Shaimee oza part 13

ઉર્જા અને પ્રણયના લગ્નજીવનમાં પ્રેમનું આગમન (Urjanu ane Pranay lagna jivan part-2)

પ્રકરણ:13 પ્રણય અને.ઉર્જાના લગ્નજીવનમાં પ્રેમનું આગમન…ભાગ 2(Urjanu ane Pranay lagna jivan part-2)
          

Urjanu ane Pranay lagna jivan part-2: તેઓ સ્ટેશનમા લક્ઝરીની રાહ જોઈ રહ્યા હતા.તેમને ડબલમાળની લક્ઝરીનું રિઝર્વેશન કરાવેલું,રસ્તો જંગલથી ગીચ અને ઝાડી ઝાંખરાવાળો હતો.આ રસ્તો “ભૂતિયા રસ્તા”ની કેટેગરીમાં આવે તેવો કહી શકાય.સૌ મુસાફરો પોતપોતાની સીટ પ્રમાણે ગોઠવાઈ ગયા.સૌ મુસાફરો પોતપોતાની ધૂનમાં મસ્ત હતા, કોઇ કોઈની ઝંઝાવાતથી પર હતાં.અમાસની રાત હતી.શિયાળની લાડી અને કૂતરાનુ અચાનક રડવું સૌ મુસાફરોના દિલમાં ભય પેદા કરી રહ્યુ હતું, કોઈ હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યું હતું તો કોઈ નિંદ્રામાં લીન હતું.તો ઉર્જા અને પ્રણય પોતાની સ્વપ્ન નગરીમાં ખોવાઈ ગયેલા હતા.ઠંડીનો સુસવાટાભર્યો અવાજ ઉર્જાના દિલમાં ભય પમાવી રહ્યો હતો.

        અમાસની રાત્રીમાં લક્ઝરીની લાઈટ અજવાળું આપવાનું કામ કરી રહી હતી.
         
        આટલી ઠંડીથી સ્વેટર અને મફ્લર પણ રક્ષણ આપવા માટે અસમર્થ પૂરાવાર થઈ રહ્યા હતા.ઉર્જા સ્વપ્ન નગરીમાં થી બહાર આવી પ્રણય સાથે વાતોમાં ખોવાઈ ગઈ.
ઉર્જા ઠંડીથી કડસતી હતી.પ્રણય તેના માસૂમિયતભર્યા ચહેરાને એકટશે નિહાળી રહ્યો હતો.

       કાતિલ ઠંડી અને મોબાઈલમાં વાગી રહેલુ રોમેન્ટિક સોંગ રોમ રોમમા  આનંદની અનુભુતિ આપી રહ્યું હતું.ઉર્જાને અચાનક ઝોકું આવી ગયેલું,ઉર્જાએ નિંદ્રામા બબડતા કહ્યું,”પ્રણય તમે અહીં જ રહેજો મને છોડીને ક્યાય નો જાતા…આ રસ્તો જાણે મને ખાવા ન આવતો હોય તેવો ભય થાય છે,ડરામણો રસ્તા પર ટર્ન આવતા મન મારું ગભરાહટ અનુભવે છે,પ્લીઝ…તમે…”આટલુ કહેતાની સાથે ઉર્જાના અવાજમાં ધ્રુજારી વર્તાઈ રહી હતી.

         “અરે…ઉર્જા…તુ ચિંતા ન કર હું અહીંયા જ છું,રિલેક્સ…રિલેક્સ…
ઉર્જા,હું છું ને તારી સાથે ચાલ હવે ડરીશ નહીં.”
વધુમાં પ્રણય કહે”તારા જેવી સિંહણ આવી નાની નાની વાતે ભાંગી પડે એ યોગ્ય ન કહેવાય.ચાલ હવે કંઈ નહીં થાય ઉર્જા હિંમત રાખ,અને જો અમદાવાદ હવે 56 કિમી જ છે.માય ગૂડ ગર્લ…ચાલ હવે નિશ્ચિત થઈ સુઈ જા.”
       
      ઠંડીના તેજીથી આવેલ ઝોકાથી ઉર્જા સફાળી ઝબકીને જાગી ગયેલી.
પ્રણય તેને પ્રેમથી સૂવાડી રહ્યો હતો.આ દ્રશ્ય બહુ અદભૂત લાગી રહ્યુ  હતું.
         
      તે મીંચાયેલી આંખે પણ ઉર્જા સોહામણી લાગી રહી હતી.

આ પણ વાંચો…Begum para: અભિનેત્રીના દેહ પરથી બ્લાઉઝ સરી પડ્યો અને…

       અમદાવાદ નજીક છે,આટલું સાંભળ્યા પછી ઉર્જા હાશકારો અનુભવી રહી હતી.

        ઠંડીની આવી રહેલી લહેરખી ઉર્જાની નિંદ્રામા ખલેલ પહોંચાડી રહી હતી.પ્રણય તેના માથાને સહલાઈ રહ્યો હતો. ઠંડી દ્વારા મુકાતી માઝા તેની ઊંઘમાં ખલેલ પહોંચાડી રહી હતી.પરંતુ પ્રણયનો વ્હાલભર્યો સ્પર્શ તેને ઠંડી ની ખલેલમા પણ તેને આનંદની અનુભુતિ કરાવી રહ્યો હતો.

        “ઓય…પ્રણય કેટલી વાર છે અમદાવાદ આવવામાં?તમને ઊંઘ નથી આવતી સુઈ જાવને મને તો ઠંડીના કારણે ઊંઘ જ નથી આવી રહી.”આટલું કહેતાની સાથે ઉર્જા બેબાકળી બની ગયેલી.”
          ” અરે…મારી વ્હાલી ઉર્જા ધિરજ રાખ અમદાવાદ હવે 46કિમી જ દૂર છે.”આટલું કહી
કાચી નિંદ્રામાં જાગી ગયેલી ઉર્જા માટે પ્રણયના હૂંફાળા આલિંગનરુપી પથારી કાફી હતી.
       પ્રણય એના ચહેરાની બેચેનીનું કારણ પ્રણય સમજી ગયેલો.
        
       ઠંડીથી કાંપતી ઉર્જાએ અચાનક જ પ્રણયના મજબૂત આલિંગનમાં જકડાઈ ગઈ,તે કાચી ઊંઘમાં હોવાથી તેને કોઈ ભાન હતું નહીં.પ્રણય બેકાબુ થઈ ગયેલી ઉર્જાને સંભાળી રહ્યો હતો.પ્રણયનું શરીર ઠંડીથી કાપી રહ્યું હતું.
        
       ઠંડીથી ધ્રુજી રહેલા બે યુવાન હૈયા માટે એકબીજાનો પ્રેમભર્યો સાથ જ પૂરતો હતો.
         
         ગણતરીના કલાકોમાં ક્યારેય  અમદાવાદ આવી ગયું એની ખબર જ રહી.અમદાવાદના સ્ટેશને આવી ગયા પછી પ્રણય અને ઉર્જા અને પ્રણયના ચહેરા પર ખુશીની સાથે મોટી મુશ્કેલીઓ સામે માત આપીને ન આવ્યા હોય તેવો નિરાંત શ્વાસ લેવાઈ રહ્યો હતો.

       “ઉર્જા જોજે કંઈ રહી તો નથી ગયું ને.”પ્રણયના આ શબ્દો જાણે આજાણે તન્મયાની યાદ અપાવી રહ્યા હતા.આ યાદ કરતાંની સાથે ઉર્જાની આંખો નમ થઈ ગઈ.”

વધુ ભાગ-14 આગળ…..

શૈમી ઓઝા “લફઝ”

Gujarati banner 01


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *