1 Janu

New Rules For 1st January: આજથી લાગુ થયા આ 6 મોટા ફેરફારો, જાણો તેના વિશે વિગતવાર

New Rules For 1st January: હવે તમે માત્ર કેવાઈસી કરીને ફિજીકલ દસ્તાવેજો સબમિટ કર્યા વિના સિમ કાર્ડ મેળવી શકો છો

કામની ખબર, 01 જાન્યુઆરીઃ New Rules For 1st January: વર્ષ 2024 આજે એટલે કે 1લી જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. વર્ષ બદલાતાની સાથે દેશમાં ઘણા મોટા ફેરફારો પણ લાગુ થઈ ગયા છે. આ બદલાવોની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની શક્યતા છે. તેમાં તમારા બેંક લોકરથી લઈને રસોડામાં વપરાતા એલપીજી ગેસની કિંમત…UPI પેમેન્ટથી લઈને સિમ કાર્ડ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. આવો જાણીએ આ ફેરફારે વિશે વિગતવાર…

1.એલપીજી સિલિન્ડરના ભાવ

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ફરી એકવાર કિંમતોમાં 1.50 રુપિયાથી 4.50 રુપિયાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના 19 કિલોની કિંમત 1755.50 રુપિયા થઈ ગઈ છે. જે પહેલા તે 1757 રુપિયામાં ઉપલબ્ધ હતો.

2.બેંક લોકર કરાર

આજે બેંકના નવા લોકર કરાર પર હસ્તાક્ષર કરવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે. આ પછી, જ્યાં સુધી તમે નવા લોકર કરાર પર હસ્તાક્ષર નહીં કરો, ત્યાં સુધી તમને લોકર ચલાવવાની સુવિધા નહીં મળે.

3.UPI

7 નવેમ્બરના રોજ, NPCI એ તમામ પેમેન્ટ એપને એક સૂચના જારી કરીને આદેશ આપ્યો હતો કે જે UPI ID એક વર્ષથી ઉપયોગમાં લેવાયા નથી, તેને નિષ્ક્રિય કરવામાં આવશે. આ નિયમ આજથી લાગુુ થઈ ગયું છે.

4.નવું સિમ કાર્ડ મેળવવા માટે કેવાઈસીઃ

આજથી નવું સિમ મેળવવાની રીતમાં ફેરફાર થઈ ગયો છે. હવે તમે માત્ર કેવાઈસી કરીને ફિજીકલ દસ્તાવેજો સબમિટ કર્યા વિના સિમ કાર્ડ મેળવી શકો છો.

5.એપડેટેડ ITR ફાઇલિંગઃ

આકારણી વર્ષ 2022-23 માટે ITR ફાઈલ કરવાની કાલે છેલ્લી તારીખ હતી. આજથી ITR ફાઇલ કરવાની તક નહીં મળે.

6.આધાર કાર્ડની વિગતોમાં ફેરફારઃ

આજથી આધાર કાર્ડમાં પોતાની અંગત વિગતો બદલવા ઇચ્છતા લોકોએ 50 રુપિયાની રકમ ચૂકવવી પડશે.

આ પણ વાંચો…New Year Celebration: થર્ટી ફર્સ્ટની રાત્રીએ અમદાવાદમાંથી 201 પીધેલા ઝડપાયા, આ વિસ્તારમાંથી સૌથી વધુ ધરપકડ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો