Banner Bhanuben 600x337 1

Intjaar part-29: કુણાલએ કહ્યું: રીના જ્યોર્જ અને એન્જલિના ભેગા મળીને મને છેતરે છે..

ઇન્તજાર ભાગ/29 (Intjaar part-29) રીના કહે: કુણાલ ખૂબ ઉતાવળું પગલું ભરવાની જરૂર નથી

Intjaar part-29: આગળના ભાગમાં જોયું કુણાલની ગાડીનું પંચર થતા ઉભા રહી જાય છે ત્યારે છોકરાના હાથમાંથી મોબાઇલ મળે છે મોબાઇલમાં કુણાલને એન્જલિના અને તમામ પુરાવા મળી જાય છે અને રીના પણ પૂરી રીતે સમજાવે છે કુણાલ ખૂબ જ પડી ભાંગે છે એનું દિલ તૂટી જાય છે કે જે એન્જલિના માટે તેણે રીના ને છોડી હતી તે એન્જલિના એને ખૂબ જ દગો આપ્યો છે કહે છે હજુ મોડું થયું નથી આપણે બધા પાકા પુરાવા મેળવી લઈએ પછી આગળ જોઇએ… હવે વધુ આગળ…

Intjaar part-29

કુણાલે મોબાઇલમાં એન્જલિના અને જ્યોર્જને જોઈને ખૂબ જ હતાશ થઈ ગયો હતો .

રીનાએ કહ્યું: કુણાલ હજુ તારે કંઇ બોલવાની જરૂર નથી પહેલા આપણે તારું  બદલાયેલું વસિયતનામું  જણાવીએ એટલે ખબર પડશે.અને એનું સત્ય આપોઆપ બહાર આવી જશે.

કુણાલએ કહ્યું: તારી વાત સાચી છે રીના જ્યોર્જ અને એન્જલિના ભેગા મળીને મને છેતરે છે ખરેખર મે તારી સાથે ખૂબ દગો કર્યો છે તારા જેવી હોશિયાર અને નિસ્વાર્થ પ્રેમ કરનારી સ્ત્રીને પૂરેપૂરી છેતરી છે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે અને એ પણ મને જોવા મળી ગયું કે જે દગો મે તારી સાથે કર્યો એવો દગો મને એન્જેલિનાએ આપ્યો છે મે તારી સાથે લગ્ન કરીને તને કંઈ પણ  સુખ આપ્યું નહીં અને એના કર્મોનો બદલો મને આજે મળી રહ્યો છે આજે મારા દિલ પર જે વીતે છે એ મને અહેસાસ થાય છે કે તને પણ ખૂબ જ તકલીફ પડી હશે જ્યારે જેને પ્રેમ કરી છીએ એને અનહદ પ્રેમ કરીએ છે એને દિલથી લોહીના શબ્દોથી શણગારી ને એ વ્યક્તિ માટે પૂરેપૂરી જાતને ન્યોછાવર કરી દઈએ છીએ અને જ્યારે એ વ્યક્તિ આપણું દિલ તોડી દે ત્યારે હૃદયના ટૂકડે ટૂકડા થઈ જાય છે કે હૃદયમાંથી આંસુ પણ નીકળી ન શકે તેટલું પથ્થરદિલ થઈ જાય છે એ દિલની વેદના હું આજે અનુભવી રહ્યો છું.

હું એન્જલિનાને ખૂબ પ્રેમ કરું છું પરંતુ આજે એ સાબિત કરી દીધું કે મારા પ્રેમમાં ક્યાં ખોટ રહી ગઈ કે એને મારી સાથે દગો કર્યો .કદાચ મે તને દગો આપ્યો એ કુદરતે મને મારી સાથે દગો આપીને મને વળતરનો બદલો આપી દીધો હોય એમ લાગે છે ખરેખર રીના તારો કેટલો આભાર માનુ એટલો ઓછો છે .તું ઇન્ડિયાથી મારો ઇંતજાર કરતા, કરતા અહીં ન્યૂયોર્ક સુધી આવી ગઈ મિતેશ સાથે મળીને તે તમામ પુરાવા ભેગા કર્યા જો મને આ કંઈ જ ખબર ન હોત તો હું હજુ પણ છેતરાતો જાત અને મારી જાતને ક્યારેય માફ ન કરી શકત એમ કહેતા, કહેતા કુણાલની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

રીનાએ કહ્યું; કુણાલ તમારો કોઈ  દોષ નથી એ સમય ખરાબ હશે તમારા અને મારા માટે સમયના કારણે આપણે બંને કદાચ અલગ થઇ ગયા છે અને એન્જલિના તમારા જીવનમાં આવવાનો કોઈ કુદરતી સંકેત હશે.નહિતર તમે મારા પ્રેમનું મૂલ્ય ક્યારેય સમજી શક્યા ન હોત. જે આજે તમને મારા પ્રેમનું મૂલ્ય સમજાયું એ જાણીને મને ખૂબ જ આનંદ થયો કારણ કે લગ્ન પછી તો આપણે બિલકુલ પાસે રહ્યા નહોતા હું દસ વર્ષથી તમારો ઇંતજાર કરતી હતી કે કુણાલ આવશે અને મને ભરપૂર પ્રેમ મળશે .કુણાલ મારા પ્રેમને સમજશે ,પરંતુ જે દિવસે તમે એન્જલિના ને લઈને આવ્યા ત્યારે મારા ઇન્તજાર માં એટલી મોટી ખોટ પડી કે એ આંસુને લોહીના આંસુ સમજીને પી ગઈ મારી મિત્ર જુલીએ મને સમજાવી અને મને તમારી પાસે આવવા માટે કહ્યું અને હું અહીં આવી ગઈ જુલીએ મને એન્જલિના વિશે કહ્યું હતું કે એન્જલિનાનો ઈરાદો કંઈક અલગ છે એટલા માટે તું કુણાલને  એના પંજામાંથી છોડાવવા માટે ન્યુયોર્ક સાથે જ જા એમ કહી એને મને અહી આવવા તૈયાર કરી હતી.

અને મને લાગ્યું કે કદાચ તમને છેતરવા  માગતી હોય અને એનો શું ઈરાદો હતો એ જાણવા માટે હું અહી સુધી આવી ગઈ મને ઘણો બધો સાથ મારા મિત્ર મિતેષનો ,મંગળા બા,જૂલી, શેઠજીનો હતી એમનો ખૂબ જ ઉપકાર કે મને અહિયાં સુધી પહોંચવામાં મદદ કરી છે . અમે ખૂબ જ  સાવધાની રાખીને  તમામ પુરાવા ભેગા કર્યા હતા. અને એમા મિતેશનો મોબાઇલ ખોવાઈ ગયો હતો પરંતુ આજે મારું કર્મ અને તમારો અને મારો સંજોગ સાથે ફરી મિલનનો હશે કે આજે મોબાઇલ પણ મળી ગયો .અને તમે એન્જલિના ને ઓળખી ગયા એની દાનતને ઓળખી ગયા હું કહેત તો તમે ક્યારે મારા પર વિશ્વાસ ન કરત તમને એમ જ લાગે કે હું એન્જલિનાની ઈર્ષા કરું છું એમ લાગત પરંતુ મોબાઇલમાં તમામ પુરાવાને આધારે હવે તમને પણ સત્યની ખબર પડી ગઈ હવે તો કુણાલ તમે સમજો કે એ તમને નહીં પરંતુ તમારા પ્રોપર્ટીના અને વસિયતનામા ને આધારે તમારી નજીક આવી ગઈ હતી અને એની સાથે જ્યોર્જનો પૂરેપૂરો સાથ હતો.

કુણાલ કહે ;હવે તો મારે પહેલા મિતેશ ને મળવું છે અને બધી વાત જ પૂરેપૂરી જાણવી છે અને પછી શું કરવું એ આપણે ત્રણે મળીને વિચારીએ

કરીના કહે કુણાલ હવે ચાલો બહુ મોડું થઈ ગયું લાગે છે હવે ઘરે નીકળી એ

કુણાલે કહ્યું તારી વાત સાચી છે ચલો ઘરે હવે નીકળી પરંતુ રીના હવે આપણે હજુ કોઈને કંઈ પણ વાત કરવી નથી સાંજે મિતેશ સાથે મળીને ચર્ચા કરીએ પછી આગળ શું કરવું એ વિચારીશું  તેઓ ઘરે જાય છે અને નક્કી કરે છે કે કામ પૂરું થાય એટલે મિતેશ જોડે ના  જવાનું

અહી મિતેશ મંગળાબા જૂલી અને શેઠજી બધા અહીંયા એક જ રૂમમાં બેઠા હોય છે અને વાતો કરતા હોય છે કે હવે તો જુલી સેટ થઈ ગઈ અને કહેવા લાગી મને ફાવી ગયું છે.

મિતેશ કહે :હવે તો મને પણ અહીંયા રહેવું ફાવી ગયું છે એટલે હું તમારા બધા સાથે રહેવા માંગુ છું.

જૂલી કહે: મિતેશ મેં તો પહેલાથી જ કહ્યું હતું કે અહીંયા રહી જાઓ પરંતુ તમને ખૂબ શોખ હતો પોતાના ઘરે જવાનો એટલે હવે તમે ઘરે જઈ શકો છો

મંગળાબા કહે: મિતેશ  જૂલી મજાક કરે છે જો જો તું રીસ ચડાવીને નીકળી ન જતો!

બધા વાતો કરતા હોય છે ત્યાં જ કુણાલ અને રિના બંને ત્યાં એમની પાસે આવે છે.

વધુ આગળ

રીના કહે :કુણાલ ખૂબ ઉતાવળું પગલું ભરવાની જરૂર નથી. આપણે શાંતિથી દરેક વસ્તુ પાછળ પહોંચી એ પછી શું કરવું એના વિશે જાણીએ કારણકે જ્યોર્જ અને એન્જલિના ખૂબ જ હોશિયાર છે એ ક્યારે પણ પકડમાં આવે એવા નથી

પણ મને કહ્યું તારી વાત સાચી છે હવે તો મારે પણ એમને ધીમે ધીમે પૂરેપૂરા સાબિતી સાથે પકડવા છે પછી હું એમને દરેક વાતને એમની સામે જ રજુ કરીશ.

શેઠજીના ઘરે જઈને રીના ,કુણાલ જૂલી અને મિતેશ બધા જ એન્જલિના અને જ્યોર્જનું સડયંત્ર બહાર લાવવા માટેનું પ્લાનિંગ કરે છે અને તેના માટે   કુણાલને ત્યાં સાંજે જમવાનું આમંત્રણ શેઠજી ,મંગળાબા જૂલી, મિતેશને આપવામાં આવે છે અને શેઠજીને કહેવામાં આવે છે કે તમે વસિયતનામુ ત્યાં લાવીને બધા સમક્ષ બતાવજો એન્જલિના અને જ્યોર્જ બંને વચ્ચે વસિયતનામાની ચર્ચા થાય છે એન્જલિના કહે છે કે આજે શેઠજી વસિયતનામું આપવાના છે હવે આપણે આપણા ષડયંત્રમાં સફળ થવાની તૈયારી  નજીક છે વધુ આગળ…ભાગ/30

આ પણ વાંચો..Gujarati drama in Auckland: તીન ‘’બંદર’’ થિયેટર કે અંદર..!

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *