Urja novel part 8

નવલકથા; ઉર્જાનું લગ્ન જીવન (Urjanu lagna jivan part-2)

પ્રકરણ-8 “ઉર્જાનું લગ્ન જીવન” ભાગ-2 (Urjanu lagna jivan part-2)

Urjanu lagna jivan part-2: કુળદેવીના દર્શન કરી તેઓ માઉન્ટઆબુ તરફ વળ્યા.માઉન્ટઆબુની ફુલફેસિલીટી વાળી હોટેલમાં તેઓ રોકાયા.સાંજે પંજાબી ડિનર લઈ,તેઓ પોતાના રૂમમાં ગયા,ત્યાં તેમના જેવા આવેલા બે કપલ સાથે તેમની મિત્રતા થઈ ગઈ.ઉર્જાને તન્મયામા એક સારી મિત્ર મળી જેની આગળ ઉર્જા બધી પોતાના મનની વાત શેર કરતી.તન્મયાના મળતાવડા સ્વભાવના કારણે તે પ્રણયની પણ સારી એવી મિત્ર બની ગઈ.

     આ જોઈ પ્રણયની ખુશીનું કોઈ ઠેકાણું રહ્યું નહીં.તે ઉર્જાની નજીક આવવા માંગતો હતો.

   માઉન્ટઆબુના રસ્તાઓ બરફથી ધેરાયેલો પર્વત જે સીમલા અને મસૂરીની યાદ અપાવી રહ્યો હતો.ત્યાંનો સનસેટ પોઈન્ટ જોવાનો મોકો ઉર્જા અને પ્રણય કેમેય કરી ચૂકવા માગતાં નો હતા.

Advertisement

રાજસ્થાનના માઉન્ટ આબુમાં રહેલા મનમોહક કુદરતી સૌંદર્ય જોઈ ઉર્જાને પ્રકૃતિના ખોળે રમવાનો શોખ જાગ્યો.ઉર્જાને ખુલ્લી બારીમાંથી હાથ નિકાળી હવા સાથે રમતી જોઈ પ્રણય ઉર્જાના એજ જ માસૂમ ચહેરાની ગહેરાઈમાં ઉતરી જાતો,કાતો પોતાની સ્વપ્ન દુનિયામાં ખોવાઈ જાતો, જેમાંથી બહાર આવવું લગભગ એના માટે પણ મુશ્કેલ હતું,તે ઉર્જાને પોતાનું સર્ચસ્વ માની બેઠો હતો.તેને ઉર્જાની માસુમિયતભરી મસ્તી, અડગ નિર્ણય ક્ષમતા, બીજાને મદદરૂપ થવાની ભાવનાની સાથે પ્રતિભાશાળી વલણ જોઈ તેને ઉર્જા સાથે પ્રેમ થઈ ગયો,તે જાણતો હતો કે ઉર્જા તેને ટાળવા પ્રયત્ન કરે છે,પરિવારની ખુશી ખાતર પ્રણય જોડે લગ્ન કરેલાં,સમાજની દ્રષ્ટિએ તે ઉર્જાનો પતિ હતો.ઉર્જા પ્રણય સાથે બહુ વાત નો કરતી કામ સિવાય,”પ્રેમનું પ્રથમ ચરણ હોય છે દોસ્તી.”પ્રણય ઉર્જા સાથે દોસ્તી વધારવામાં કામયાબ રહ્યો.

         ઉર્જા પણ ધીરે ધીરે આવેગના વિચારોમાંથી પોતાની જાતને બહાર આવી રહી હતી.આવેગ એક યાદગાર અવિસ્મરણીય સ્વપ્ન છે,પણ પ્રણય હકીકત છે,આ વાત તે પોતે પણ હવે સમજવા લાગી હતી.

પ્રણયને ઉર્જાનો પ્રેમ પામવાના ઝૂનુને તેને શાનભાન ભુલાવેલુ.
પ્રણય ઉર્જાના માસુમિયતભરી મસ્તી  છલકાઈ રહેલા આ ચહેરા પાછળનું શું રહસ્ય છે!કંઈક તો છે જે ઉર્જા મારાથી છુપાવી રહી છે!પણ એનો ચહેરો “આહ…મને રહસ્ય સુધી પહોંચતા એનો માસૂમ ચહેરો વચ્ચે આવે છે શું રહસ્ય છે,ખબર નથી પડી રહી ઉર્જાનું વર્તન તેના પ્રત્યે સાવ ઓરમાયુ છે,એનું શું કારણ હોઈ શકે?એના જડ સુધી તે જરૂર પહોંચશે,ચાહે જે પણ પરિણામ આવે,પણ ઉર્જાના માસુમ ચહેરાએ તેને વિચારવા મજબૂર કરી નાંખ્યો.આમને આમ રાત વિતી ગઈ.સુર્યદેવના આગમનનો પણ સમય થઈ ગયો.
   
આટલા દિવસ સાથે હોવા છતાં તે ઉર્જાને સમજી ન શક્યો એનો વ્યંજ કોરી ખાતો હતો.તે તન્મયાને ઉર્જાની પસંદ ના પસંદ વિશે પુછ્યા કરતો.ઉર્જા અને પ્રણયને એક કરવામાં તન્મયા મદદ કરશે એવું વચન તન્મયાએ પ્રણયને આપ્યું.

Advertisement

       આમને આમ ચાર દિવસ વિતી ગયાં.

 રાજસ્થાનની કડકડતી ઠંડી ઉર્જાને હિલસ્ટેશનની અનુભૂતિ કરાવી રહી હતી.મંદ મંદ પડતો બરફ વાતાવરણને વધુ રોમાંચક બનાવી રહ્યો હતો.કડકડતી ગુલાબી ઠંડીના મસ્તીભર્યા સ્પર્શે ઉર્જા જેવી સિંહણ યુવતીને કાંપતી ભીગી બિલ્લી બનાવી દીધી હતી.અતિશય ઠંડીથી ઉર્જાના ચહેરા અને ગોરા શરીર પર આવેલી લાલાશ કોઈ દુશ્મનને પણ દિલમાં પ્રેમના અંકુર ફૂટાવે તેવી અદભૂત અને મનને હરી લે તેવી કોમળ હતી,ઠંડીથી કાંપતી ઉર્જાને પ્રણયે બ્લેન્કેટ ઓઢાડી તે બહાર ઠંડીથી બચવા તાંપણી કરવા જાય એવામાં તેનો હાથ જાણે અજાણે ઉર્જા ના શરીરને સ્પર્શ્યો,ઉર્જાનું  તાવથી ધગધગી રહ્યું હતું.ઉર્જાની આ હાલત જોઇ તન્મયાને ફોન કરી તાત્કાલિક બોલાવી લીધી.
તન્મયાનો પતિ પ્રણયનો પણ સારો એવો મિત્ર બની ગયો.

 ઉર્જાને આવી હાલતમાં છોડી બહાર જવું યોગ્ય નહીં રહે”ઉર્જા અતિશય તાવ અને ઠંડીની કાંપતી હતી,પરંતુ ઉર્જા મનમાં રહેલી ગ્લાનિવશ થઈ હોવાથી તે પ્રણય પાસે મદદ માંગતા અચકાઈ રહી હતી.પણ પ્રણય તેના મનની વાત સમજી ગયો.તન્મયા પણ આવી હતી.પ્રણયે ઉર્જાની ખરાદિલથી કાળજી લીધી હતી.આ જોઈ તન્મયા પણ ભાવુક થઈ ગઈ.

Advertisement

      પરંતુ ઉર્જાના શરીરનો તાવ ઓછું થવાનું નામ લેતો નોહતો,તન્મયા ઉર્જાના પગ દબાવી રહી હતી.

ઉર્જાના શરીરનું વધતું જતું તાપમાન પ્રણયઅને તન્મયાને ચિંતામાં મૂકી રહ્યું હતું.

        નજીકમાં કોઈ ડોક્ટર મળવા લગભગ મુશ્કેલ હતાં.તન્મયાએ પોતાના ફેમિલી ડોક્ટરનો કોન્ટેક્ટ આપ્યો.

Advertisement

        પ્રણયે ફેમિલી ડોક્ટરને ફોન લગાવ્યો,
તેમના કોન્ટેક્ટ લાંબા હોવાથી,તેમને માઉન્ટ આબુમા રહેલા ડોક્ટરને ભલામણ કરી.બહુ મુશ્કેલીથી એક ડોક્ટર પ્રણયની હોટેલમાં આવ્યાં.

વધુમાં હવે આગળ…

✍️શૈમી ઓઝા “લફઝ”

Advertisement

આ પણ વાંચો…

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-6 (Sudhani jindagini safar part-6)

Kalicharan Gandhiji statement controversy: કરના હૈ કુછ નામ, તો કરો ગાંધી કો બદનામ

Advertisement
Whatsapp Join Banner Guj