e7fbd5be 7f07 46d0 b34f 38b628e4bdb0

The beginning of indian cinema: જ્યારે ફાળકે બળદગાડામાં પ્રોજેક્ટર, પરદો ને ફિલ્મ લઇ શો કરવા જતા

The beginning of indian cinema: આજના સિનેમા ભારતના પિતામહ હતા ધુંડીરામ ગોવિદ કે જેમને આપણે દાદાસાહેબ ફાળકેના નામે ઓળખીએ છીએ

The beginning of indian cinema: મુંબઈના ફિલ્મ ઉદ્યોગનું ફ્રેન્ચ કનેક્શન છે. વાપરી અને મારિયસ સેસ્ટિપર યુમિયર નામના બે ભાઈનો મુંબઈ આવ્યા તેમણે તા. 7 જુલાઈ 1896 રોજ મુંબઈની વોટસન હોટલમાં એક રૂમ ભાડે લીધો. કેટલાક લોકોને સામંત્રણ આપવામાં આવ્યું અને ‘અરાઇનલ ઓફ ટ્રેન’નામની ફિલ્મ બનાવી. લોકો તેમની ધસતી ટ્રેનના દશ્યો જોઇ ચીસ પાડી ઊઠ્યા. આ ફિલ્મ ખુંવા માટે એક રૂપિયાની ટિકિટ રાખવામાં આવી હતી જે એ જમાના પ્રમાણે ખૂબ મોઘી હતી. લગભગ 10૦ માણસોએ એ ફિલ્મ નિષ્ફળી હતી. આ ફિલ્મ પ્રદર્શનના બીજા દિવસે ‘ધી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’એ લખ્યું. ‘ઑલમોસ્ટ ધી ગ્રેટેસ્ટ સાયન્ટિફિક ડિસ્ક્વરીઝ ઓફ ધી એજ.’

એ પછી લુમિયર્સ બંધુએ એ ફિલ્મ નોવેલ્ટી થીયેટરમાં દર્શાવી. જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. પૂરો એક મહિનો એ ફિલ્મ ચાલી

સિનેમાં તે નવી શહેરી લોક્સંસ્કૃતિ છે. વિશ્વમાં આજે પણ 1500થી વધુ ફિલ્મો અનેક ભાષાઓમાં બને છે. વિશ્વમાં 10 હજારથી વધુ છબીધરોમાં 15.5 મિલિયન લોકો આજે પણ ફિલ્મોને માણે છે. સિનેમાને ઘણો મોટો ઉદ્યોગ ગણવામાં આવેછે. વિશ્વભરમાં સિનેમા 30 લાખ લોકોને રોજગારી આપે છે.

ભારતમાં સહુ પ્રથમવાર લુમિપર બંધુઓએ 1896માં ભારતના લોકોને સિનેમાનો પહેલો પરિચય અને પ્રદર્શન કરાવ્યા. એ વખતે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. અત્રે એ નોંધવું જરૂરી છે કે, મુંબઈ, કોલકાતા અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના 1857માં થઈ હતી. એ જ વર્ષમાં બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતા માટે બળવો પણ થયો હતો. તે પછી 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના થઈ. એક તરફ સ્વતંત્રતા સંગ્રામ શરૂ થઈ રહ્યો હતો ત્યારે ભારતના લોકો પાશ્ચાત્ય ટેક્નોલોજી અને આઇડિયોલોજીનો સ્વીકાર પણ કરી રહ્યા હતા. એના જે ભાગરૂપે વેસ્ટર્ન કલ્ચર ધરાવતા સિનેમાનો ભારતમાં પ્રવેશ થયો. તેમાંથી જ મોર્ડન થિયેટરનો જન્મ થયો. કોલકાતામાં પહેલી પ્રોફેશનલ કંપની સ્થપાઈ. તે પછી મુંબઈમાં એ વખતે નોટકોનું જ ફિલ્મમાં રૂપાંતર થતું. શરૂઆતમાં થીયેટરના માલિકો જ ફિલ્મ નિર્માતાઓ હતા. મુંબઈમાં પારસી થીયેટર જાણીતું હતું, જે થીયેટર કંપનીઓ જાણીતી હતી. તેમાં (1) આલ્ફ્રેડ (2) કોરિન્થીઅન અને (3) ઇમ્પિરિયલ વગેરેનો સમાવેશ થાય છે.

આજના સિનેમા ભારતના પિતામહ હતા ધુંડીરામ ગોવિદ કે જેમને આપણે દાદાસાહેબ ફાળકેના નામે ઓળખીએ છીએ તે હતા. દાદાસાહેબ ફાળકેએ 1913મા પ્રથમ રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ બનાવી. એ જાણવું જરૂરી છે કે આ જ નામનું ગુજરાતી નાટક એ જમાનામાં 10 વર્ષ ચાલ્યું હતું. આ ફિલ્મ બનાવતાં દાદાસાહેબ ફાળકને અનેક મુશ્કેલીઓ પડી. તેઓ પુસ્તકો વાંચી સિનેમેટોગ્રાફી શીખ્યા. આ માટે તેઓ બે વખત લંડન ગયા હતા. તેઓ ખુદ કેમેરામેન, તેઓ ખુદ સેટ ડિઝાઇનર અને ખુદ નિર્માતા-નિર્દેશક. મજાની વાત એ છે કે દાદાસાહેબ ફાળકે એક બળદગાડામાં પ્રોજેક્ટર, સ્ક્રીન અને ફિલ્મ લઈ જુદા જુદા સ્થળે જતા અને ફિલ્મ શો યોજતા. આ રીતે તેમણે આજના ભારતીય સિનેમા ઉદ્યોગનો પાયો નાખ્યો.

દેશભરમાં દાદાસાહેબ ફાળકેની ફિલ્મની આ સફળતા તરફ મુંબઈના ઘણા મૂડીપતિઓનું ધ્યાન ખેંચાયું અને તેઓ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આકર્ષાયા. વિદેશી દારૂની આયાત કરનારા, લાકડાંની બકેટ્સ બનાવનારા, માથામાં નાખવાનું તેલ બનાવનારા, ટેક્ષટાઇલ મેન્યુફેક્ચર્સ તથા કપાસના વેપારીઓએ પણ ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવ્યું.

પહેલા વિશ્વયુદ્ધ પછી ભારતમાં પાશ્ચાત્ય ટેક્નોલોજી પ્રવેશી. રેલવે આવી, ટેલિગ્રાફીક કોમ્યુનિકેશન આવ્યું, મોટરકાર આવી, વિમાન ઉડ્ડયનનું પણ પ્રદર્શન થયું તેની સાથે સિનેમાએ પણ સ્થાન લીધું. એમાં મોટે ભાગે માયથોલોજીકલ ફિલ્મો જ બનતી. કેટલીક ફિલ્મોમાં પ્રબળ રાષ્ટ્રભાવના પણ પ્રદર્શિત થતી. બાબુરાવ પેઇન્ટરે કેટલીક સામાજિક ફિલ્મો બનાવી. એ સમયગાળા દરમિયાન (1) ગુણસુંદરી, (2) ટાઇપીસ્ટ ગર્લ અને (૩) એજ્યુકેટેડ વાઈફ જેવી ફિલ્મો પણ બની. એ વખતનું સેન્સર બોર્ડ ફિલ્મોમાં કોઈ રાજકીય થીમ હોય તો તેની પર કાતર ચલાવતું.

1920પછીના ગાળામાં પહેલી મુંબઈ, પછી કોલકાતા અને તે પછી મદ્રાસ (ચેન્નાઈ)માં સ્ટુડિયો શરૂ થયા. ફિલ્મ ઉદ્યોગનો વિકાસ જોયા બાદ 1927માં ઇન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટીની રચના થઈ. જેના અધ્યક્ષ ટી.રંગોગારિયર હતા. અત્રે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે, તા. 9 ઓક્ટોબર, 1927ના રોજ ટી. વૈચારિયર કમિટીની રચના થઇ તે જ દિવસે ન્યૂયોર્કમાં ‘ધી જાઝ સીંગર’ નામની ફિલ્મનો પ્રિમીયર શો થયો. તેના બરાબર બે વર્ષ બાદ અમેરિકામાં ‘લાઇટ ઓફ ન્યૂયોર્ક’ નામની સંપૂર્ણ 100 ટકા બોલતી ટોકી ફિલ્મ રજૂ થઈ. આ ઘટનાના બીજ બે વર્ષ બાદ ભારતની પ્રથમ ટાકી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ ભારતીય થિયેટરોમાં પ્રદર્શિત થઇ. તે ઘટના માર્ચ, 1931ની છે. ‘આલમ આરા એક નાટક પર આધારિત ફિલ્મ હતી. તેમાં 1૦ ગીતો હતાં. તે ફિલ્મનું નિર્દેશન અરદેશર એમ. દુરાનીએ કર્યું હતું. ફિલ્મમાં સાઉન્ડ આપતાં મ્યુઝિકનો જમાનો પણ શરૂ થયો. 1932માં ઇન્દ્રસભા’ નામની ફિલ્મ બની. આ ફિલ્મમાં ૭૦ગીતો હતો. આખી ફિલ્મસંગીતમય જહતી.

વિશ્વયુદ્ધના પરિણામે બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મનીમાં ફિલ્મ ઉદ્યોગ મૃતઃપ્રાય થઈ ચૂક્યો હતો. ત્યારે અમેરિકામાં હોલીવૂડને વિકસવાની તક મળી, હોલીવૂડે વિશ્વમાર્કેટ સર કરવા માંડ્યું. એ જમાનામાં કોલંબિયાની ફિલ્મ રૂા. 2૦૦૦માં ઉપલબ્ધ હતી. ભારતમાં પણ હવે છબીઘરો શરૂ થઈ ગયો હતો. 1927 સુધી ભારતનો 85 ટકા છબીઘરો માત્ર અમેરિકન ફિલ્મો દર્શાવતા હતા. આજે પણ ભારત અમેરિકાથી સૌથી વધુ ફિલ્મો આધાત કરે છે.

ભારતમાં ડી. એમ. ગાંગુલીએ ‘ઇંગ્લેન્ડ રિટર્ન્ડ’ નામની કૉમેડી ફિલ્મ બનાવી. 1913થી 1931 એ ભારતમાં મૂંગી ફિલ્મોનો જમાની હતો.

દાદાસાહેબ ફાળકેને અનુસરવાનું પ્રથમ કાર્ય જમશેદજી, ફેમજી મેડોને કર્યું હતું. તેમણે 1907માં કોલકાતામાં બાયોસ્કોપ હોલ શરૂ કર્યો હતો. તેમની પાસે યુરોપિયન ફિલ્મ્સના વિતરક હક્કો પણ હતા. ૧૯૨૦માં તેમણે ‘નળ દમયંતી’ ટાઇટલવાળી પહેલી ફિલ્મ બનાવી. આ ફિલ્મના નિર્માણ માટે તેઓ ફ્રાન્સ અને ઇટાલીથી ટેક્નીશિયનો લાવ્યા હતા.

એ જમાનામાં ભારતમાં ઝુબૈદા, જેબુન્નિસા, અર્મેલીન, ગૌહર અને ગુલાબ જેવી અભિનેત્રીઓ પ્રખ્યાત બની. અભિનેતાઓમાં માસ્ટર વિઠ્ઠલનું નામ પણ ચમક્યું. જાણવા જેવી વાત એ છે કે, રોમની એક ઇટાલિયન કંપનીએ 1925 માં સાવિત્રી નામની ફિલ્મ બનાવી. તેમાં બધા ઈટાલિયન કલાકારો હતા. ૧૯૨૫માં “પી લાઇટ ઓફ એશિયા” ફિલ્મ બની. તેમાં હિમાંશુ રાય અને સીતા દેવીની મુખ્ય ભૂમિકા હતી.

મૂંગી ફિલ્મોના એ જમાનામાં નવલ ગાંધીએ 1927માં ‘સેક્રીફાઇસ’ ફિલ્મ બનાવી. એ ફિલ્મમાં ઝુબેદા, સુલોચના અને જાલ ખંભાતા મુખ્ય ક્લાકારો હતા. આ ફિલ્મની કથા કવિવર રવીન્દ્ર ટાગોરની કૃતિ પર આધારિત હતી. દેવી કાલીને અપાતા બલિદાનના વિષય પર એ કૃતિ હતી. તે પછી મોહન ભવાનીએ ‘મૃચ્છકટિકા’ ફિલ્મ બનાવી.

1928માં ઈસ્ટર્ન ફિલ્મ સિન્ડીકેટે ‘દેવદાસ’ ફિલ્મ બનાવી, જેમાં ફણી બર્મને દેવદાસનો અને મિસ તારક બાલાએ પારોનો રોલ અદા કર્યો હતો.

તે પછી તા. 14 માર્ચ 1931માં ઇમ્પિરિયલ ફિલ્મ કંપનીએ ‘આલમ આર નામની દેશની પહેલી બોલતી-ટૉકી ફિલ્મ બનાવી. આ ચિત્રને જોઈ લોકો રોમાંચિત થઈ ગયા હતા. તે પછી ‘શીરી ફરહાદ’ ફિલ્મ બની. તે પછી ‘લયલા મજનૂ’, ‘શકુંતલા’ ‘ઇન્દ્રસભા’ ફિલ્મો બની. તે પછી ‘અરેબિયન નાઇટસ’, ‘લાલ-એ-અમન’, ‘ઝરીના ‘હન્ટરવાલી’ અને ‘યહૂદી કી લડકી’ જેવી ફિલ્મો ખૂબ લોકપ્રિય સાબિત થઈ.

વર્ષો પછી પી.સી. બરૂઆએ ‘દેવદાસ’ ફરી બનાવી. અગાઉની ‘દેવદાસ’ મૂંગી ફિલ્મ હતી. શાંતારામ અને દેવીકા બોઝે ફિલ્મોને નવું સ્વરૂપ આપ્યું. હિમાંશુ રોયની ફિલ્મ ‘અછૂત કન્યા’એ સફળતાને નવો જ સંદેશો આપ્યો. તેમજ ‘ઇજ્જત’ અને ‘નયા સંસાર’ જેવી ફિલ્મો બનાવી. કેદાર શર્માની ‘ચિત્રલેખા’ હીટ સાબિત થઈ. આ ફિલ્મ આનાતોલ ફ્રાન્સ નામના લેખકની ‘થાઈ’ કૃતિનું અનુસરણ હતું.

કોલકાતામાં પહેલો જાપાની બૉમ્બ પડ્યો અને બધું બદલાઈ ગયું. મટીરિયલની આયાત પર સરકારે નિયંત્રણ લાદયું અને તે કારણે પ્રત્યેક ફિલ્મની લંબાઈ 11,00૦ ફૂટની મર્યાદિત કરાઈ. લાયસન્સિંગ ફિલ્મ પણ દાખલ કરવામાં આવી. મોટાં શહેરમાં પ્રત્યેક છબીઘરમાં ત્રણ જ શૉ દર્શાવવાનો અને નાનાં નગરોમાં માત્ર બે જ શો બતાવ નો કાનૂન આવ્યો. આ નિયંત્રણો ફિલ્મ-નિર્માણને અંકુશમાં લેવા લાદવામાં આવ્યાં હતાં.


બીજી બાજુ ફિલ્મોના મનોરંજનની માંગ ખૂબ વધી હતી.કમર્શિયલ કંપનીઓએ તેનો લાભ ઉઠાવ્યો. તેઓ રોમાંચસભર અને ઐતિહાસિક ફિલ્મો બનાવવા લાગ્યા. તેના પરિણામે (1) ખાનદાન (2) ખજાનચી (3) મનોરમ (4) બંસરી (5) શારદા (6) હમારી બાત (7) ભરત મિલાપ (8) કાદમ્બરી (9) શંકર-પાર્વતી (1૦) બહાર અને (11) અકબર વગેરે ફિલ્મો બની. એ બધામાં બિમલ રોયે 1944માં બનાવેલી ફિલ્મ હમરાહીની ગુણવત્તા શ્રેષ્ઠ હતી

ત્યાર પછી બળેલી નોંધપાત્ર ફિલ્મોમાં કે.એ. અબ્બાસની ધરતી કે લાલ, ઉદય શંકરની ‘કલ્પના અને ચેતન આનંદની નીચાનગર નો સમાવેશ થાય છે.

પત્રકારમાંથી નિર્માતા બનેલા એસ. એસ. વાસને હિન્દીમાં સેક્સ, સેન્સેશન અને સેન્ટલમેન્ટ્સથી ભરપુર એક્ટક્યુલર ફિલ્મ ‘ચંદ્રલેખા બનાવી. તેનો સેટ્સ અને પ્રમ ન્સ જોઈ લોકો આફરીન થઈ ગયા. આ ફિલ્મે 2૦મિલિયન રૂપિયાનો વકરો કરી કો રેકોર્ડ પ્રસ્થાપ્તિકર્યો. એ ફિલ્મની સફળતા જેને વાસને નિશાન અને મંગલા ફિલ્મ બનાવી. સોહરાબ મોદીએ આન અને ઝાંસી કી રાની તથા એસ. મુખર્જીએ શબનમ બનાવી. તે પછી શાંતારામે ઝનક ઝનક પાયલ બાજે અને કે. આસિફે મુગલે-એ-આઝમ ફિલ્મ બનાવી. આ ચિત્રએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો.

જાલ, ટેક્સી ડ્રાઇવર, સી.આઈ.ડી. કાલા પાની, એક મુસાફિર એક ઇસીના એ બધી સ્યુડી રિચલીસ્ટ સામાજિક ફિલ્મોએ લોકોને રોમાંસ અને રોમાંચ પૂરાં પડ્યાં. તેમાં ‘હુમલોગ’ ‘ફૂટપાય’, ‘હમસફર’, ‘સંસાર’ ‘પૈગામ’, ‘ઇન્સાનિયત’ ‘ઇન્સાન જાગ ઉઠા જેવી ફિલ્મો દ્વારા સાંમાજિક સંદેશા દર્શાવવા પ્રયાસ થયો. એ બધામાં રાજ કપૂરના ફિલ્મ ‘આવારા’ ફિલ્મ વીથ ડિફરન્સ હતી. રાજ કપૂરની 1948માં બનેલી આગ ‘પણ એક સુંદર ફિલ્મ હતી. રાજ કપૂરે 1951માં બનાવેલી ‘આવારા’ ફિલ્મથી વધુ લોકપ્રિય બન્યા. તેમની ‘સંગમ એક સફળ ફિલ્મ હતી પરંતુ મેરા નામ જોકર માં ભારે નુકસાન કર્યું. કહેવાય છે કે ખાનગીમાં રાજ કપૂર એ જમાનામાં દાણચોર હાજી મસ્દાંતાન પાસે મદદ લેવા ગયા હતા. પરંતુ 1975માં બનેલી ‘બોબી’ ફિલ્મે તેમને ઉગારી નાખ્યા. રાજ કપૂરની અન્ય બોબી ફિલ્મોમાં ‘શ્રી 420’, ‘જાગતે રહો અને જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ વગેરેનો સમાવેશ થાય છે.

આ સમયગાળા દરમિયાન ગુરુ દત્તે 1957માં ‘પ્યાસા’ અને તે પછી ‘કાગઝ કે ફૂલ’તથા ‘સાહિબ બીબી ઔર ગુલામ બનાવી. 1970ના દાયકામાં શોલે ફિલ્મ બની અને એ ફિલ્મ મુંબઇનાં મોટા છબીઘરોમાં સતત 149 અઠવાડિયા ચાલી. તે પછી મુંબઇના એક છબીઘરમાં છ વર્ષ સુધી મેટીની શોમાં સતત ચાલી.

