Gujcet

Gujcet exam date: રાજ્યમાં ગુજકેટની પરીક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ટાઈમ…

Gujcet exam date: શિક્ષણ બોર્ડ પ્રમાણે 3 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે

અમદાવાદ, 23 જાન્યુઆરી: Gujcet exam date: રાજ્યમા GUJCETની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી સમયમાં લેવામાં આવનારી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. શિક્ષણ બોર્ડ પ્રમાણે 3 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે.

રાજ્યભરમાં વિદ્યાર્થીઓ કેટલાક સમયથી રાહ જોતા હતા તે GUJCET પરીક્ષા માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. આ વખતે વધારે મહત્વની બાબતની છે કે હવે આ પરીક્ષા જીલ્લા કક્ષાએ સેન્ટરો ફાળવ્યા છે.

એટલે આ વખતે વિદ્યાર્થીઓને દુર જવુ પડશે નહી. અને GUJCETની આ પરીક્ષા જિલ્લા કક્ષાએ સવારે 10 થી સાંજના 4 સુધી લેવાશે આવનાર છે.

આ પણ વાંચો: Human life: એકલ માવતર જ્યારે જવાબદારી પોતાના ખભે ઉપાડે છે ત્યારે….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો