Nose bleeding

Nose bleeding treatment: ઉનાળામાં નાકમાંથી નીકળે છે લોહી? જાણો આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો

Nose bleeding treatment: નાકમાં શુષ્કતાના કારણે નસોમાં શુષ્કતા કે ફૂટી જવાના કારણે ઘા થાય છે, જેના કારણે નાકમાંથી લોહી નીકળવા લાગે છે

લાઈફસ્ટાઈલ, 28 એપ્રિલઃ Nose bleeding treatment: ઉનાળાની ઋતુમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેમાં નાકમાંથી લોહી પણ નીકળે છે. જ્યારે ઉનાળામાં તાપમાન વધે છે, ત્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે છે. જેના કારણે નાકમાં શુષ્કતા આવે છે. નાકમાં શુષ્કતાના કારણે નસોમાં શુષ્કતા કે ફૂટી જવાના કારણે ઘા થાય છે. જેના કારણે નાકમાંથી લોહી નીકળવા લાગે છે. શુષ્કતાને કારણે રક્તસ્ત્રાવની સમસ્યા થઈ શકે છે.

આ સમસ્યા 3 થી 10 વર્ષની વયના બાળકોમાં વધુ જોવા મળે છે. પરંતુ મોટી ઉંમરના લોકો પણ આ સમસ્યાથી પરેશાન થઈ શકે છે. નાકમાં એલર્જી, આંતરિક નસ કે બ્લડ વેસલ્સને ડેમેજ થવું, શરીરમાં પોષક તત્વોની ઉણપ, બ્લડ પ્રેશર, વધુ પડતી ગરમી, વધુ પડતી છીંક, શરદી કે ઝડપથી નાક ઘસવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.

અપનાવો આ ઉપાય, નહીં આવે નાકમાંથી લોહી

શરીરને હાઇડ્રેટેડ રાખો

ઉનાળાની ઋતુમાં શરીરને બને એટલું હાઇડ્રેટ રાખો. બને એટલું પાણી પીવું. ઉનાળાની ઋતુમાં શરીરમાંથી વધુ પડતા પરસેવાના કારણે પાણીની અછત સર્જાય છે. તેથી પ્રવાહીનું વધુ સેવન કરો. પાણી સિવાય નારિયેળ પાણી, શરબતનું સેવન કરો.

આ વસ્તુઓનું સેવન ના કરો

ઉનાળામાં ગરમ ​​વસ્તુઓ ન ખાવી જોઈએ. ગરમ વસ્તુઓ ખાવાથી નાકની રક્તવાહિનીઓ પર દબાણ આવે છે. જેના કારણે નાકમાંથી લોહી આવવા લાગે છે. તેથી ગરમ મસાલેદાર ખોરાક શક્ય તેટલો ટાળવો જોઈએ. જમ્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ.

ઠંડા અથવા ગરમ પેકનો ઉપયોગ કરો

જ્યારે પણ નાકમાંથી લોહી નીકળતું હોય ત્યારે ઠંડા કે ગરમ પેકનો ઉપયોગ કરવું જોઈએ. કોલ્ડ પેક નાકની ઉપર મૂકવો જોઈએ, જ્યારે ગરમ પેક નાકની નીચે મૂકવો જોઈએ. આ નસોમાં બ્લડ પ્રેશર ઘટાડે છે અને રક્તસ્રાવ બંધ કરે છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાળાની ઋતુમાં નાકમાંથી લોહી નીકળે છે. પણ ઉપર જણાવેલા ઉપાયોનું અમલ કરશો તો સમસ્યાથી છુટકારો મળી શકે છે. 

(અહીં જણાવેલ બાબતો સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)

આ પણ વાંચો…Mallikarjun Kharge controversial statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહી આ વાત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો