Kutch Jain Annual Convention

Kutch Jain Annual Convention: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું

Kutch Jain Annual Convention: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને કચ્છી જૈન સેવા સમાજે સાર્થક કર્યો છે

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ Kutch Jain Annual Convention: અમદાવાદના ટાગોર હોલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નીમાબહેન આચાર્ય પણ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ’ના મંત્રને કચ્છી જૈન સેવા સમાજ પોતાનાં જનસેવાનાં કાર્યો થકી સાકાર કરી રહ્યો છે. છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ હંમેશાં કાર્યરત રહ્યા છે અને એ જ પગલે કચ્છી જૈન સેવા સમાજ પણ પોતાની સેવાકીય પ્રવૃતિઓ સાથે સમાજના ઉત્થાન માટે કાર્ય કરતો રહ્યો છે. સેવાકાર્ય કરનારા લોકો કોઈ પણ જાતના પડકારોમાં પણ સેવાકાર્યની જ્યોત જલાવી રાખે છે. કચ્છી જૈન સેવા સમાજ આ પ્રકારનો જ સમાજ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે ડબલ એન્જિન સરકારથી ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અનેક સંઘર્ષ પછી કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડી શકાયું છે. તેમના જ પ્રયત્નોથી કચ્છમાં હમણાં જ નવનિર્મિત સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજે 30000 મેગાવોટનો રિન્યુએબલ એનર્જીનો હાઇબ્રિડ પ્લાન્ટ પણ કચ્છમાં આકાર લઈ રહ્યો છે.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નીમાબહેન આચાર્યએ સમાજના સેવાકાર્યોને બિરદાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, કચ્છી જૈન સેવા સમાજ હંમેશાં આરોગ્ય , શિક્ષણ, જીવદયા જેવા ક્ષેત્રે જનસેવા કરી રહ્યો છે. માનનીય વડાપ્રધાનના સ્કીલ ઇન્ડિયાના સૂત્રનેસાકાર કરવા કચ્છી જૈન સેવા સમાજ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરો સ્થાપવા જઈ રહ્યો છે, એ આવકાર્ય છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ Mega Cleanliness Campaign at Rajkot Division: રાજકોટ રેલવે સ્ટેશન પર સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મેગા સ્વચ્છતા અભિયાન

વધુમાં શ્રીમતી નીમાબહેને ઉમેર્યું હતું કે ધરતીકંપ બાદ કચ્છ ફરી બેઠું થયું એનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે. ભૂકંપ બાદ કચ્છને ફરી બેઠું કરવાનું અને કચ્છના ઔધોગિક વિકાસનું બીડું આપણા નરેન્દ્રભાઈએ ઝડપ્યું હતું. તેમણે સંકલ્પ કર્યો હતો કે કચ્છને સિંગાપોર જેવું બનાવવા અને વિકસિત જિલ્લો બનાવવાનો સંકલ્પ લીધેલો અને ખરેખર સાર્થક કરી બતાવ્યો છે. આજે સફેદ રણ અને સ્મૃતિ વન જેવા તેમના ડ્રીમ પ્રોજેક્ટની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાઇ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

39f015f2 4965 48bf b10b 4052559fecbb

શ્રીમતી નીમાબહેને વધુમાં જણાવ્યું કે કચ્છની માગણીઓ પર કોઈ ધ્યાન આપતું નહોતું. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ પાણી, રસ્તા, રેલવે લાઈન જેવી તમામ પાયાની જરૂરિયાતો તેમની આગવી કોઠાસૂઝથી કચ્છને ઉપલબ્ધ કરાવડાવી. તેમણે 69000 કીમી લાંબી લાઈનો દ્વારા નર્મદાના નીરને કચ્છ સુધી પહોચાડી ભગીરથ કાર્ય કર્યું છે.

આ પ્રસંગે કચ્છી જૈન સેવા સમાજના પ્રમુખ પ્રતાપભાઈ દંડ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ‘કચ્છી બોલી વિજ્ઞાન ‘ પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ના હસ્તે કચ્છી જૈન સેવા સમાજના અગ્રણીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છી જૈન સેવા સમાજ આવનારા દિવસોમાં અમદાવાદના ચાંગોદરમાં લોકસેવા અર્થે મેડિકલ સેન્ટર અને સરકારના ‘સ્કીલ ઇન્ડિયા’ના અભિયાન અંતર્ગત અમદાવાદમાં યુવાનો માટે ત્રણ સ્કીલ સેન્ટર સ્થાપવા જઈ રહ્યો છે.

આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ શાહ, કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદના અગ્રણીઓ, શુભેચ્છકો, દાતાઓ તેમજ સામાજિક અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Three-day Sports Carnival: રાજ્યગૃહ મંત્રીના હસ્તે ‘૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨’ના ભાગરૂપે ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’નો રંગારંગ શુભારંભ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.