Urja ni chinta part 02

Navalkatha: Energy Concerns: પ્રકરણ:2 ઉર્જાની ચિંતા…: શૈમી ઓઝા

પ્રકરણ:2 ઉર્જાની ચિંતા…

Chapter 2 Energy Concerns: ઉર્જા મનમાં વિચાર કરી રહી હતી કે તે કોઈ નિર્ણય તો નહીં લેવાઈ ગયોને મારાથી?હું પોતાની જાતને આ નિર્ણયને અનુરૂપ ઢાળી શકીશ કે કેમ?મનમાં સળવળતા અનેક સવાલોએ ઉર્જાને બેચેનીના દલદલમાં ધકેલી નાંખી.આજે દ્રઢ મનોબળ ધરાવતી ઉર્જા 
            
        “ક્યાં ખોવાઈ ગઈ?બેટા સાંજે મહેમાન આવશે,તો સરખી રીતે વર્તજે ફરિયાદનો મોકો ન આપતી મને ખબર છે તુ ડાહી અને સમજદાર છોકરી છે…એટલે તને વધુ સમજાવવાની જરૂર નથી…
બાકીનો નિર્ણય તારા હાથમાં છે.”વિચારના વમળોમાં અટવાયેલી દિકરી ઉર્જાને પાછી વાળી.

             ઉર્જા પોતાના મનમાં દબાઈ રાખેલી વાત તેની મમ્મી ને કહેવા માંગતી હોય છે,પણ બીનાબહેન દિકરીની કોઇ વાત સાંભળવાના મૂડમાં ન’હોતા.સાંજે મહેમાન જોવા માટે આવવાના હોવાથી મહેમાનની આગતાસ્વાગતા મા
તેઓ વ્યસ્ત થઈ જાય છે.ઉર્જાને બ્યુટીપાર્લરમા તૈયાર થવા મોકલવામાં આવે છે.ઉર્જા સુંદર તો હોય છે,પણ તેની આંતરિક સુંદરતા એને વધુ સુંદર બનાવે છે.

            ઉર્જાની નવી નવી નોકરી લાગી હોવાથી.તેને અગત્યની મિટિંગ આજે કેન્સલ રાખવી પડી.ન જાણે કેમ ઉર્જા મનમાં ગભરાટ અનુભવી રહી હતી.બ્યુટી પાર્લરથી તૈયાર થઈ ઉર્જા પરત આવી.બપોરનું લંચ અને ઘરનું કામ તે પુસ્તક વાંચવા બેસી ગઈ.

          તેને વાંચનનો ખુબ શોખ હતો.તે પોતાનો શોખ જીવંત રહે તેવા પ્રયત્નોમાં હતી.ત્યાં તેના દાદી જોરથી બૂમ પાડતા કહ્યું….”એ…ઉર્જા….ત્યાં શું કરે અહીં આવ…ઘરનું કામ ચોકસાઈ પુર્વક શીખી લે…તાર કામ લાગશે…સાસરે જઈને…તારે ઘરનું કામ કરવાનું છે…તો…આ બધી કડાકૂટ મેલી ઘરકામ તરફ મન લગાડ….”

           ઉર્જા દાદીની વાતથી અકડાઈ ગયેલી,તેને આવનાર મહેમાન તેને ભગવાન કરતાં કડક નિરિક્ષક વધુ લાગી રહ્યા હતા”પણ તે પોતાના ગુસ્સાને ઉરમા ઉતારવાનું પપ્પા પાસેથી શીખી હતી.તેને દાદીની વાતનો પ્રત્યુત્તર માથું ધૂણાવીને આપ્યો.ઉર્જા મમ્મીને પોતાના મનની વાત કહેવાનો મોકો શોધી રહી હતી.તે મોકો ક્યારેય મળશે એની તલાશમાં હતી….

              બૂક વાંચવામાં લાગી ગયેલી.સાંજે તેને મહેમાન જોવા આવવાના હોવાથી બોસને ફોન લગાવી પોતાની રજા મંજૂર કરાવી,સર રજા આપવા તૈયાર ન હતા પણ ઉર્જાના મૃદુભાષી અને વિનમ્રતાને વશ થઈ સરે ઉર્જાની રજા મંજૂર કરી આપી.
       
         સાંજે શું થશે કોણ આવશે તે ચિંતા તેને આતૂર કરી રહી હતી.

            વધુમાં હવે આગળ……સોમવારે પ્રકરણ: 3

આ પણ વાંચો…Navalkatha: પ્રકરણ:1 ઉર્જાનું જીવન… (The life of energy)

Whatsapp Join Banner Guj