intjaar part 25

Intjaar part-25: મિતેશને કહ્યું; તમે જુલી છોને? મિતેશ તેને જોઈને ઓળખી ગયો હતો ‘કારણ કે…

ઇન્તજાર ભાગ/25 (Intjaar part-25) મંગળાબા કહ્યું કે; બેટા મિતેશ તું પણ તારા રૂમમાં આરામ કર બધા સૌ રૂમમાં આરામ કરવા જતા રહે છે.

(આગળના ભાગમાં જોયું કે કે જુલી ન્યૂયોર્ક આવવા માટે રવાના થઈ ગઈ હતી અને તે ન્યૂયોર્ક આવી ગઈ અહીંયા મિતેશનું  જ્યોર્જ દ્વારા એકસીડન્ટ કરવામાં આવ્યું.તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ તેની જોડે જે પુરાવા હતા તે બધા જ મોબાઈલ માં હતા તે ખોવાઈ ગયા હતા પરંતુ મિતેશ ને વધુ વાગ્યું નહોતું .રીના, કુણાલ અને મંગળાબા  એને હોસ્પિટલ મળીને પાછા આવે છે મિતેશ ને ભાન આવતા તરત જ કુણાલ ઘરે લાવે છે અને મંગળાબા ના ઘરે રોકાય છે. )…વધુ આગળ…

    ‌કુણાલ મિતેશને લઈને ઘરે આવે છે ત્યારે મિતેશની ઈચ્છા નહોતી ત્યાં  રહેવાની એ  કહે છે કે હવે હું મારા ઘરે જઈ શકું એમ છું. મને વધુ વાગ્યું નથી .

Banner Bhanuben 600x337 1

શેઠજી કહ્યું ;”બેટા” તું અમારા છોકરા જેવો છે તો અહીંયા રહી જા તને સારું થાય પછી તું ઘરે  જજે. છતાં પણ મિતેશ ની ઈચ્છા નહોતી .
જુલી બોલી કે ; શેઠજી અને મંગળાબા કહે છે તો રોકાઈ જાવ. તમે પણ ભારતના છો આપણે બધા ભારતીયો છીએ અને દરેક ભારતીયની અંદરની લાગણી એવી હોય છે.કે એક બીજાની સેવા કરવી. એમની અંદર હિંદુ ધર્મનો ભાવ ભરેલો.હોય છે .

મિતેશને કહ્યું; તમે  જુલી છોને? મિતેશ તેને જોઈને ઓળખી ગયો હતો ‘કારણ કે રીના સાથે અવાર,નવાર વાત થતી હતી અને રીનાએ વાત કરી હતી કે મારી મિત્ર અહી  આવવાની છે.
જૂલી આંખો પટપટાવીને કહ્યું :હા ,હું જુલી છું એની સામું જોયું તો એની આંખોમાં અતિશય વેદના હતી એના હોઠો પર મર્યાદા  ની લાલી હતી અને એના વાળમાં  ભીની સુવાસ હતી. એટલામાં એના બંને બાળકો મુન્ની અને પાર્થ બન્ને આવી ગયા.

મિતેશ સમજી ગયો કે આ જુલીના બાળકો છે .

મંગળાબા કહ્યું કે; બેટા મિતેશ તું પણ તારા રૂમમાં આરામ કર બધા સૌ રૂમમાં આરામ કરવા જતા રહે છે.

જૂલી  અહીંયા તેના રૂમમાં સૂતી હોય છે .

રીનાને ઘણા બધા વિચારો આવતા હોય છે એટલે વિચાર કરે છે કે ખરેખર સ્ત્રીના જીવનમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે હું મારા પતિને મેળવવા માટે છેક ઇન્ડિયાથી ન્યૂયોર્ક સુધી આવી પરંતુ હજુ પણ મારા જીવનમાં ઘણા બધા સંઘર્ષો અને સમસ્યાઓ છે હજુ મારા પતિને પાછો મેળવવા ઘણી બધી  સમસ્યાઓ છે. જ્યારે મારી મિત્રતો એના પતિને હંમેશના માટે ગુમાવી ને આવી છે. કારણ કે એનો પતિ તો આ દુનિયામાં છે નહીં એની જિંદગીમાં કેટલું બધું કષ્ટ હશે.

કારણકે ભારતીય હિન્દુ નારીને પતિના કેવી રીતે જીવાય એ હજુ કોઈએ શીખવાડયું નથી. પતિ મરી જાય ત્યારે એક સ્ત્રી જાણે કે નિ:સહાય બની જાય છે .જ્યારે અહીંનું વાતાવરણ જોતા લાગે છે કે ન્યુયોર્કમાં દરેક સ્ત્રી પોતાના પગ પર ઊભી છે હા જન્મ અને મરણ તો કુદરતને આધિન છે પરંતુ એની પાછળ બીજાનું જીવનતો પૂરું થતું નથી. પતિ મરી જાય પરંતુ પત્ની એના બાળકો અને એના માટે તો જીવવું જ પડે છે જો પોતાના પગ પર માતા ઊભી હોયતો કોઈના જોડે હાથ પણ લંબાવો ન પડે .

છોકરીઓને ભણવાની પાછળ આપણે હિન્દુસ્તાનમાં પાછળ રહી ગયા છીએ. દીકરીને પહેલેથી સમજાવવામાં આવે છે કે ઘરની બહાર નીકળાય નહીં .વધારે ભણાવાય નહીં. વધારે પુરુષો જોડે બેસાય નહીં ગમે ત્યાં રખડાય નહિ, ગમે તેવા કપડાં પહેરાય નહિ. મર્યાદામાં રહીને જીવાય. દીકરીતો સાપનો ભારો કહેવાય, દીકરી ને ગાય દોરે ત્યાં જાય ,હજુ પણ ગામમાં ઘણા બધા અંતરિયાળ વિસ્તારમાં આ જ હાલતમાં જીવન જીવાય છે .સારું છે કે જુલી અને હું થોડું ઘણું ભણી શક્યા છીએ કે જેથી  જીવનમાં અમે પણ અહી સુધી આવી શક્યા.

પરંતુ જે લોકો બિલકુલ ભણ્યા નથી એમના જીવનનું એવું કોઈએ ક્યારેય વિચાર્યું છે,? દીકરા-દીકરીને ભણવામાં એક સમાન રાખીને દરેકને સરખા શિક્ષિત કરે તો દીકરી પણ આકાશમાં ઊડી શકે છે પરંતુ દીકરીને પહેલાથી જ ધરતી પર ચાલવાનું શીખવાડવામાં આવે છે. આકાશમાં તો ફક્ત દીકરા ઉડી શકે .દીકરીઓ તો એમના ઘરનું આંગણું શોભાવે.દીકરીને તો સાસરે જવાનું હોય છે. કેમ આવો ભેદભાવ હશે .

ફોરેનમાં એટલે વિચાર સારા છે કે લોકો દીકરા-દીકરીને એક સમાન માને છે અને દરેક સ્ત્રી પોતાના જાત મહેનતથી કેરિયર બનાવે છે .પોતાની જાતે નિર્ણય લઈ શકે છે એને શું ખાવું ,પહેરવું, ઓઢવું, કેવો જીવનસાથી પસંદ કરવો અને લગ્ન કર્યા પછી પણ ફાવે તો રહેવું ,નહીતર અલગ થવું એકદમ આઝાદી ભરી જિંદગી !!!

ન્યૂયોર્કમાં છે તેટલી આઝાદી ભલે આપણને ના મળે , પરંતુ દીકરીને એના જીવન નિર્વાહ પૂરો કરી શકે એવી તો જિંદગી આપવી  હોવી જ જોઈએ.આવા વિચારો કરતાં કરતાં રીના સૂઈ જાય છે ત્રીજા દિવસ સવાર પડતા જ જુલી પણ સૌથી વહેલા જાગી જાય છે અને મંગળાબા પણ એની સાથેને સાથે જાગી જાય છે દરરોજ મંગળાબા એકલા જ આરતી અને ભજન કરતા હતા આજે તો જુલી અને મંગળબા બંને જણા એક સુરમાં ભજન અને આરતી કરવા લાગ્યા.

શેઠજી અવાજ સાંભળીને ત્યાં આવ્યા અને મિતેશને પણ જાણે કે ઘણા ટાઇમ પછી કોઈ સૂરીલો સુર એના કાનમાં  પહેલી વાર ગુંજી રહ્યો હતો. એ પણ નીચે જ આવ્યો. જુલી ખૂબ જ મીઠા સ્વરમાં ભજન ગાઈ રહી હતી મિતેશને થયું કે ખરેખર જો કે આજે બીજા દેશમાં આપણા ઇન્ડિયાની મહેક ચારેબાજુ ગુંજી રહી હોય એવું લાગે છે એ બધા જ ભજન અને આરતી માં જોડાઈ ગયા.

જૂલીએ બધાને પ્રસાદ આપ્યો અને સૌ પોતપોતાની રીતે તૈયાર થવા લાગી ગયા અને એટલામાં જુલીએ બધા માટે ચા અને નાસ્તો તૈયાર કરી દીધો.

શેઠજી અને મંગળાબા રાજી થઈ ગયા ખરેખર રીના જેવી દીકરી જુલી  છે. આવતા ની સાથે મારા ઘરનું તમામ કામ સંભાળી લીધુ . મને હવે કોઈ અફસોસ નથી કે મારે કોઈ સંતાન નથી તમે જ મારા સંતાન છો અને આટલો બધા સંતાનનો પ્રેમ જોઈ ને મારી આંખો ભરાઈ જાય છે અને કુદરતનો આભાર માનું છું કે મને તમારા જેવી દીકરી અને મિતેશ જેવો દીકરો આપ્યો છે.મિતેશ સિવાય કુણાલ પણ મારો દીકરો છે.

શેઠજી કહે :મંગળા તારી  વાત સાચી  છે. આપણને તો બે દીકરા ને બે દીકરીઓ મળી ગઈ હવે ભગવાન પાસે આપણને કોઈ ફરિયાદ છે નહીં.
જૂલી બધાને ચા અને નાસ્તો આપી દીધો મિતેશને જાણે કે જુલી ગમવા લાગી હોય એવું એના  મનોમન થતું હતું. તે  જુલીના બંને  સંતાનોને બાજુમાં બેસાડીને  રમડતો  હતો .બંને સંતાનો એટલા બધા મિતેશ સાથે ભળી ગયા લાગે કે  લાગે જ નહિ કે એ લોકો પહેલી વખત ન્યૂયોર્કમાં આવી ગયા છે એમને પણ મિતેશ નો સાથ ગમવા લાગ્યો હતો.

વધુ ભાગ 26…. આગળ….

જુલી ,મિતેશ અને મંગળાબા શેઠજી બધા જોડે ખુબ જ સરસ રીતે ભળી જાય છે .અને તમામ ઘરનું કામકાજ સંભાળી લે છે. અને મિતેશમેંમળે છે ત્યારે જુલી નોકરી માટે કહે છે ,મિતેશ એની કંપનીમાં જૂલીને નોકરી માટેની પ્રપોઝ કરે છે.
રીના ,મંગળાબા, જુલીને ન્યૂયોર્કમાં બિન્દાસ રહેવા માટે સમજાવવાનો પ્રયત્ન કરે છે આ બંને બાળકો મિતેશ છોડે ખૂબ જ ભળી જાય છે હવે વધુ આગળ…) ભાગ 26…

આ પણ વાંચો..Legend Avinash Vyas: આજે પદ્મશ્રી અવિનાશ વ્યાસની પુણ્યતિથિ પર ભાવભીનું સ્મરણ થઇ જ આવે અને એમને યાદ કરવાનું ગૌરવ આપણે લેવાનું હોય

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *