Devendra Patel part 4

Begum para: અભિનેત્રીના દેહ પરથી બ્લાઉઝ સરી પડ્યો અને…

Begum para: નવી પેઢીને કદાચ આ નામની પહેચાન નહીં હોય. બેગમ પારા હૉલીવૂડની એક અભિનેત્રી હતી. કુદરતે એને જબરદસ્ત શરીરસૌષ્ઠવ આપ્યું હતું. ભારતનું ફિલ્મ સેન્સર બોર્ડ એ જમાનામાં અત્યંત રૂઢિચુસ્ત હતું. બેગમ પારાને કુદરતે ઉન્નત વક્ષઃસ્થળ આપ્યાં હતાં. ફિલ્મના એક દશ્યમાં એનાં વૃક્ષઃસ્થળ કે જે વસ્ત્રોથી ઢંકાયેલાં હોવા છતાં એનું કદ જોઈને ભારતીય સેન્સર બોર્ડે ફિલ્મને રોકી રાખી હતી. સેન્સર બોર્ડને બેગમ પારાના વક્ષઃસ્થળ સામે વાંધો હોઈ બેગમ પારા ખુદ સેન્સર બોર્ડના સભ્યો પાસે પહોંચી ગઈ હતી અને તેમની સમક્ષ પોતાનું બ્લાઉઝ ફાડી નાંખતાં વક્ષઃસ્થળ બતાવી કહ્યું હતું કે, ‘કુદરતે મને આ જ રૂપ આપ્યું છે તો તેમાં તમને શું વાંધો છે?’

બેગમ પારા(Begum para)નું અતિ આકર્ષક પણ રૌદ્ર સ્વરૂપ જોઈ સેન્સર બોર્ડ પણ ચકિત થઈ ગયું હતું. બરાબર આવું જ એ જમાનામાં હૉલીવૂડમાં બન્યું હતું. ૧૯૪૦નો એ સમય હતો. જેન રસેલ નામની એક અભિનેત્રી એ જમાનાનો સેક્સ બૉમ્બ ગણાતી હતી. મેરિલિન મનરો તો તેનાં ઘણા વર્ષો પછી આવી. આ તેના પહેલાંની વાત છે. જમાના મશહૂર ફિલ્મ નિર્માતા હાવર્ડ હ્યુજીસે જૈન રસેલ સાથે ફિલ્મોમાં કામ કરવા માટે સાત વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. હાવર્ડ હ્યુજીસ જેન રસેલને લઈને ‘ધી આઉટ લૉ’ નામની ફિલ્મ બનાવી હતી.

‘આઉટ લૉ’ શબ્દ બહારવટિયાઓ માટે વપરાય છે. આ ફિલ્મ આમ તો ૧૯૪૧માં તૈયાર થઈ ગઈ હતી, પરંતુ અમેરિકાના સેન્સર બોર્ડે ફિલ્મ સામે વાંધો લીધો હતો. ફિલ્મમાં મારામારી હતી તે માટે નહીં પરંતુ અમેરિકાના સેન્સર બોર્ડને પણ જેન રસેલના વક્ષસ્થળ સામે વાંધો હતો. ફિલ્મના એક દશ્યમાં જેનરસેલનું ઉપરનું બ્લાઉઝ એક ખભા પરથી નીચે ખરી પડેલું દર્શાવવામાં આવ્યું હતું અને તે જ દશ્યનાં પોસ્ટરો હોલીવૂડમાં લગાડવામાં આવ્યાં હતાં. (આ કટારમાં જેન રસેલની એ ઐતિહાસિક તસવીર મૂકવામાં આવી છે.) આ છબી આજના સમય પ્રમાણે વાંધાજનક ગણાતી નથી પરંતુ ૧૯૪૦ના જમાનામાં અમેરિકનો પણ રૂઢિચુસ્ત હતા. એ વખતે જેન રસેલ માત્ર ૧૯ વર્ષની જ હતી. અમેરિકન ગ્રેન્સર બોર્ડ જેન રસેલનાં આવા ઉન્નત વક્ષ:સ્થળ સાચાં હોવા વિશે શંકા વ્યક્ત કરી રહ્યું હતું.

માત્ર સેન્સર બોર્ડ જ નહીં પરંતુ રોમન કેથલિક ચર્ચને પણ આ પ્રકારે વક્ષસ્થળ બતાવવા સામે વાંધો હતો. જેને રસેલે પોતે જ પોતાના વાઈટલ સ્ટેટિસ્ટિક્સ જાહેર કરતાં કહ્યું હતું કે, ‘મારા વાઈટલ સ્ટેટિસ્ટિક્સ ૩૮-૨૪-૩૬ છે. એટલે કે બ્રેસ્ટ ૩૮, કમર ૨૪ અને હીપ્સ ૩૬ની સાઇઝના છે. ફિલ્મના ડાયરેક્ટરે પણ જાહેર કર્યું હતું કે જેન રસેલ માટે સમારે ખાસ પ્રકારનું અંતરવસ્ત્ર બનાવવું પડ્યું હતું. ખબ સંઘર્ષ બાદ છેક ૧૯૪૩માં આ ફિલ્મ સાન-ફ્રાન્સિસ્કોમાં દર્શાવવાની પરવાનગી મળી હતી અને નવ અઠવાડિયાં ચાલી હતી. પરંતુ ૧૯૪૧માં બનેલી આ ફિલ્મને છેક ૧૯૪૭માં ન્યૂયોર્કમાં પ્રદર્શિત કરવા દેવામાં આવી હતી. અમેરિકાના સેન્સર બોર્ડે ૧૯૫૦સુધી આખા દેશમાં ફિલ્મ પ્રદર્શિત કરવા મંજૂરી આપી નહોતી. આ ફિલ્મ કોઈ ઉત્કૃષ્ટ કક્ષાની નહોતી પરંતુ એક ખભા પરથી સરીપડેલા બ્લાઉઝના કારણે જેનરસેલ સ્ટાર બની ગઈ હતી.

જૈન રસેલનો જન્મ તા. ૨૧ જૂન ૧૯૨૧ના રોજ અમેરિકાના નોર્થ ડાકોટામાં થયો હતો. તેનું આખું નામ અર્નેસ્ટાઇન જેન જીરાલ્ડીન રસેલ હતું. તેના પિતાનું નામ ટોમ વિલિયમ રસેલ હતું. આમ તો તેનાં દાદા-દાદી કેનેડાનાં હતાં. તેના પિતા અમેરિકન આર્મીમાં ફર્સ્ટ લેફટન્ટ હતા. જેનની મા એક્ટ્રેસ હતી. પરંતુ લગ્ન બાદ જૈન તેની માના ઉદરમાં હતી ત્યારે તેઓ અમેરિકા આવી જતાં જેનનો જન્મ અમેરિકામાં થયો હતો અને તે અમેરિકન નાગરિક બની ગઈ હતી. તે પછી આખોયે પરિવાર દક્ષિણ કેલિફોર્નિયાના સાન ફર્નાન્ડા વેલી ખાતે રહેવા જતો રહ્યો હતો.

જેન રસેલનાં માતાએ તેને પિયાનો શીખવા એક સંગીત સ્કૂલમાં મોકલી હતી. સંગીત શીખવાની સાથે સાથે જૈન રસેલે નાટકોમાં ભાગ લેવા માંડ્યો હતો. તે વખતે તે હાઈસ્કૂલમાં ભણતી હતી. શરૂઆતમાં તે ડિઝાઇનર બનવા માંગતી હતી. એણે કારકિર્દીની શરૂઆત રિસેપ્શનીસ્ટ તરીકે શરૂ કરી હતી. તે પછી તેણે મોડેલિંગ શરૂ કર્યું.

6 Facts About Begum Para, One Of Bollywood's Most Legendary Actresses Ever
અભિનેત્રી બેગમ પારા

તે ૧૯ વર્ષની હતી ત્યારે એક ડૉક્ટરની ઓફિસમાં કામ કરતી હતી તે વખતે હોલીવૂડના મૂવી મુગલ બાવર્ડ હ્યુજીસ સાથે તેનો પરિચય થયો હતો અને નિર્માતાએ તેને ‘ધી આઉટ લો’ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ આપ્યું હતું. આ ફિલ્મમાં તેના દેહ પરથી સરી પડેલા બ્લાઉઝના કારણે તે નોટોરિયમ ાર ગણાવા માંડી હતી. એ પછી એ જમાનાના વિખ્યાત કોમેડિયન બોબ હોપ સાથે પણ કામ કર્યું. તેની ઉપરોકત તસવીર અમેરિકન આર્મીમાં પણ લોકપ્રિય સાબિત થઈ હતી. આ તસવીર લશ્કરના સૈનિકો તેમના રૂમ કે બંકરોમાં લગાડી

રાખતા હતા. ત્યારબાદ તેણે બે ડઝન જેટલી અમેરિકન ફિલ્મમાં કામ કર્યું. તેના ‘પેઈલફેસ’ ‘સન ઓફ પેઇલ ફેસ’, ‘જેન્ટલમેન પ્રીફર્સ બ્લોન્ડેસ’, ‘ટુ લિટલ ગર્લ્સ ફ્રોમ લિટલ રોક્સ વગેરેનો સમાવેશ થાય છે. મોટા ભાગની તેની ફિલ્મો સંગીતપ્રધાન હતી. પાછળથી તે સંગીતની દુનિયામાં આવી ગઈ હતી. ૧૯૫૭માં લાસવેગાસના એક જુગારખાનામાં તે તેનો પહેલો સોલો મ્યુઝિકલ શો આપ્યો હતો. રેડિયો પર તેના ગીતો ખૂબ લોકપ્રિય હતાં. ફ્રેન્કસિનાત્રા સાથે પણ તેનાં ગીતોની રેકોર્ડસ બહાર પડી હતી.

જેન રસેલ ત્રણ વખત પરણી હતી. તેને પોતાનું કોઈ સંતાન નહોતું તેથી તેણે અને તેના છેલ્લા પતિ બોબ વોટરફિલે એક બાળકી દત્તક લીધી હતી. ૧૯૫૨માં ફરી એક ૧૫ વર્ષના ગરીબ બાળકને દત્તક લીધો. ૧૮૫૬માં પણ ગરીબીમાં સપડાયેલા પરિવારના એક વધુ બાળકને તેમણે દત્તક લીધો, ૧૯૫૫માં જૈન રસેલે ‘વર્લ્ડ એડોપ્શન ઇન્ટરનેશનલ ફંડ સ્થાપ્યું. સંતાનવિહીન પરિવારો બાળકો દત્તક લઈ શકે તે બાબતમાં આ સંસ્થા સહાયભૂત કે થતી હતી. ખાસ કરીને બીજા દેશોનાં બાળકો અમેરિકનો દત્તક લે તેવી વ્યવસ્થા જેન રસેલ કરતી હતી. આ સંસ્થાની તે ખુદ પ્રેસિડેન્ટ હતી.

એક જમાનામાં સેક્સ બૉમ્બ ગણાતી જૈન રસેલે તેની પાછલી વયમાં હૉલીવૂડ ક્રિશ્ચિયન ગ્રુપની સ્થાપના કરી હતી. આ સંસ્થા હૉલીવૂડમાં કામ કરતા ખ્રિસ્તીઓને બાઇબલનું શિક્ષણ આપવાનું કામ કરતી હતી. પાછળથી જેન રસેલ ખુદ ક્રિશ્ચિયન ટેલિવિઝન ચૅનલ પરથી ‘પ્રેઇઝ દ લૉર્ડ’ પ્રોગ્રામ હેઠળ ધાર્મિક ઉપદેશ આપતી હતી. તે રિપબ્લિકન પાર્ટીની સભ્ય બની હતી. તે એ વખતના અમેરિકાના પ્રમુખ આઈઝન હોવરની સભાઓમાં પણ જતી હતી. શરૂઆતમાં ખૂબ શરાબ પીનાર આ અભિનેત્રી પાછળથી ટીટોટલર-વ્યસનમુક્ત બની ગઈ હતી. રસેલે એની આત્મકથામાં લખ્યું છે કે,હું વૃદ્ધ થતી હોઈ મે જીતે જ ફિલ્મો છોડી દીધી હતી. એ જમાનામાં તમે ૩૦ વર્ષની વય કુટાવી ગયા હોવ તો અભિનેત્રી તરીકે રહેવા લાયક રહેતા નથી એમ લાગતાં મેં ફિલ્મોને બાય બાય કરી દીધું હતું.’ કોઈ જમાનામાં સેક્સ બૉમ્બ ગણાતી અભિનેત્રીએ પાછલી યમાં ધર્મનો ઉપદેશ આપ્યો હોય તેવું આજ સુધી સાંભળ્યું નથી. જૈન રસેલ સાચા અર્થમાં ધાર્મિક વૃત્તિવાળી બની ગઈ હતી.

આવી જેન રસેલનું તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ ૮૯ વર્ષની વયે સાન્તા મારિયા, કેલિફોર્નિયા ખાતે અવસાન થયું ત્યારે ફરી એકવાર આખા હોલીવૂડે તેના સેન્સરશિપના એપિસોડને યાદ કરી રસેલને શ્રદ્ધાંજલિ આપી. તેના હાથ અને પગની છાપ હૉલીવૂડના વોકઑફ ફ્રેમમાં સાચવી રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ jitudan gadhvi passed away:ડાયરાના ક્ષેત્રના ભિષ્મ પિતા એવા જિતુદાન ગઢવીનું 83 વર્ષે નિધન, ગાયક હેમંત ચૌહાણે આપી શ્રદ્ધાંજલિ

Gujarati banner 01