Gautam adani

Gautam Adani Net Worth: ગૌતમ અદાણીએ વિશ્વના અમીરોની યાદીમાં મોટી છલાંગ લગાવી, આ ક્રમે પહોંચ્યા…

Gautam Adani Net Worth: ગૌતમ અદાણી અમીરોની યાદીમાં 18માં નંબરે પહોંચી ગયા છેઃ રિપોર્ટ્સ

બિજનેસ ડેસ્ક, 30 મેઃ Gautam Adani Net Worth: વિશ્વના અબજોપતિઓની યાદીમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી Meta CEO માર્ક ઝકરબર્ગથી પાછળ નીકળી ગયા છે. બીજી તરફ ગૌતમ અદાણીએ મોટો છલાંગ લગાવી છે અને અમીરોની યાદીમાં ટોપ 20માં સામેલ થઈ ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ અદાણી અમીરોની યાદીમાં 18માં નંબરે પહોંચી ગયા છે. અદાણી ગ્રૂપના માલિક પાસે હવે 62.9 અબજ ડોલરની કુલ સંપત્તિ છે. છેલ્લા 24 કલાક દરમિયાન તેમની સંપત્તિમાં 438 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

ગૌતમ અદાણીની સંપત્તિ કેમ વધી?

છેલ્લા કેટલાક સમયથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અદાણી વિલ્મર, પાવર અને ટ્રાન્સમિશન જેવા શેરોમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં અદાણી ગ્રુપનું માર્કેટ કેપ પણ વધ્યું છે અને પછી ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ વધારો થયો છે.

મુકેશ અંબાણીની નેટવર્થ કેટલી છે?

ફોર્બ્સની વાસ્તવિક સમયના અબજોપતિઓની યાદી અનુસાર, મુકેશ અંબાણી અમીરોમાં 13મા નંબરે છે અને તેમની કુલ સંપત્તિ $93.1 બિલિયન છે. તે જ સમયે, અંબાણી $86.1 બિલિયનની સંપત્તિ સાથે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સની યાદીમાં 13મા સ્થાને છે. બીજી તરફ, બ્લૂમબર્ગની યાદીમાં માર્ક ઝકરબર્ગ 10મા અને ફોર્બ્સની યાદીમાં 12મા સૌથી અમીર વ્યક્તિ છે.

આ પણ વાંચો… National Industrial Corridor Development: નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો