Tenis press

Darts Tournament Gujarat: ગુજરાતમાં પ્રથમ ડાર્ટ્સ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ

અમદાવાદ, 04 જૂનઃ Darts Tournament Gujarat: યુરોપિયન દેશોમાં ડાર્ટ્સની રમતની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ રમત યુકે, નેધરલેન્ડ્સ, જર્મની અને બેલ્જિયમ દેશોમાં લોકપ્રિય છે અને ત્યાં અન્ય રમતો જેટલી કે તેથી મોટા પ્રમાણની પ્રાઈઝમની સાથેની ઘણી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ પણ રમાતી હોય છે. ગુજરાત જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું છે ત્યારે આ રમત હવે રાજ્યમાં પણ સતત આગળ વધે તે માટે ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલે પ્રયાસ હાથ ધર્યા છે. જે હેઠળ ફેડરેશને પ્રથમવાર ગુજરાતમાં 2 પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના ક્વોલિફાયરની યજમાની હાંસલ કરી છે. આ ટૂર્નામેન્ટ 23 થી 28 જૂન 2026 દરમિયાન કર્ણાવતી ક્લબ ખાતે યોજાશે.

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના (Darts Tournament Gujarat) પ્રમુખ પ્રમેશ મોદી અને રિંજુ ઝવેરી એ કહ્યું કે,”ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ એ ભારતની પ્રથમ પ્રોફેશનલ સ્ટેટ-ઓફ આર્ટ ફેસિલિટી છે. જ્યાં ખેલાડીઓ ડાર્ટ્સની ટ્રેનિંગ મેળવવા ઉપરાંત સતત વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લઈ શકે છે. આ કાઉન્સિલ હેઠળ અમે અત્યારસુધી 1000થી વધુ શાળા-કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને તથા 500થી વધુ સિનિયર લોકોને તાલીમ આપી ચૂક્યા છીએ.

અમે વિવિધ સ્થળે રમત રમી શકાય તેવી વ્યવસ્થા પણ કરી આપી છે. કારણ કે- આ રમત સૌથી ઓછી જગ્યામાં પણ રમી શકાય છે, એકલા પણ ટ્રેનિંગ કરી શકાય છે. જે તેનું સૌથી મોટું પાસું છે. અમે ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલની એકેડમી અમદાવાદના પલોડિયા ઉપરાંત અન્ય વિસ્તારમાં પણ શરૂ કરીશું. જ્યાં મોટી પ્રાઈઝમની થકી ખેલાડીઓ રમત તરફ આકર્ષાશે. 2030 જુલાઈ માટે અમે અત્યારથી 20 કરોડના મેગા પ્રાઈઝની જાહેરાત કરેલી છે. આ રમત વ્યક્તિગત રીતે સૌથી વધુ પ્રાઈઝમની આપે છે. અમે સમયાંતરે દર સપ્તાહે, દર મહિને અને દર 3 મહિને અહીં ટૂર્નામેન્ટ યોજી ખેલાડીઓને પ્રોત્સાહિત કરીશું.”

અમદાવાદ ખાતે યોજાનારી ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં સમગ્ર દેશના 300થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ માટે રજીસ્ટ્રેશન 16મી સુધી ઓપન રહેશે. આ ટૂર્નામેન્ટમાં ગુજરાત (120થી વધુ ખેલાડીઓ) ઉપરાંત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાાળ, દિલ્હી, કર્ણાટકા, તામિલનાડુ, તેલંગાણા સહિતના ખેલાડીઓ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર નીતિન કુમાર અને અંકિત ગોએન્કા સહિતના ટોચના ખેલાડીઓ પણ ભાગ લેશે. આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં ભારતની નંબર-1 મહિલા ખેલાડી માહિ બોસમીયા પણ ભાગ લેશે, જે ફરી એકવાર ભારત માટે ક્વોલિફિકેશન સ્પોટ હાંસલ કરવાના ઈરાદે ઉતરશે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

ટૂર્નામેન્ટમાં ઓવરઓલ પ્રાઈઝમની 4 લાખથી વધુની રહેશે. આ ઉપરાંત 9 ડાર્ટમાં ગેમ પૂર્ણ કરવાના મુશ્કેલ પડકારને પૂર્ણ કરવા પર 10 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાશે. દરેક સફળ 170 ચેકઆઉટ પર 25 હજારની પ્રાઈઝમની રાખવામાં આવી છે.

Darts Tournament Gujarat: આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓમાંથી ટોપ-4 જુનિયર ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જિબ્રાલ્ટરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે સિનિયરમાં 1 ખેલાડી એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવશે. એશિયન ચેમ્પિયનશિપ એ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહોંચવાની સુવર્ણ તક રહેશે.

આ રમત વિશે વાત કરતા ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રમુખ પ્રમેશ મોદીએ જણાવ્યું હતું કે,”આ રમત યુરોપિયન દેશોમાં ફૂટબોલ બાદ સૌથી વધુ લોકપ્રિયતા અને સ્પર્ધકો ધરાવે છે. ભારતમાં કોલકાતા અને ગુજરાતમાં સુરતમાં તે સારી લોકપ્રિયતા ધરાવે છે. હવે અમે આ રમતને અમદાવાદ ઉપરાંત સંપૂર્ણ ગુજરાતમાં ફેલાવવા માગીએ છીએ.

આ માટે અમે શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસ, કોર્ટ સહિતના સ્થળોએ જાગૃકતા અભિયાન ચલાવી રહ્યાં છે. આ રમત અમદાવાદ ખાતે યોજાનાર વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં સામેલ રમતોમાંથી એક છે. આવનાર સમયમાં તે કોમનવેલ્થ ગેમ્સમાં પણ સામેલ થઈ શકે છે. આ રમત કેલ્ક્યુલેશન અને મસલ મેમરીનાં કારણે યુવાઓને મોબાઈલની લતથી દૂર રાખવામાં સફળ થઈ રહી છે.”