એ અગાઉ બિમલ રોયે બનાવેલી દો બીઘા જમીન અને મધુમતી પણ જ શ્રેષ્ઠ ફિલ્મો હતી. મૃણાલ સેને 169માં ભુવન શોમ તથા તે પછી મૃગયા આપી. સત્યજીત રોયે અગાઉ બનાવેલી પાથેર પાંચાલી અને તે પછી હિન્દીમાં બનાવેલી શતરંજ કે ખિલાડી નોંધપાત્ર ફિલ્મો હતી.

મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં શરૂઆતથી જ ગુજરાતીઓનું યોગદાન રહેલું છે. એમાં સહુથી વધુ નોંધપાત્ર ફાળો નિડિયાદવાલા પરિવારનો છે. મૂળ નડિયાદના વતની એવા એ કે, નડિયાદવાલા (અબ્દુલ કરીમ નડિયાદવાલા)એ છેક 1954ની સાલમાં હિન્દી ફિલ્મ ‘ઈન્સ્પેક્ટર બનાવી. તેમની બીજી પેઢી એ. એ. ડિયાદવાલા કે જેઓ ગફારભાઈ નડિયાદવાલા તરીકે જાણીતા છે. તેમણે પિતાનો વ્યવસાય તેનાથી આગળ વધાર્યો. શક્તિ સામતને દિગ્દર્શક તરીકે પહેલો બ્રેક પણ નડિયાદવાલાએ જ આપ્યો. ગફારભાઈ શેઠનુ નામ આજે પણ મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં આદરથી લેવાય છે. આટલા વર્ષોથી મુંબઈમાં અને તે પણ ફિલ્મ ઉદ્યોગમાં રહેવા છતાં ગફારભાઈના ઘરમાં ગુજરાતી જ બોલાય છે. ફિલ્મ ઉદ્યોગ દ્વારા તેઓ ખૂબ નામના અને ધન કમાયા હોવા છતાં તેઓ નિરાભિમાની છે. નડિયાદવાલા પરિવારે આપેલી જાણીતી ફિલ્મોમાં (1) તાજમહલ (2) મહાભારત (3) ચિત્રલેખા (4) હાથકી સફાઈ (5) રફુચક્કર (6) ભાઈ હો તો ઐસા (7) યારાના (8) હેરાફેરી (9) વેલક્મ અને (10) વેલકમ બેક વગેરેનો સમાવેશ થાય છે.

પરિવારે અત્યાર સુધી 8૦થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ગફારભાઈના નાના ભાઈ બાહીમ નડિયાદવાલાએ પણ પિતાના વ્યવસાયમાં જ ઝંપલાવ્યું હતું. હવે નડિયાદવાલ પરિવારની ત્રીજી પેઢી પણ જંગી બજેટવાળી ફિલ્મોના નિર્માણમાં વ્યસ્ત છે. નડિયાદવાલા પરિવાર તથા તેમના શુભેચ્છક હમીદભાઈ સમા વગેરે સાથે મારે વર્ષોથી ધરોબો રહ્યા. આ પરિવારે 1૦ જેટલા ગુજરાતી ચિત્રોનું અને હાલોલ ગુજરાતમાં લકી સ્ટુડિયોનું પણ નિર્માણ કર્યું. નડિયાદવાલાના નિકટના સાથી હમીદભાઈ સમા પણ કેટલીક ગુજરાતી ફિલ્મોમાં સહયોગી રહ્યા. ગફારભાઈના પિતા એ. કે નડિયાદવાલા કે જેઓ શેઠશ્રી કરીમભાઈના નામે જાણીતા હતાં તેમની સાથે મારે વર્ષો સુધી ધરોબો રહ્યો. આટલા વર્ષો પાછી પણ હવે ગફારભાઈ અને હમીદભાઈસાથે પણ એવી જ મિત્રતા ટકી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: કોરોનાના કેસ ઘટ્યાં પણ મોતનો આંકડો ત્રણ ગણો થઇ ગયો- વાંચો વિગત

Whatsapp Join Banner Guj