Bourn Vita

Bournvita Controversy: સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બોર્નવિટા! NCPCR તરફથી નોટિસ મળી

Bournvita Controversy: બોર્નવિટાની પેરેન્ટ કંપની મોન્ડેલેઝ ઇન્ડિયાને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ તરફથી નોટિસ મળી

નવી દિલ્હી, 28 એપ્રિલઃ Bournvita Controversy: છેલ્લા ત્રણ-ચાર દાયકાથી બાળકોને દૂધમાં હેલ્થ ડ્રિંક પાવડર આપવામાં આવે છે. આમાંનું પ્રથમ નામ બોર્નેવિટા છે. થોડા દિવસો પહેલા એક વાયરલ વીડિયોમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે બોર્નવિટા નામના પાવડર જે બાળકો માટે હેલ્ધી હોવાનો દાવો કરે છે તેમાં લગભગ અડધી ખાંડ હોય છે.

આ પછી, બોર્નવિટાની પેરેન્ટ કંપની મોન્ડેલેઝ ઇન્ડિયાને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ તરફથી નોટિસ મળી છે. નોટિસમાં ભ્રામક જાહેરાત, પેકેજિંગ અને લેબલિંગને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ નોટિસનો સાત દિવસમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બોર્નવિટાએ દાવો કર્યો હતો કે બોર્નવિટાના ઉપયોગથી બાળકોની શારીરિક વૃદ્ધિ અને વિકાસમાં ફાયદો થાય છે. પરંતુ, આરોપ પ્રમાણે આ પાવડર બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કારણ કે, કમિશનને ફરિયાદ મળી હતી કે તેમાં ખાંડનું પ્રમાણ વધુ છે અને કેટલાક ઘટકો છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે અયોગ્ય હોઈ શકે છે.

બોર્નવિટા ફૂડ પ્રોટેક્શન કમિશન દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા તેમજ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ જરૂરી ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આથી કંપનીને નોટિસ પાઠવવામાં આવી છે અને પંચે એક સપ્તાહમાં જવાબ આપવા આદેશ કર્યો છે. એવી માહિતી મીડિયામાં પ્રસારિત થઈ છે.

આ પણ વાંચો…. Nose bleeding treatment: ઉનાળામાં નાકમાંથી નીકળે છે લોહી? જાણો આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો