kangana filed a counter case

kangana filed a counter case: આખરે કોર્ટમાં હાજર થઇ કંગના, કાઉન્ટર કેસમાં જાવેદ અખ્તર પર લગાવ્યા હતા ગંભીર આરોપ

kangana filed a counter case: મુંબઈની અંધેરી કોર્ટમાં કંગના સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સુનાવણીમાં હાજર રહી હતી

બોલિવુડ ડેસ્ક, 20 સપ્ટેમ્બરઃ kangana filed a counter case: આજે 20 સપ્ટેમ્બરના રોજ મુંબઈની કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. કંગના તથા જાવેદ અખ્તર કોર્ટમાં હાજર રહ્યા હતા. કંગનાએ આ વિવાદમાં હવે જાવેદ અખ્તર પર કાઉન્ટર અરજી કરી છે અને તેમની પર અનેક આરોપો લગાવ્યા છે. મુંબઈની અંધેરી કોર્ટમાં કંગના સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સુનાવણીમાં હાજર રહી હતી. મેજિસ્ટ્રેટે બંને પક્ષકારને હાજર રહેવાનું કહ્યું હતું. કોર્ટમાં જજે માત્રે કંગનાને તેનું નામ પૂછ્યું હતું.

મેજિસ્ટ્રેટે આ કેસની આગામી સુનાવણી 15 નવેમ્બરના રોજ કરવાનું કહ્યું છે. કંગનાએ જાવેદ અખ્તર પર કાઉન્ટર અરજી ફાઇલ કરી હતી, જેમાં જબરજસ્તી પૈસા વસૂલી, પ્રાઇવસીનો ભંગ સહિતના આરોપો મૂક્યા છે. કાર્યવાહી પહેલાં કંગના તરફથી વકીલે કોર્ટમાં કાઉન્ટર એપ્લિકેશન દાખલ કરી હતી. કોર્ટે એપ્લિકેશન સ્વીકારી હતી અને પહેલી ઓક્ટોબર સુધી સુનાવણી ટાળી દીધી હતી. કંગનાએ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવાની અરજી કરી છે. કંગનાએ કહ્યું હતું, ‘કોર્ટે સુનાવણી કર્યા વગર, સાક્ષીઓ વગર બેવાર વોરંટ ઇશ્યૂ કરવાની વાત કરી છે. આ કોર્ટ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.’ જાવેદ અખ્તર પર કરવામાં આવેલા કાઉન્ટર(kangana filed a counter case) અરજીમાં બંધારણની કલમ 383, 384, 387, 503, 506, r/w 44, 33 હેઠળ કેસ કરવાની માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ambaji Bhadarvi poonam: શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પારંપારિક મેળો રદ્દ, યાત્રાળુઓને માનતા માટે દર્શનની પૂરતી વ્યવસ્થા કરાવાઈ

મંગળવાર, 14 સપ્ટેમ્બર, 2021ના રોજ આ કેસની સુનાવણી હતી. આ દરમિયાન જાવેદ અખ્તર તથા શબાના આઝમી કોર્ટ(kangana filed a counter case)માં હાજર રહ્યાં હતાં, પરંતુ કંગના ફરી એકવાર હાજર રહી નહોતી. કંગનાની ગેરહાજરી પર કોર્ટે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. આટલું જ નહીં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો તે આગામી સુનાવણીમાં કોર્ટમાં હાજર ના રહી તો તેના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઇશ્યૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જાવેદ અખ્તરે તેમના વકીલ નિરંજન મુંદર્ગી દ્વારા 2 નવેમ્બરના રોજ એક ખાનગી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં તેમણે એક્ટ્રેસ કંગના રનૌતની વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની સેક્શન 499 (માનહાનિ) અને સેક્શન 500 (માનહાનિ માટે સજા)ના અંતર્ગત આરોપ (kangana filed a counter case)લગાવ્યો હતો.

Whatsapp Join Banner Guj