Earthquake in turkey

Earthquake in turkey: વિનાશક ભૂકંપે તુર્કી અને સીરિયામાં મચાવી તબાહી, અધધ આટલા લોકોની થઇ મૌત…

Earthquake in turkey: વિનાશક ભૂકંપના કારણે તુર્કીમાં 76 અને સીરિયામાં 42 લોકોના મોત થયા

નવી દિલ્હી, 06 ફેબ્રુઆરી: Earthquake in turkey: તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સ્કિટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ આંચકા તુર્કીના દક્ષિણમાં ગાજિયનટેપમાં અનુભવાયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિનાશક ભૂકંપના કારણે તુર્કીમાં 76 અને સીરિયામાં 42 લોકોના મોત થયા છે. તુર્કીમાં સાઉદી અરેબિયાના દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના સાત નાગરિકોના મોત થયા છે. ઓછામાં ઓછી 150 ઇમારતો પણ ધરાશાયી થઇ છે. જાન-માલનું ભારે નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘણી એજન્સીઓ લોકોને બચાવવામાં લાગેલી છે. અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. તેમની અંદર લોકો દટાયા હોવાની પણ આશંકા છે. આ સિવાય ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, સાયપ્રસ, લેબેનોન, ઈરાકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અગાઉ તુર્કી-ઈરાન બોર્ડર પર ભૂકંપ આવ્યો હતો.

આ પણ વાંચો: Amdavad riverfront: સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવાની સાથે જમવાની મજા માળો, શરૂ થઈ રહ્યું છે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો