Gujarat 2 senior ministers hacked

Gujarat 2 senior ministers hacked: રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી આ બે સિનિયર મંત્રીઓના ખાતા પાછા લેવાયા- ગુજરાત સરકારમાં મોટા ફેરફાર થવાના એંધાણ

Gujarat 2 senior ministers hacked: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ મકાન ખાતુ સોંપવામાં આવ્યું છે

ગાંધીનગર, 20 ઓગષ્ટઃ Gujarat 2 senior ministers hacked: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમના બે સિનિયર મંત્રીઓને સોંપાયેલા ખાતા છીનવાયા છે. આ સમાચાર હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બનેલા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં 2 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા હોવાની માહિતી મળી રહી છે, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ પાછું લેવાયું હોવાની માહિતી મળી રહી છે. આ બન્ને ખાતા અન્ય બે નેતાઓને સોંપવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ મકાન ખાતુ સોંપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Dholera Industrial City: ધોલેરા SIRમાં ઉદ્યોગ રોકાણકારોને વેપાર-વ્યવસાય માટે આવવા મુખ્યમંત્રીનું આહવાન

ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમના મંત્રીઓએ થોડા સમય પહેલા મંત્રીપદના શપથ લીધા હતા. જેમાં સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા હતા. ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ નવી સરકારમાં શપથ લીધા હતા અને તેમને વિભાગોની વહેંચણી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Accident on rajasthan pali highway: રાજસ્થાન પાલી હાઇવે પર ગંભીર અકસ્માતમાં 7ના મોત, ટ્રેલરમાં 25 લોકો હતા સવાર

Gujarati banner 01