anand mahindra gifted to idli amma

Anand mahindra gift to idli amma: આનંદ મહિન્દ્રાએ 1 રૂપિયામાં ઈડલી વેચતા ‘ઈડલી અમ્મા’ને આપી ખાસ ભેટ, 3 વર્ષ પહેલા કર્યો હતો વીડિયો શેર

Anand mahindra gift to idli amma: 85 કરતાં પણ વધારે ઉંમરના આ મહિલા છેલ્લા 3 વર્ષથી પોતાના વિસ્તારમાં કામ કરતા પ્રવાસી મજૂરો અને અન્ય લોકોને માત્ર એક જ રૂપિયામાં ઈડલી વેચે છે ઇડલી અમ્મા

નવી દિલ્હી, 08 મેઃAnand mahindra gift to idli amma: મોટા માણસ એમ જ મોટા નથી બનતા, તેમના મહાન કાર્યોના કારણે મોટા બને છે. આજે મધર્સ ડેના પ્રસંગે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ઇડલી અમમાને એક ખાસ ભેટ આપી છે.  વાત એમ છે કે, તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લામાં રહેતા એમ. કમલાતલ ઈડલી અમ્મા તરીકે પ્રખ્યાત છે. 85 કરતાં પણ વધારે ઉંમરના આ મહિલા છેલ્લા 3 વર્ષથી પોતાના વિસ્તારમાં કામ કરતા પ્રવાસી મજૂરો અને અન્ય લોકોને માત્ર એક જ રૂપિયામાં ઈડલી વેચે છે.

માત્ર એક ટ્વિટ કારણે આનંદ મહિન્દ્રાને ઈડલી અમ્મા સાથે ગાઢ સંબંધ બંધાયો હતો. આનંદ મહિન્દ્રાએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘અમારી ટીમ શુભેચ્છાને પાત્ર છે જેણે નિર્ધારિત સમયમાં ઘરનું નિર્માણ કાર્ય પૂરૂ કરીને ઈડલી અમ્માને મધર્સ ડે પર તેની ભેટ આપી. તેઓ માતાના ગુણ- પોષણ, દેખભાળ અને નિસ્વાર્થતાના અવતાર સમાન છે. તેમને અને તેમના કામને સહારો આપવાનું સૌભાગ્ય સાંપડ્યું. તમને સૌને મધર્સ ડેની શુભેચ્છાઓ.’ આ સાથે જ તેમણે એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે આનંદ મહિન્દ્રાએ 10 સપ્ટેમ્બર 2019ના રોજ ‘ઈડલી અમ્મા’નો એક વીડિયો શેર કર્યો હતો. તે સમયે તેમણે ‘ઈડલી અમ્મા’ને બિઝનેસમાં ઈન્વેસ્ટ કરવાની અને લાકડાના ચૂલાના બદલે ગેસ સ્ટવ આપવાની વાત કરી હતી. આનંદ મહિન્દ્રાની ટીમ જ્યારે ‘ઈડલી અમ્મા’ને મળવા ગઈ ત્યારે તેમણે એક નવા ઘરની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઈચ્છાને માન આપીને આનંદ મહિન્દ્રાએ પોતાનું વચન નિભાવ્યું છે. 

આ પણ વાંચોઃ Aadhaar Update: હવે નહી ચાલે આ રીતનુ આધાર કાર્ડ UIDAI એ આપી આ મહત્વની સૂચના

આ પણ વાંચોઃ Mother’s day 2022: આ રીતે થઈ મધર્સ ડે ની શરૂઆત? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

Gujarati banner 01