Amul logo

Amul increased prices of ghee and butter: અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારો કર્યો, જાણો નવી કીમત…

Amul increased prices of ghee and butter: હવે અમૂલ દ્વારા ઘીનાં ભાવમાં પણ પ્રતિ લીટર 30 રૂપિયાનો ભાવ વધારો કરાયો

અમદાવાદ, 06 ફેબ્રુઆરી: Amul increased prices of ghee and butter: અમૂલ દ્વારા ત્રીજી ફેબ્રુઆરથી ગુજરાત સિવાયનાં રાજ્યોમાં દૂધનાં ભાવમાં પ્રતિ લિટર બેથી ત્રણ રૂપિયાનો ભાવ વધારો ઝિંકયા બાદ મસ્તી દહીમાં પણ કિલોએ ત્રણ રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો, હવે અમૂલ દ્વારા ઘીનાં ભાવમાં પણ પ્રતિ લીટર 30 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે.

જયારે અમૂલ બટરમાં પણ 500 ગ્રામમાં રૂા.10નો ભાવ વધારો ઝીંકાયો છે. અમૂલ દ્વારા કોઈ પણ જાહેરાત કર્યા સિવાય અમૂલ ધી અને બટરનાં ભાવમાં વધારો ઝીંકી દીધો છે, જેનાં કારણે અમૂલ પાર્લર પર ઘી અને બટર વેચતા વેપારીઓને પણ અમૂલનાં ઘી અને બટરનાં નવા પેકેટ પર એમઆરપી જોઈ ત્યારે જ ખબર પડી કે ભાવ વધારો થયો છે.

,અમૂલ બટર 100 ગ્રામના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. બટરના ભાવમાં સપ્તાહ પહેલા વધારો ઝીંક્યો હતો,જયારે અમૂલ ઘીના ભાવમાં બે દિવસ પૂર્વે વધારો ઝીંક્યો છે. અમૂલ ઘી 1 લીટર (લૂઝ) નો જૂનો ભાવ રૂા.540 હતો અને નવો ભાવ રૂા.570 છે.અમૂલ ઘી 1 લીટર (ટીન) જૂનો ભાવ રૂા.555, નવો ભાવ રૂા.585 છે.

આ પણ વાંચો: Hillary clinton visit gujarat: ગુજરાતના મહેમાન બન્યા અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો