IND v WI

Indian team wears black arm bands to mourn death of Lataji: લતાજીને ટીમ ઈન્ડિયાની શ્રધ્ધાંજલિ, કાળી પટ્ટી પહેરી ખેલાડીઓ મેચ રમવા ઉતર્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 ફેબ્રુઆરીઃ Indian team wears black arm bands to mourn death of Lataji: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સિરિઝની પહેલી વન ડે અમદાવાદમાં રમાઈ રહી છે.

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નિધન બાદ ટીમ  ઈન્ડિયા કાળી પટ્ટી પહેરીને મેચ મરવા માટે ઉતરી છે.આજે ભારતીય ટીમ માટે ઐતહાસિક દિવસ છે.કારણકે ભારત આજે 1000મી વન ડે રમી રહ્યુ છે.

જોકે ટીમના ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરીને લતાજીને શ્રધ્ધાંજલિ આપી હતી.

દરમિયાન મેચ કોમેન્ટેટર સુનિલ ગાવાસકરે પણ લતાજીના નિધનને મોટી ખોટી ખોટ ગણાવીને કહ્યુ હતુ કે, ક્રિકેટમાં તેમને ભારે રસ હતો અને તેઓ મેચ પણ જોતા હતા.

ભારતે પહેલી વન ડેમાં ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે.ત્રણ વન ડે મેચની આખી સિરિઝ અમદાવાદમાં જ રમાવાની છે.કોરોનાના કારણે સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી અપાઈ નથી.

આ પણ વાંચોઃ Begum para: અભિનેત્રીના દેહ પરથી બ્લાઉઝ સરી પડ્યો અને…

Gujarati banner 01