Urja novel 26

Urja part-26: સંજના અને ઉર્જાના વણસી ગયેલા સંબંધોથી થતી ઉર્જાના જીવનમાં અસર…

પ્રકરણ:26 (Urja part-26) સંજના અને ઉર્જાના વણસી ગયેલા સંબંધોથી થતી ઉર્જાના જીવનમાં અસર…

           Urja part-26: સંજના ઉર્જાને ભાભી ન સમજતા પોતાની પ્રતિસ્પર્ધી વધુ સમજતી.એટલે ઉર્જાના કામને કેવી રીતે બગાડી શકાય તેવા પ્રયાસો એના રહેલા,પણ દરવખતે તે નિષ્ફળ નિવડતી કહેવાય છે કે હારેલા માણસને કુબુધ્ધી ઝટ સુજે,એ તો ફસાય સાથે બીજાનો પણ ગાળિયો કરાવે.

અંજનાબહેને કડકાઈથી સંજનાની પૂછપરછ કરી,”તારે કોલેજ ક્યારે જવાનું છે,એની તો તું કોઈ વાત જ નથી કરતી,વધુમાં પુછે કે
સંજના તારી પરીક્ષા ક્યારે છે,આ વાત મેં તને બે ત્રણવાર પુછી પણ તુ દર વખતે મારી વાતને ફેરવતી જ જાય છે,
જ્યારે ભણવાનું પૂછીએ એટલે વાત વાળી દે છે,હું માં હોવાના નાતે તારી બધી જ વાત સાંભળુ એટલે એનો મતલબ એવો ન સમજીશ કે મને ખબર નથી પડતી,તુ જે રીતે ઉર્જાનું કામ બગાડવા માટે લાગેલી રહે છે,એના કરતાં ભણવામાં ધ્યાન આપ તારી આ બુદ્ધિ સારા કામમાં વાપર તો પણ સારુ રહેશે,….

દિકરીને અંતિમ ચેતવણી આપતાં કહે,”મારું બધું ધ્યાનમાં જ છે,મારી આંખોમાં આંખ પરોવીને જે હોય તે સાચું કહેજે…તને ખબર જ છે કે મને ખોટું બોલનારથી ખુબ નફરત છે…જે હોય તે સાચું  કહેજે તને તારા મૃતભાઈ પ્રણયના કસમ છે….મૃતભાઈ પ્રણયનુ નામ સાંભળી સંજના કુણી તો પડી,તે કંઈ કહે એ પહેલાં જ સંજનાનો ફોન રણક્યો.સંજનાએ ફોન રિસિવ કર્યો એવી તે શું વાત થઈ કે પગ નીચેથી જમીન સરકી ગઈ.અંજનાબહેને પણ બધી વાતો સાભળી હતી,પણ સંજના સામે એવી રીતે જ રહ્યા કે તેમને કંઈ ખબર જ ન હોય એવો ડોળ કરવાનો ચાલુ કર્યો,

           તેઓને આ વાતવિશ્વાસ બહારની વાત હતી કે તેમનું લોહી એટલે કે સંજના આવી ઈર્ષ્યાની આગમાં કોઈ આવી ઓછી હરકત કરે તે પણ રાહ ભટકેલી દિકરીને સહી રાહ પર લાવવી એ મા તરીકે પોતાની પહેલી ફરજ ગણતા હતા.તેઓ તે પ્રયત્નમા લાગેલા હતા,પણ સંજના એમની એક સાભળવા તૈયાર નોહતી.

       હવે તો પાણી માથા ઉપર જતું રહ્યું,સંજના ઈર્ષ્યાની આગમાં એવી તે લપેટાઈ કે બહાર નિકળવું એની માટે હવે અશક્ય હતું.
        ગુરુવારનો સમય હતો બપોરના બાર વાગેલા,ઉર્જાને પીડા આપવા એક મોકો ન છોડ્યો ,તેના રુમમાં તેલ રેડી આવેલી,
ઉર્જા ઓફિસથી આવી બાથરૂમમાં ફ્રેશ થવા ગયેલી.એતો સંજનામા પોતાની નાની બહેન શોધતી,એને માટે તો આ વિશ્વાસ  બહારની વસ્તુ હતી કે સંજના આવું પણ કરી શકે છે તે!
જેવી બાથરૂમમાંથી  બહાર નિકળી પોતાના રૂમમાં આવી તેવો જ ઊર્જાનો પગ લપસ્યો ઉર્જાને માથાના ભાગે ઈજા થતા અંજનાબહેન અને પારિતોષભાઈએ આ બાબતે વધુ જોખમ ન લેતાં ઉર્જાને ઘાયલ અવસ્થા જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.
         એકપળ માટે તો સૌના શ્વાસ પણ થંભાઈ ગયેલા”ઉર્જા બચશે કે કેમ??અંજનાબહેનને હિંમત એકઠી કરીને ડોક્ટરને વિનંતી જરૂરી  પુછપરછ કરતાં કહે ‘ઊર્જા કેમ છે,મારી દિકરી ઠીક તો છેને એ સરખી તો થઈ જશે ને કંઈ ચિંતા જેવું તો નથી ને…??”અંજનાબહેનના મનમાં શોકના વાદળો બંધાઈ રહેલા….

અંજનાબહેનની વાતનો ડો.પત્યુત્તર આપતાં કહે “તમે સારુ બહેન સમયવેળાએ પહોંચી ગયા,નહીં તો પેશન્ટની જાન જઈ શકતી હતી,લોહી પણ ખાસ્સું વહિ ગયું છે,નહીં તો અમારા હાથમાં આ કેશ નહીં રહે,અંજનાબહેને પુછ્યું કે ડો,કયુ બ્લડગ્રુપ જોઈશે…ઓ નેગેટીવ….અંજનાબહેન પણ અસમંજસમાં પડી ગયા હવે તો શું થશે,અંજનાબહેનની આંખોમાથી આંસુ સુકાવવાનુ નામ નોહતા લેટ પણ ત્યાં જ હોસ્પિટલમાં એક યુવતી ત્યાં ચાલતી આવી “સર ખરાબ ન લગાડો તો એક વાત કહું?”
ડો.એ એની વાત જણાવામા રસ લેતા હોય તેમ કહ્યું. હા….જી…કહો….શું કહેવું છે જલ્દી કહો પેશન્ટ જન્મમૃત્યુની સૈયામા છે.”

એ અજાણી યુવતીએ પોતાની વાત રજૂ કરતાં કહ્યું”મારું બ્લડગ્રુપ પણ ઓ નેગેટીવ જ છે,હું બ્લડ આપવા તૈયાર છું.
ઉર્જાને એ અજાણી યુવતીએ બ્લડ આપ્યું .એ યુવતીના બ્લડની બોટલ અંજનાબહેનને હવે થોડી હાશ થઈ,

આ જોઈ અંજનાબહેન તો આકુળ વ્યાકુળ થઈ ગયા,ઉર્જાના શરીરમાં વિકનેશ હોવાથી અંજનાબહેન તેની પાસે હોસ્પિટલમાં રોકાયા હતા,અંજનાબહેનના પ્રેમ અને હૂંફે ધીરે ધીરે ઉર્જામાં હામ ભરી,ઉર્જા હવે ઠીક થઈ રહી હતી.અંજનાબહેન પેલી અજાણી યુવતી સામે હાથ જોડી આભાર માનતા કહે”દિકરી તે મારી પુત્રવધુની જીંદગી બચાવી,તે મારા પર કેટલો ઉપકાર કર્યો એ તુ નથી જાણતી,હું તારા આ ઉપકારનો બદલો કેવી રીતે ચુકવુ મને તો એ નથી સમજાતું…..”

       એ અજાણી યુવતીએ વિનમ્રતાપુર્વક કહ્યું”દિકરી દિકરી કહી વડીલો હાથ ન જોડે માત્રને માત્ર આશીર્વાદ જ આપે.તમારે હાથ જોડી મને શું પાપમાં પાડવી છે માસી…મિત્ર મિત્ર એકબીજાના કામમાં ન આવે તો કોણ આવે…?મને કહો તો……”

આ સાંભળી અંજનાબહેન વિચારમા પડી ગયા “તું ઉર્જાની ફ્રેન્ડ…..??તું ઓળખે છે મારી દિકરી ઉર્જા ને…..”

અજાણી યુવતીએ કહ્યું હા….માસી બિલકુલ તમે હવે જરાય ચિંતા ન કરો,ઉર્જાને હોશ નહીં આવે ત્યાં સુધી હું તમારી જોડે જ રહે….”
ત્યાં જ ઓપરેશન થિયેટરમાંથી ડો આવ્યા ત્યારે અંજનાબહેને હાફળા ફાફળા થઈ પુછ્યું “કેમ છે?મારી દિકરી ને…હવે તે ઠીક તો થઈ જશે ને સાહેબ…”

ડૉ.ના ચહેરા પર પ્રસન્નતા. સાફ વંચાઈ રહી હતી.ડૉ.એ અંજનાબહેનની વાત નો જવાબ આપતાં કહ્યું હવે.માસી ચિંતા જેવું કંઈ નથી પેશન્ટ હવે ઠીક છે,જો તમે થોડુક પણ મોડું કર્યું હોત તો આમનો જીવ પણ જાત પરંતુ હવે તેમને હોશ આવે એટલે મળી શકો છો…”અંજનાબહેનની ખુશીનો કોઈ પાર ન રહ્યો…

ઉર્જાને મળવા તેના રુમમાં ગયા.પેલી યુવતી પણ સાથે આવી…”ઉર્જા ઓળખે છે કે નહીં,ઓળખાણ પડી કે નહીં…”આટલું કહીને યુવતી વાતે વળી ગઈ.

ઉર્જાએ ઉંડાણપુર્વક વિચારતા કહ્યું “અરે….હા….યાદ આવ્યું ચહેરો તારો યાદ છે….પણ નામ નથી યાદ….અરે…વાતો આપણે પછી કરીશું તું આરામ કર તબિયત સાચવ…”આટલું કહીને યુવતી તેની પાસે બેઠી.ઉર્જાની લથડી ગયેલી તબિયત પૂછવા બીનાબહેન અને દિલીપભાઈ હોસ્પિટલમાં દોડી આવ્યા…

    અચાનક મમ્મી પપ્પાને જોઈ ઉર્જાની આંખમાં અશ્રુ રોકાવવાનુ નામ નોહતા લેતા.અંજનાબહેને તેમના વેવાઈ અને વેવાણને આવકાર્યા ને તેમની માફી માંગી…
બહુ વાતચીત પછી બાદ ઓળખાણ પડી કે”
એ અજાણી યુવતી બીજી કોઈ નહીં પણ ઉર્જાની કોલેજ ફ્રેન્ડ મીલી હતી.બંન્ને મિત્રો કોલેજની દુનિયામા પરત ક્યારે પહોંચી ગઈ,એની ખબર જ રહી.
        
      ઉર્જા આરામ કરી રહી હતી,અંજનાબહેન એની દિકરીની જેમ કાળજી લઈ રહ્યા હતા.આ જોઈ ઉર્જાની ખુશીઓથી આંખો ભરાઈ આવી,પણ આ દ્રશ્યે સંજનાને વધુ પાગલ કરી નાંખેલી.તેને હવે નવી યુક્તિ વિચારી ઉર્જાને હરાવવાની.ઉર્જાને તકલીફ આપી સંજનાના દિલને ખુબ ઠંડક થતી.

     આ યુક્તિ નિષ્ફળ ગઈ તો શું થયું “સંજનાએ ઉર્જાને જાનથી મારી નાંખવા માટેની બીજી યોજના ઘડી.જે પહેલાં ભૂલ કરી એ હવે નહીં થાય એની તજવીજમા લાગી ગઈ.પણ અફસોસ એમાં ય તે સફળ ન થઈ શકી.

    અંજનાબહેન અને પારિતોષભાઈને પણ સંજનાની દાનત ખબર પડી ત્યારે એમને પણ સમજ બહાર થઈ ગયું કે એમની દિકરી આટલી હદે જાય એ બાબત તેઓ માની પણ નોહતા શકતા…”સંજનાએ તો આપણને જીવતા જી  મારી નાખ્યા,આપણી દિકરીને એવી તો શું જરૂર પડી કે પોતાની માં સમાન ભાભીને પણ મારતા તે પાછી ન પડી….આજ આપણી સંજના છે… અંજનાબહેન અને પારિતોષભાઈ આટલું કહી ખુબ રડ્યા…જાણતા હતાં,અંજનાબહેને પણ તેમની વ્હાલસોયી સંજનાને ખુબ સમજાવી પણ અફસોસ સંજના કોઈનું પણ માને તેમ નોહતી…પછી છેવટે ઈશ્વર પર છોડી દેવામાં આવ્યું…
તેઓ આવનાર પરિણામથી ચિંતિત હતા.તેમને આજ પોતાની પરવરિશ પર આજે શરમ આવી રહી હતી,તે મનોમન ઉર્જાને કરગરી રહ્યા હતા.
આગળનું કદમ ઉર્જાનુ શું હશે એ તમે ભાગ નં 27મા જોઈએ શકશો….હવે આપણે મળીએ ભાગ નં 27માં ત્યાં સુધી ટાટા બાય…..બાય……

આ પણ વાંચો..Jindagi ek safar: કોઈ પોતાનું રૂઠ્યું તો કોઈ અંગત છૂટ્યું

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *