Bhanuben prajapati image 600x337 1

નવલકથા; The journey of Sudha life: સુધાની જિંદગીની સફર

The journey of Sudha life (ભાગ-01)

The journey of Sudha life

પ્રસ્તાવના: આજે હું એવી એક સ્ત્રી પર નવલકથા લખી રહી છું કે જે બીજા માટે જીવી જાણે છે. પોતાનો બિલકુલ વિચાર કરતી નથી. એનો પરિવાર એનું સર્વસ્વ હોય છે. પરિવાર માટે ગમે તે કરી છૂટવા માટે તૈયાર હોય છે. એ પોતાના પરિવારને મદદરૂપ થાય તે માટે એક સારી એવી કંપનીમાં જોબ પણ કરે છે. એનું કુટુંબ એને પૂરેપૂરો સાથ પણ આપી રહ્યું છે પરંતુ જિંદગીમાં સમય જતાં એક એવા પડાવ પર આવીને ઉભી રહે છે કે એ જિંદગીની સફર કેટલાક સંઘર્ષો આવે છે એનું વર્ણન કરી રહી છું. જે પાત્રનું નામ છે સુધા અને નવલકથા છે, સુધાની જિંદગીની સફર..

એક નાનકડા ગામડામાંથી શહેરમાં એક પરિવાર પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે નોકરી માટે રહેવા માટે આવી ગયો. કારણ કે તુષાર અને સુધા ખૂબ ભણેલા હતા પણ ત્યાં નોકરી માટે ખૂબ દૂર જવું પડે તેમ હતું એટલે તેમને આખા પરિવારે શહેરમાં આવવાનો નિર્ણય લીધો હતો અને શહેરમાં તેમનું સરસ મજાનું જીવન ધીમે – ધીમે  શરૂ થયું. એ પરિવારમાં આર્થિક પરિસ્થિતિ સરસ રીતે સુધરી ગઈ હતી.

એમાં સુધા અને તેનો પતિ તુષાર બંને જણા ખૂબ જ મહેનત કરીને પોતાની જિંદગીના સોનેરી સપના જોતા હતા. સુધા એક સારી કંપનીમાં નોકરી કરતી હતી અને તુષારને આર્થિક બાબતે મદદ કરતી હતી. સુધા પર તુષાર અને તેની સાસુને ખૂબ જ ગર્વ હતો. સુધાને પૂરેપૂરી આઝાદી તુષારે આપી હતી. ક્યારેય પણ સુધા ને રોક ટોક કરતા નહોતા પરંતુ સુધાને પણ કોઇ પણ ફરિયાદ નહોતી. તેમ જ પોતાના બાળકોને પણ પૂરેપૂરો ન્યાય આપતી હતી.

સુધાને કંપનીના કામે ફોરેન જવાનું થયું અને ઘરના બધા સભ્યોની મંજૂરી લઈ તે ફોરેન ગઈ હતી અને તે આજે આવવાની હતી. તુષાર તેને લેવા માટે એરપોર્ટ ગયો. તુષાર ખૂબ જ દુઃખી હતો અને એનું એક જ કારણ હતું કે તેની પત્ની સુધા એરપોર્ટથી આવતી હતી અને તે સામે લેવા પણ ગયો હતો. એરપોર્ટમાં ખૂબ જ શોધી પરંતુ તેની પત્ની સુધા એને મળી નહીં. ફોન પણ કર્યો, પરંતુ સુધાનો પત્તો ક્યાંય પણ લાગ્યો નહીં. એ પોતાના દુઃખી ચહેરા સાથે ઘરે આવી ગયો. ઘરે આવીને જોયું તો તેના બંને બાળકો સુધા વિશે પૂછવા લાગ્યા. પપ્પા, મમ્મી કેમ ના આવી? પરંતુ તુષાર શું જવાબ આપે! કારણ કે એરપોર્ટ પર શોધીને થાકી ગયો પરંતુ સુધા મળી નહોતી.

તુષારના મમ્મી – પપ્પાએ કહ્યું : બેટા, હવે એક કામ કરીએ આપણે પોલીસ સ્ટેશનમાં જઈને તેની કમ્પ્લેન નોંધાવી દઈએ. તુષાર તેના મમ્મી પપ્પા સાથે પોલીસ સ્ટેશન ગયો અને બધી જ વાત કરી.
પોલીસે પૂછયું કે તમારી પત્ની એકલી જ કેમ ફોરેન ગઈ હતી. તમે સાથે કેમ નહોતા. એકલી તમે એને કેમ મોકલી? એવા ઘણા બધા સવાલો થવા લાગ્યા.

તુષાર કહે : મારી પત્નીને પૂરી રીતે આઝાદી આપેલી છે. મારી પત્ની એક કંપનીમાં જોબ કરતી હતી અને એ કંપનીએ તેને ફોરેન બીજી કંપની સાથે કામ કરવા માટે મોકલી હતી એ પોતાનો પ્રોજેક્ટ પૂરો કરીને પાછી વળી રહી હતી અને મને ફોન કર્યો હતો કે તુષાર તું મને એરપોર્ટ પર લેવા આવજે. હું  એરપોર્ટ પર પહોંચી ગયો પરંતુ મને મારી પત્ની સુધા મળી નહીં અને હવે એવું ક્યાં છે કે સ્ત્રીને પૂરી રીતે આઝાદી ન અપાય!

પહેલી વખત તો મારી પત્ની ફોરેન ગઈ નહોતી. પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું કે તમે ધારો છો તેટલી સ્ત્રીઓ મજબૂત થોડી છે. એ ગમે ત્યાં ભૂલી પણ પડી હોય, ” સ્ત્રી એટલે ઝાંસીની રાણી ” તમે લોકો વિચારીને એને એકદમ આઝાદ કરી નાખી છે અને પછી તમે અહીં પોલીસ સ્ટેશનમાં શોધવા માટે અમને હેરાન કરી રહ્યા છો.

તુષારના મમ્મી બોલ્યા : સુધા મારી વહુ છે અને હું જાણું છું કે મારી વહુ ” વાઘણ ” જેવી છે. એ ” ઝાંસીની રાણી ” જેવી છે. પરંતુ આજે કેમ શું થયું! એ પણ હું જાણતી નથી. મારી  વહુનો કોઇ દોષ હોય એવું મને લાગતું નથી અને તમારે તો અહીં જોબ કરવાની હોય બોલવાનું કંઈ પણ તમારે આવતું નથી.

તુષારે કહ્યું : મમ્મી તમે હવે કંઈ બોલશો નહીં. હું કમ્પ્લેન લખાવીએ અને ઘરે નીકળીએ. સૌ ખૂબ ઉદાસ થઇને વીલા મોંઢે ઘરે આવી ગયા. સુધાનો પણ પત્તો લાગતો નહોતો. પંદર દિવસ વીતી ગયા હતા. તુષારને લાગ્યું કે કદાચ હું એના કંપનીના એના મિત્ર મહેશને મળી લઉં તો મને ખબર પડશે કે આખરે કંપનીએ તેને મોકલી ક્યાં હતી… એવા ઘણા પ્રશ્નો એના મનમાં ઉદભવી રહ્યા હતા….

ભાનુબેન બી પ્રજાપતિ “સરિતા”
વધુ ભાગ-2 આગળ…..

આ પણ વાંચો…Udan: ઉડાન (પુસ્તકની પાંખે)

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *