Gautam Gambhir received a threat

Gautam Gambhir received a threat: ગૌતમ ગંભીરની મુશ્કેલી દિવસેને દિવસે વધી, ત્રીજી વખત મળી જાનથી મારી નાખવાની ધમકી- વાંચો વિગત

Gautam Gambhir received a threat: દિલ્હી પોલીસ અને આઈપીએસ ઓફિસર શ્વેતા ચૌહાણ પણ કશું નહીં કરી શકે

નવી દિલ્હી, 28 નવેમ્બરઃ Gautam Gambhir received a threat: દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ફરી એક વખત જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.આઈએસઆઈએસ કાશ્મીર દ્વારા ગંભીરને ફરી ધમકી ભર્યો ઈ મેઈલ મોકલવામાં આવ્યો છે.

જેમાં દિલ્હી પોલીસનો પણ ઉલ્લેખ છે.તેમાં લખવામાં આવ્યુ છે કે, દિલ્હી પોલીસ અને આઈપીએસ ઓફિસર શ્વેતા ચૌહાણ પણ કશું નહીં કરી શકે.દિલ્હી પોલીસમાં અમારા જાસૂસ હાજર છે.જે તમારા અંગેની તમામ જાણકારી અમને પહોંચાડે છે.

આ પણ વાંચોઃ Tanishaa mukerji: બોલિવુડમાં કોરોનાની એન્ટ્રી, કમલ હસન બાદ કાજોલની બહેન પણ આવી કોરોના પોઝિટિવ

ગૌતમ ગંભીરને આ ત્રીજી ધમકી મળી છે.આ પહેલા મંગળવારની રાતે અને બીજી દિવસે બુધવારે પણ ગંભીરને ધમકી અપાઈ હતી.પોલીસની તપાસમાં એવો ખુલાસો પણ થયો હતો કે, ધમકીભર્યો ઈ મેઈલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો.

ઉપરા છાપરી ધમકીઓ મળ્યા બાદ ગૌતમ ગંભીરના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે

Whatsapp Join Banner Guj