે સભ્યોના સામુહિક રાજીનામાં ધર્યા હતા. શિવાભાઈ ગોહિલે મહુવામાં ટિકિટ પણ માંગી નહોતી અને મહુવા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને સમર્થન પણ નથી .

આ પણ વાંચો: Okha-gorakhpur express: ઓખા-ગોરખપુર એક્સપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે, જાણો…

Gujarati banner 01