Rajkot Division Employees Honored

Rajkot Division Employees Honored: રાજકોટ મંડળના 1 અધિકારી અને 7 રેલ્વે કર્મચારીઓ “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત

  • પશ્ચિમ રેલવેના 68માં રેલવે સપ્તાહની ઉજવણી

Rajkot Division Employees Honored: પશ્ચિમ રેલવે મહાપ્રબંધકએ પ્રશંસનીય સેવાઓ બદલ રાજકોટ મંડળના 1 અધિકારી અને 7 રેલકર્મીઓને “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” પ્રદાન કર્યા

રાજકોટ, 01 જાન્યુઆરીઃ Rajkot Division Employees Honored: પશ્ચિમ રેલવેની 68મી રેલવે સપ્તાહ ઉજવણી, વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર હાલમાં મુંબઈના યશવંતરાવ ચવ્હાણ સભાગૃહમાં યોજાઈ હતી. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રએ વર્ષ 2022-23 દરમિયાન ઉત્તમ પ્રશંસનીય કામગીરી બદલ રાજકોટ મંડળના 1 અધિકારી અને 7 કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ અને વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારના રૂપમાં વ્યક્તિગત પુરસ્કારો અર્પણ કર્યા હતા.

wr award

રાજકોટ ડિવિઝન પર વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર મેળવનાર અધિકારીઓમાં પવન કુમાર શ્રીવાસ્તવ ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર, સંદીપ ઝવેરી હેડ ટ્રેન ક્લાર્ક, હરગોવિંદ મીના સીએ, જય દવે ગુડ્સ સુપરવાઈઝર રાજકોટ, લોકેશ બૈરાગી સિનિયર આસિસ્ટન્ટ લોકો પાયલટ, રવિરાજ ચૌહાણ ટ્રેક મેઈનટેનર રાજકોટ, સુરેશસિંહ ગોહિલ સિનિયર ટેકનિશિયન હાપા અને પ્રગ્નેશ પંડિત પોઈન્ટ્સમેન રાજકોટ નો સમાવેશ થાય છે.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ સ્તર જાળવી રાખવા પ્રેરણા આપી હતી. આ પુરસ્કાર સમારોહ માં દર વર્ષે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની સખત મહેનત અને સમર્પણને સન્માનિત કરવા બદલ આયોજન કરવામાં આવે છે જે હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર છે.

આ સમારોહમાં એવા જ કુશળ અધિકારીઓ અને કર્મચારીઓમાંથી કેટલાક પસંદગી પામેલા કેટલાક લોકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે જે આવનારા વર્ષમાં અન્ય કર્મચારીઓને પણ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા રૂપ બની રહે છે.

આ પણ વાંચો… Happy New Year 2024: નવા વર્ષે ગુજરાતીઓએ 108 સ્થળે એક સાથે કર્યું સૂર્ય નમસ્કાર, વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો