CM delhi video coference meeting

National Industrial Corridor Development: નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ

National Industrial Corridor Development: કેન્દ્રીય નાણાં મંત્રી –ઉદ્યોગ મંત્રીની ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં ગુજરાત સહિત ૬ રાજ્યોના મુખ્યમંત્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા

  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ન્યૂ ઇન્ડિયાના સપનાને ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી સાકાર કરે છે
  • સેક્ટર સ્પેસિફિક ઇકોસિસ્ટમના વિકાસ માટે જરૂરી સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ધોલેરા SIR સજ્જ છે
  • ધોલેરા SIRમાં એક્ટિવેશન એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ SPV રચવામાં આવી છે
  • સેમીકન્ડક્ટર યુનિટ સહિત EV બેટરી ઉત્પાદન-સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન, એરોસ્પેસ માટેના રોકાણો ધોલેરા SIRમાં આવી રહ્યા છે.
  • એક્ટિવેશન એરિયામાં PMAYની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડલ પર ૬૦૦ યુનિટ બાંધવામાં આવશે
  • અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે સમય મર્યાદામાં પૂર્ણ કરવા NHAIને રાજ્ય સરકાર બધી જ મદદ પૂરી પાડશે
  • ધોલેરા SIR ને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરીડોર સાથે જોડવા ભીમનાથ ધોલેરા રેલ્વે લાઇન પ્રોજેક્ટની જમીન સંપાદન પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ થશે
  • ધોલેરાનો ડેવલપમેન્ટ પ્લાન, લેન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિગતોને જીઓ રેફરન્સ્ડ કરીને પી.એમ. ગતિશક્તિ ગુજરાત પોર્ટલ ઉપર મેપ કરવામાં આવી

ગાંધીનગર, 30 મે: National Industrial Corridor Development: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ દર્શાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ન્યૂ ઇન્ડિયાના સપનાને ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી સાકાર કરે છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સેક્ટર સ્પેસિફિક ઇકો સિસ્ટમના વિકાસ માટે જરૂરી સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ધોલેરા SIR સુસજ્જ છે. નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની દ્વિતીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થતાં આ વિશ્વાસ દર્શાવ્યો હતો. એપેક્સ કમિટીની આ દ્વિતીય બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીથારામન, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલ ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા ઉદ્યોગ મંત્રીઓ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પનાને વાસ્તવિક રૂપ આપવા માટે ધોલેરા SIRને કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ ધોલેરા SIRના અક્ટિવેશન એરિયામાં આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની SPV રચવામાં આવેલી છે તેની ભૂમિકા આ બેઠકમાં આપી હતી. તેમણે ધોલેરા SIRની ગતિવિધિઓની પ્રગતિ અંગેની વિગતો આ બેઠકમાં આપતા જણાવ્યું કે, આ એક્ટિવેશન એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટિઝ નિર્માણ પૂર્ણાતાને આરે છે અને SPV દ્વારા ઉદ્યોગ સાહસિકોને જમીન ફાળવણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

ધોલેરા SIRમાં સ્કૂલ, હોસ્પિટલ, હોટલ અને રેસિડેન્શિયલ ટાઉનશીપ વગેરે વિકસાવવા માટે વિવિધ પ્રપોઝલ મળી છે, તેની છણાવટ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એક્ટિવેશન એરિયામાં PMAYની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડેલ પર ૬૦૦ યુનિટ બાંધવામાં આવશે. તેમણે ભારત માલા પ્રોજેક્ટ હેઠળ NHAI દ્વારા નિર્માણાધીન અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેમાં ૩૮ ટકાથી વધુની પ્રગતિ થઈ હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સમય મર્યાદામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા ગુજરાત સરકાર NHAIને જરૂરી બધી જ મદદ પૂરી પાડશે.

આ ઉપરાંત ધોલેરા SIRના સર્વાંગી વિકાસ માટે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ડી.એફ.સી. સાથે તેને જોડવા માટે ભીમનાથ-ધોલેરા રેલવેલાઈન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ અન્વયે અમદાવાદ-બોટાદ બ્રોડગેજ રેલવે લાઈનને ભીમનાથ સ્ટેશનથી ઘોલેરા SIR સુધીના કામોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી મળેલી છે.

આ પણ વાંચો: Guj 12th Board result: ઇંતજાર ખત્મ! આવતીકાલે આ સમયે જાહેર થશે ધો.12 સા.પ્રનું પરિણામ

આ હેતુસર ભીમનાથ-ધોલેરા રેલવેલાઈન માટે જરૂરી કુલ જમીન સંપાદનની કામગીરી અંતિમ તબક્કામાં છે અને વહેલી તકે પૂર્ણ કરાશે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોલેરા સરના વિકાસ માટે પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની ઉપયોગીતા સંદર્ભે જણાવ્યું કે, ધોલેરાનો ડેવલપમેન્ટ પ્લાન, લેન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિગતોને જીઓ રેફરન્સ્ડ કરીને પી.એમ. ગતિશક્તિ ગુજરાત પોર્ટલ ઉપર મેપ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ ધોલેરા એરપોર્ટ તેમજ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને સમય મર્યાદામાં પુરા કરવા એપેક્ષ ઓથોરિટી દ્વારા સમયાંતરે માર્ગદર્શન મળે તે માટે કેન્દ્રીય નાણામંત્રીને અનુરોધ કર્યો હતો. ઉપરાંત અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની આવશ્યક મંજુરી આપવા માટે પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેક્ટમાં સામેલ કરવા હેતુ જરૂરી કાર્યવાહી કરવા માટેનો અનુરોધ પણ અપેક્ષ ઓથોરિટીને કર્યો હતો.ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહકારથી જ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર અને તે અંતર્ગત ધોલેરા SIRનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ શક્યું છે.

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદર, ધોલેરા SIRના સી.ઈ.ઓ. અને પ્રવાસન સચિવ હારિત શુક્લા અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો