Banner Rashmika chaudhari image 600x337 1

Udan: ઉડાન(પુસ્તકની પાંખે)

પ્રસ્તાવના( Udan) : પુસ્તક જીવનમાં અલગ જ સ્થાન છે.પોતાના અસ્તિત્વ કરતાં પણ એનુ મહત્વ જીવનમાં છે.દુનિયામાં આવ્યા ત્યારે નોધણી માટે ,મૃત્યુ થયા પછી પણ નોધ માટે પુસ્તકના પાનાની જરૂર પડે છે.

રચના(Udan) :મનુષ્યના જીવનનો પાયો એટલે પુસ્તક.જન્મ થયા ત્યારેથી આપણી ઓળખ પુસ્તક રૂપી પ્રમાણપત્ર પર થઈ જાય છે.વિધાતાને પણ લેખ લખવા માટે પુસ્તકને કલમની જરૂર પડી હતી.પુસ્તક વિના મનુષ્યનુ જીવન અધૂરૂ છે.મરણની નોધણી માટે પણ પુસ્તકના કાગળની જરૂર પડે છે.પુસ્તક મનુષ્યની ઊંચી ઉડાન ભરવાની પ્રેરણા પૂરી પાડે છે.સારુ લખવા માટે સારુ વાંચવુ પડે છે.પુસ્તકો મનુષ્યના જીવનનું ધડતર કરે છે.એક સારા વ્યક્તિત્વમાં પુ્સ્તકો ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે.
          

મનુષ્યનો સારામાં સારો મિત્ર કોઈ હોય તો એ પુસ્તક જ છે.એજ એના જીવનનો સૌથી સારો સાથી બનીને પગદંડીની માફક માર્ગદર્શન પૂરૂ પાડે છે.પુસ્તક વિનાનુ જીવન અધૂરૂ છે.જયારે મનુષ્ય એકલો પડે ત્યારે પુસ્તકજ એનો સાથ આપે છે.જીવનના કોઈ પણ ક્ષેત્રે
પહોચવા માટે પુસ્તકની જ જરૂર પડે છે.મનુષ્ય જયારે એકલો પડે ત્યારે એ કલમને જરૂર પકડે છે.એના મનમાં ચાલી રહ્યા તોફાનને એ કાગળ પર ઉતારે છે.

તમારા જીવન માંથી કોઈ પણ બધુ ચોરી કરી શકે છે.પણ તમારુ જ્ઞાન કોઈ ચોરી નહિ કરી શકતુ.સાહિત્યની ઊંચી ઉડાન આજે પુસ્તકો એજ આપી છે.આજે સાહિત્ય ક્ષેત્રે લખી રહ્યા લોકો પુસ્તકની પાંખોથી ઊડી રહ્યા છે.પોતાના નવજીવનનુ સર્જન કરી રહ્યા છે.એક સારો વિચાર જીવન બદલી શકે છે.પુસ્તક વિનાનુ ઘર સ્માશાન સમાન હોય છે.પુસ્તકે બધાને પાંખો આપી દીધી છે. પુસ્તકો એ  જીવનની એક દિશા  આપે છે.- ચૌધરી રશ્મીકા લલિતકુમાર `રસુ´ અમદાવાદ

આ પણ વાંચોઃ Gautam Gambhir received a threat: ગૌતમ ગંભીરની મુશ્કેલી દિવસેને દિવસે વધી, ત્રીજી વખત મળી જાનથી મારી નાખવાની ધમકી- વાંચો વિગત

Whatsapp Join Banner Guj