Banner Shaimee Oza 600x337 1

Deshbhakti: દેશ-ભક્તિના વિવિધ રંગ- પણ સાચી દેશભક્તિ કોને કહેવાય?

Deshbhakti: હું આપણા દેશ માટે શુ કરી શકુ?…

“હૈ ભારતની પવિત્ર માટી,
અમને તમારા ખોળે ખેલવાનું અમને ભાગ્ય મળ્યું,માડી સંતાન પર ખમ્મા કરજે,તુ કર્મભૂમિ,
પાલનપોષણ કરતા,હૈ ભારત તારી ભૂમિ પર પ્રાર્થના નમાજ મેં કીધા.”
જય હો ભારત માડી કવિઓની કલમે લખાયેલી
કવિતાના શબ્દ થકી વંદના કરું છું,નવલોહિયાઓ ક્રાંતિવીરો શોણિત થકી તારી વંદના કરે છે,દુશ્મનોને માત આપે,તારા સંતાન તારા ગુણ ગાય,માડી વંદેમાતરમ્,જય ભારત માતા”

Deshbhakti: હૈ માતૃભૂમિ તમારા ચરણે સતસત વંદન”

આપણો દેશ ભારત એ સર્વ ધર્મને સાથે લઈ ચાલનારો દેશ છે.આપણે સૌ જોઈએ છીએ દેશભક્તિનો તહેવાર આવે
સૌ મિત્રો તડકતા ભડકતા દેશભક્તિના સ્ટેટસ મૂકી સોશિયલ મિડિયામાં મિત્રોને આપણે સૌ જાણે અજાણે દેશભક્તિનું પ્રમાણ આપતાં હોઈએ છીએ.મનમાં એક સવાલ સણવણે શું આવા પ્રકારની  દેશભક્તિ હોઇ શકે?

આ પણ વાંચોઃ kangana filed a counter case: આખરે કોર્ટમાં હાજર થઇ કંગના, કાઉન્ટર કેસમાં જાવેદ અખ્તર પર લગાવ્યા હતા ગંભીર આરોપ

Advertisement

આપણો દેશ કેટલીક સમસ્યાઓથી પીડાય છે.
એ આપણા ધ્યાન બહાર છે.સમસ્યાઓની ઘટમાળ જેવી કે, વસ્તીવધારો,ગરીબી, બેરોજગારી,ગંદકી,ટ્રાફિક સમસ્યાઓ,મોંઘવારી અને સામાજિક સમસ્યાઓ તો ખરી જ.આપણને મનમાં એક પ્રશ્ન બીજો પણ થશે કે આપણે રહ્યા સામાન્ય માણસ આપણે શું કરી સકવાના છીએ?

“મન હોય તો માંળવે જવાય”આ ઉક્તિ બહુ સંભળાય છે.પણ શું સાચા અર્થમાં આ વાક્યનું પ્રાયોગિક થાય છે ખરા? પછી એકલા સરકારને દોષ દેવાનો શો અર્થ?આપણો દેશ લોકશાહી છે.દેશના વિકાસ અને હિત માટે વિચારવું એ માત્ર સરકાર નહીં આપણી પણ ફરજ છે.ટ્રાફિક્સની સમસ્યાની વાત કરીએ સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે,કોણ એને ખરા દિલથી ફોલો કરે છે?કોરોનાના કપરા સમયમાં પણ સરકાર વિનંતી પુર્વક લોકોને સચેત કરી રહી હતી,છતાંય અપવાદરૂપ એવા  કેટલાક લોકો છે,જેને નથી સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કર્યું નથી સેનિટાઈઝર કે માસ્ક બાંધી રાખવાનું ફરજિયાતપણે કહેલું,લગ્ન પ્રસંગમાં વસ્તી સો થી વધુ લોકો ન તેડાવવા કોણે પાલન કર્યું,લોકોએ તો આ પાગલપન કર્યું સાથે સાથે ચુંટણીપંચે પણ આમાં માઝા મૂકી.કોરોનાની જો ત્રીજી લહેર ચાલી રહી છે એના જવાબદાર એકલી સરકાર નથી આપણે પણ છીએ જ.આવી કેટલીય  સમસ્યા છે,જે સરકાર જેના માટે  આપણે પણ એટલા જ જવાબદાર છીએ.બેકારી પણ ગંભીર સમસ્યાઓ માંની એક છે.એમાંય કોરોનાની પરિસ્થિતિએ ‘પડ્યા ઉપર પાટુ’ની પરિસ્થિતિ સર્જેલી.ભારતમા સરખો નોકરી ધંધો ન મળવાથી આપણી યુવાપેઢી ભારતદેશ છોડી વિદેશમા વસી રહી છે.પોતાનું વતન છોડી વિદેશમાં વસી જવું એ બહુ ગર્વની વાત ન કહેવાય.

કોરોનાની મહામારીએ કેટલાય લોકોના નોકરી ધંધા છૂટી ગયેલા,સામાન્ય લોકો બહાર નિકળે તો મોંઘવારી સતાવતી હતી,બહાર જો નિકળે તો કોરોનાનો ભય કરે તો શું કરે આમ આદમી.ભૂખ બહુ ભુંડી વસ્તુ છે.

Advertisement
Deshbhakti


પી.એચ.ડી,એમ.ફીલ અને એન્જીનીયરીંગ,ડોક્ટર લાઈનનો  અભ્યાસ કરતાં  વ્યક્તિઓને જો ક્લાર્ક પટાવાળાની પરીક્ષા માટે જો આંધળી દોટ મુકવી પડતી હોય તો આનાથી મોટું હાસ્યાસ્પદ બીજું શું ઉદાહરણ હોઈ શકે?

હવે વાત કરવી છે,આ સૌ સમસ્યાઓને સાંકળી લેતું પરિબળ જે છે વસ્તી વધારો આ બધી જ સમસ્યાઓનું મૂળ છે.ભારતમાં વધતી જતી વસ્તી એ દેશની ગંભીર સમસ્યા છે.વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે,પણ ભારત હવે ધીરે ધીરે ચીનનું સ્થાન લઈ રહ્યો છે.આ દેશની આ હાલત માટે અંધશ્રદ્ધાઓ,ધાર્મિક માન્યતાઓ,
સમાજની રૂઢીઓ એટલી જ જવાબદાર છે.પુત્ર જન્મની ઘેલષા અને તેની સાથે સંકાળેલી રૂઢીઓ જવાબદાર છે.કુટુંબ નિયોજન કાર્યક્રમ પ્રત્યેની ખોટીધારણાઓ.જો વસ્તીનુ પ્રમાણ જો આમ આમ વધતું રહ્યું તો દેશ માટે સંકટરૂપ પુરાવાર થાશે.
        આપણે ટ્રાફિક સમસ્યા જે હાલના સમયમાં વૈશ્વિક બની ગઈ છે.સરકાર ટ્રાફિક માટે કેટલાય નિયમો બનાવે પણ એને ખરા અર્થમાં કોણ અનુસરે છે?આ નિયમ આપણા ભલા માટે છે.એનું ગંભીરતા પુર્વક પાલન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ Importance of Bhadarvi Poonam: વાંચો- શક્તિપીઠ અંબાજીમાં જ શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્વ ?

Advertisement

ટ્રાફિક સમસ્યાના કારણે એક્સિડન્ટ,અવાજના પ્રદુષણના કારણે માઈગ્રેન,બહેરાશ, ફોબિયા,જેવી બિમારીઓ જાણે અજાણે ઘર કરી જાય છે.આ આપણી સર્જેલી સમસ્યાના છાંટા જો આપણને જ ઉડે તો એમાં સરકાર જવાબદાર નથી આમાં આપણે પણ એટલા જ જવાબદાર છીએ.પછી સરકાર બદલી નાંખવી એ વાત તો મને પચતી નથી.ટ્રાફિક નિયમોનું પાલન,વસ્તી નિયંત્રણ,કોરોના વખતે આપેલી સરકારની ગાઈડ લાઈનનું પાલન,જરૂરયાત મંદ લોકોને મદદ,જે દેશ માટે શહીદ થાય છે, એમના પરિવારને આર્થિક સહાય.જાહેર સ્થળોમાં ગંદકી ન કરવી.દેશને પોતાનું ઘરમાની તેની અસ્મિતાનું જતન કરવું.આ કામ મારા અને તમારા જેવી આમ જનતા કરી સરળતાથી શકશે.

ખરી દેશ ભક્તિ આ છે…નહી કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે વોટ્સએપ કે સોશિયલ મિડિયામાં સ્ટેટસ દેશભક્તિ (Deshbhakti)ના ગીતો અપલોડ કરવા…

Whatsapp Join Banner Guj

Advertisement
Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.