Amdavad riverfront: સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવાની સાથે જમવાની મજા માળો, શરૂ થઈ રહ્યું છે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ…
Amdavad riverfront: સાબરમતી નદીના રિવરફ્રન્ટ ઉપર રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે
અમદાવાદ, 06 ફેબ્રુઆરી: Amdavad riverfront: અમદાવાદ-સાબરમતી રિવરફ્રન્ટ ઘણાં અમદાવાદીઓ માટે હરવા ફરવા માટેનું મનપસંદ સ્થળ છે. લોકો અહીંયા પોતાના બાળકોને પાર્કમાં લઈને આવે છે, સાંજના સમયે નદીના કિનારે હવા ખાવા આવે છે, ઘણાં લોકો અહીં સાયકલિંગ કરવા અથવા કસરત કરવા પણ આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર નવું નજરાણું ઉમેરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરની સાબરમતી નદીના રિવરફ્રન્ટ ઉપર રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે.
મળતી માહિતી મુજબ આગામી એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં ક્રૂઝ રેસ્ટોરન્ટ શરુ થશે. ક્રૂઝ બોટ અમદાવાદના સરદાર બ્રીજથી ગાંધીબ્રીજ સુધી ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે.
મળતી માહિતી મુજબ આ રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે દક્ષિણ ગુજરાતના વલસાડના ઉંમરગામથી ક્રૂઝ અલગ અલગ છ તબક્કામાં લાવવામાં આવ્યું છે. ત્રણ મહિનામાં ક્રૂઝને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હાલની ગણતરી અનુસાર 125 થી 150 લોકો એક સાથે આ ક્રૂઝ ઉપર બેસી શકશે.
નદીમાં કાર્યરત દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
AMC નો દાવો છે કે દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે, જે નદીમાં કાર્યરત હશે. ક્રૂઝ બોટમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે મુકવામાં આવશે.
આ પણ વાંચો: Amul increased prices of ghee and butter: અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારો કર્યો, જાણો નવી કીમત…
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
