Mallikarjun kharge

Mallikarjun Kharge controversial statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહી આ વાત…

Mallikarjun Kharge controversial statement: મોદી એક ઝેરીલા સાપ જેવા છે જો તમે એને ચાખશો તો મરી જશો: મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હી, 27 એપ્રિલઃ Mallikarjun Kharge controversial statement: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપી દીધું. તેમણે કહ્યું- મોદી એક ઝેરીલા સાપ જેવા છે.

તમે તેને ઝેર માનો કે ન માનો, પણ જો તમે એને ચાખશો તો મરી જશો. તમે વિચારી શકો છો કે શું આ ખરેખર ઝેર છે? મોદી એક સારા વ્યક્તિ છે, તેમણે જે આપ્યું છે તે અમે જોઈશું. જેવું તમે એને ચાખશો, સંપૂર્ણ રીતે સૂઈ જશો. 

ભાજપે કરી નિવેદનની નિંદા…

ભાજપે તેમના નિવેદનની નિંદા કરી છે. જો કે, આ નિવેદન પર વિવાદ થવાના થોડા સમય બાદ તેમનો ખુલાસો પણ આવી ગયો. તેમણે કહ્યું- મેં તેમના (પીએમ મોદી) વિશે આ વાત નથી કરી. હું અંગત નિવેદનો કરતો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે તેમની વિચારધારા સાપ જેવી છે, જો તમે ચાટવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.

બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે તેમના નિવેદન પરથી કોંગ્રેસની હતાશા દેખાઈ આવે છે. ખડગેનો વીડિયો ટ્વીટ કરીને તેમણે લખ્યું – હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીને કહ્યું ‘ઝેરી સાપ’… સોનિયા ગાંધીના ‘મૌત કે સૌદાગર’થી આ શરૂ થયું… અને આનો અંત કેવી રીતે થયો, અમે જાણીએ છીએ. કોંગ્રેસ સતત ખાડામાં ઉતરી રહી છે. આ હતાશા દર્શાવે છે કે કોંગ્રેસ કર્ણાટકમાં જમીન ગુમાવી રહી છે અને તે આ વાત જાણે છે.

કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે

જણાવી દઈએ કે, કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. અહીં 10 મેના રોજ મતદાન કરવામાં આવશે, જ્યારે 13 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. 

આ પણ વાંચો…. Bajaj Finance result: બજાજ ફાયનાન્સ લિમિટેડના નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો જાહેર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો