coronavirus testing

Gujarat Corona Update: કોરોનાના કેસ ઘટ્યાં પણ મોતનો આંકડો ત્રણ ગણો થઇ ગયો- વાંચો વિગત

Gujarat Corona Update: અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશન 2, સુરત 1, નવસારી 1, રાજકોટ 1 સહિત કુલ 7 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે

ગાંધીનગર, 15 જાન્યુઆરીઃ Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના કેસ હવે કાબુમાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના કેસ ઘટીને 9177 કેસ નોંધાયા હતા. 5404 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 846375 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે રિકવરી રેટ પણ ઘટીને 92.39 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,76,918 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 59564 એક્ટિવ દર્દી છે. જે પૈકી 60 વેન્ટિલેટર પર છે. 59504 નાગરિકો સ્ટેબલ છે. 8,46,375 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10151 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 7 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશન 2, સુરત 1, નવસારી 1, રાજકોટ 1 સહિત કુલ 7 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. 

No description available.

આ પણ વાંચોઃ PSI Exam Result: PSI ની શારીરિક કસોટીનું પરિણામ થયું જાહેર, આ રીતે જુઓ રિઝલ્ટ

No description available.
Whatsapp Join Banner Guj