banner Urja part 03

નવલકથા ઉર્જા: (Urja mann ni vaat) ઉર્જાના મનની વાત….

ભાગ 3 (Urja mann ni vaat)


    
       Urja mann ni vaat: ઉર્જાને જે વસ્તુની ચિંતા સતાવતી હતી.એ ધડી એની આતૂરતા પુર્વક રાહ જોઈ રહી હતી.આજે મજબૂત ઉર્જા થરથર કાંપી રહી હતી.

         ઉર્જાને આમ ચિંતા મા ડૂબેલી જોઈ બીનાબહેને તેને સહેજ ઢંઢોળતા કહ્યું”ક્યાં ખોવાઈ ગઈ?પેલા સરલામાસી સાથે છોકરાવાળા આવતાં હશે…જે પૂછે એનો સરખી રીતે જવાબ આપજે….હું શું કહું છું સમજે છે…ને…?”

        ઉર્જા મનમાં બબડતા કહે છે,આજે મારી સામે મારા  મમ્મી પપ્પા નહીં પણ સમાજના ઠેકેદાર ઊભા છે,પણ આ વાત હું બહુ મોડી સમજી શકી છું,અહેસાસ અપાવવા માટે તમારી ઘણી મહેરબાની.”

Advertisement

       વિચારે ચડેલી ઉર્જાને બીનાબહેન સહેજ ઢંઢોળતા કહે “બેટા ઉર્જા…ક્યાં ખોવાઈ ગઈ…હું જોવું છે,તારું ધ્યાન મારી વાતમાં નથી.તને ન ગમે તો કોઈ દબાણ નહીં કરે,પણ તું અમારી ખુશી ખાતર જોઈ તો લે…”વધુમાં બીનાબહેન કહે”બેટા ઉર્જા હું સમજુ છુંતારા મનની હાલત પણ બેટા તારા પપ્પાની સમાજમાં ઘણી ઈજ્જત છે,એ હવે તારા હાથમાં છે.”આટલું કહીને બીનાબહેન સહેજ ઢીલા પડી ગયા.
        આમ ને આમ સાંજ પડી.સરલાબેન છોકરા વાળા સાથે ઘરે આવી પહોંચ્યા.નેવી બ્લુ ઈન્ડોવેસ્ટર્ન ગાઉનમાં ઉર્જા આસમાનથી ઉતરેલી પરીથી ઓછી નોહતી લાગી રહી.બંન્ને પરિવાર અલક મલકની વાતોમાં ખોવાઈ ગયાં અને નજીક ની ઓળખાણ હોય તો પછી કહેવું જ શું રહ્યું!

          અંજનાબહેન અધવચ્ચે જ બોલી ઉઠ્યા”
પ્રણય અને ઉર્જા એકબીજાને મળી લે તો કેવું રહેશે…”બીનાબહેન અને ગોદાવરીબહેન અચકાતા ચહેરે કહે”હા…કેમ…નહીં…. જીંદગી તો એમને જ જીવવાની છે,ને આપણે કોણ છીએ…નક્કી કરવા વાળા જોડી ઉપરથી બનીને આવે છે.આપણે તો ખાલી નિમિત્ત માત્ર છીએ. આટલું કહી અંજનાબહેન ને બીનાબહેન અને ગોદાવરીબહેનને દિલાસો આપ્યો.બીનાબહેન એ હળવેકથી ટહૂકો કરતાં કહ્યું
       “ઉર્જા…બેટા બહાર ચા લઈ આવ તો…”

મમ્મીની વાત સાંભળી ઉર્જા બહાર ચા…નાસ્તો
લઈને આવી.

Advertisement

       અંજનાબહેન ઉર્જાની સુંદરતા અને વિનમ્રતા અંજાઈ ગયાં,ઉર્જા નેવી બ્લુ ઈન્ડોવેસ્ટર્ન ગાઉનમાં સુંદર લાગી રહી હતી.તેની સુંદરતા વારંવાર સૌનું ધ્યાન ખેંચી રહી હતી.
ત્યાં જ પ્રણયના મમ્મી અંજનાબહેન બોલી ઉઠ્યા”ચાંદનો કટકો છે…તમારી દિકરી બહેન…”અમારા તરફથી તો હા…જ….સમજી લેજો….

         ઉર્જા અને પ્રણયને વાતચીત કરવા અલગ રૂમમાં મોકલવામાં આવ્યા.

           ઉર્જા ન જાણે કેમ મનથી ગભરાટ અનુભવી રહી હતી. તેને પહેલાં ક્યારેક પોતાની જાતને આટલી અ સુરક્ષિત નોહતી અનુભવેલી.

Advertisement

    ત્યાં જ પ્રણયને ઉર્જા પહેલી નજરે જ ગમી ગયેલી પણ ઉર્જાના જવાબની પ્રતિક્ષા હતી.તેને એવું સાંભળવામાં આવેલું કે ઉર્જા પચાસ
છોકરાઓને રિજેક્ટ કરી ચૂકી છે,પણ મનમાં હિંમત એકઠી કરતાં કહ્યું”ઉર્જા હું ક્યારનો બોલે જાવ છું તું તો કંઈ બોલતી જ નથી મારે શું સમજવું…??”ઉર્જા ન બોલતા પણ ઘણું કહી દેતી,ઉર્જા ઓછાબોલી અને પણ વિચારો તેના ઉંડાણભર્યા હતા.તે માણસને પહેલી નજરમાં જ પૂરેપૂરો ઓળખી જતી.

પ્રણય દેખાવે હેન્ડસમ,છ ફીટ હાઈટ સિક્સ પેક બોડી સ્ટ્રક્ચર બદામી આંખો ગોરા ચહેરા ઉપર આછી દાઢી અને મૂછો  એમાં બ્લેક કલરનું બ્લેઝર તેની પ્રણયની સુંદરતા વધારો કરી રહ્યું હતું.પ્રણય સ્વભાવે દિલસાફ અને વાચાળ યુવાન હતો.તેની બોલબોલ કરવાની આદત કોઈ પણ યુવતીને આકર્ષે તેવી અદભૂત હતી.તેની સાથે રહેનાર કોઈ પણ યૂવતી પોતાની જાતને કંટાળાજનક ન અનુભવે એ બહુ નોંધપાત્ર બાબત છે.
       પ્રણય “યહુજા ઈન્ટરનેશનલ કંપની”નો માલિક હતો અને સાથે સાથે ફોટોગ્રાફર પણ હતો.તે ફોટોગ્રાફીમાં ઈન્ટરનેશનલ લેવલે અવોર્ડ જીત્યો હતો.ભગવાને તેને સુંદરતા,વાત કરવાની છટા ની સાથે પ્રતિભા પણ ભેટ આપી હતી. મમ્મી પપ્પાનો પણ સારો એવો સાથ સહકાર હતો.એટલે તો વાત જ શું કરવી!

      પ્રણય છેલ્લે ઉર્જાને કહી ગયેલો કે”હું તમારા જવાબની આખરી સાંસ સુધી રાહ જોઈશ…”પ્રણયની અવાજમાં ગજબની ભીનાશ હતી.તેની વાગ્ છટા કોઈ પણ યુવતીને આકર્ષિત કરે એ વાતમાં કોઈ નવાઈ નો હતી.ઉર્જા પણ પ્રણય તરફ આકર્ષિત થઈ રહી હતી.પણ ઉર્જા એ પોતાની જાતને સંકેલી દીધી.

Advertisement

         આ છોકરામાં કંઈ રિજેક્ટ કરવા જેવું હતું જ નહીં,ઉર્જા પણ વિચારમાં પડી ગયેલી કે શું કરવું?તે આ બાબતે નિર્ણય લેવામાં અસમર્થ હતી.

“ઉર્જાનો નિર્ણય શું હશે?”

વધુમાં હવે આગળ સોમવારે (ભાગ 4)

Advertisement

આ પણ વાંચો…નવલકથા; The journey of Sudha life: સુધાની જિંદગીની સફર

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.