Bhanuben prajapati sarita 600x337 1

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-6 (Sudhani jindagini safar part-6)

સુધાની જિંદગીની સફર ભાગ-6 (Sudhani jindagini safar part-6)

અંજલી એ તુષારને કહ્યું : સુધાના બંને બાળકો ભાઈ તમે સોંપી દો. તે કોના સહારે જીવશે?
તુષારે કહ્યું : અંજલી તારો અને મારો સમય પૂરો થયેલો છે અને તું સુધાની ચમચાગીરી કરે છે તો તું એની સાથે જઈ શકે છે. હવે આગળ તારા માટે આ ઘરના દરવાજા બંધ છે અને સુધા માટે તો હંમેશ માટે બંધ છે અને બાળકો તો થોડા એના છે. એ બંને બાળકો મારા છે અને મારી પાસે જ રહેવાના છે. બંને બાળકો પોતાની મમ્મી જોડે જવા માટે રડી રહ્યા હતા. તુષારે કૃપા ને બોલાવીને કહ્યું આ બંને બાળકોને લઇ લેજે અને રૂમની અંદર બંધ કરી દે. હું હવે મારા બાળકોને એક મિનિટ માટે પણ સુધાને આપવાનો નથી.

સુધાએ તેના સાસુ સસરાને કહ્યું : તમે તો સાસુ એટલે મા કહેવાવો. તમે તો મને દીકરી જેવું ગણતા હતા. અચાનક મારા પ્રેમમાં ક્યાં ખોટ આવી કે આજે તમે બધા કોઈ પણ વાત સાંભળ્યા સિવાય મને તમારા લોકોથી દૂર કરી નાખી અને તમે તમારા દીકરાના લગ્ન પણ કરાવી દીધા અને તમે મને દિલથી મારી નાખી. મેં તમારા ઘર માટે મારા જીવનનું બલિદાન આપ્યું છે. મેં મારા માટે ક્યારે જીવન ગુજાર્યું નથી. પહેલા મેં તમારી ખુશીઓને જોઈ છે. આજે મને અધવચ્ચે તમે છોડી રહ્યા છો. હું કોના સહારે જીવીશ. ક્યાં જઈશ તમને પણ ખબર છે કે મારા મમ્મી – પપ્પા આ દુનિયામાં નથી. મારે ભાઈ પણ નથી જો ભાઈ હોત તો કદાચ હું એને સહારે જાત અને એના સહારે જીવન જીવી લેત.

અંજલી કહે : ભાભી, તમે શા માટે આટલી બધી આજીજી કરી રહ્યા છો. હું મારા મા – બાપ અને ભાઈને ઓળખું છું. મેં આના વિષે ઘણી બધી ચર્ચા તમારા પહેલા કરેલી છે પરંતુ એ લોકો બિલકુલ તમને અપનાવવા માટે તૈયાર નથી. તમે નાહકના એમની પાસે અપેક્ષા રાખો છો અને તુષારભાઈએ તો લગ્ન પણ કરી લીધા છે અને કૃપા જોડે ખુશીથી જીવન ગુજારી રહ્યા છે. હવે તમે અહીં કોના માટે રોકાવા માંગો છો.

સુધાએ કહ્યું : અંજલીબેન હું એક મા છું. મને મારા બંને બાળકો જોઈએ છે. હું મારા બાળકોને સહારે જીવી લઈશ. મેં કોઈનો વિશ્વાસઘાત નથી કર્યો પરંતુ ખબર નહીં તુષારે મારા પ્રેમનો બદલો કેમ આવો આપ્યો. હું તો કંપનીના કામે ત્યાં ગઈ હતી એમાં મારો શું ગુનો છે? તમારે મને જણાવું જોઈએ પછી જ મને તેમનાથી અલગ કરવી જોઈએ.

તુષાર આવીને વિડીયો સુધાની સામે દેખાડ્યો અને કહ્યું કે આ તારા રંગરંગીયા જોઈ લે તે ત્યાં જઈને અમારા કુળનું નામ ડૂબાડ્યું છે. તે પૈસા માટે પોતાને દાવ પર મૂકી છે. મેં તારા પર કેટલો ભરોસો રાખ્યો હતો અને મારા ભરોસાનો વિશ્વાસઘાત કર્યો છે. તું મારા લાયક રહી નથી અને હું તને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ જે દિવસે તને આ પુરુષ જોડે સુતેલી જોઈ ત્યારથી મારા દિલમાં તારા માટે બિલકુલ જગ્યા નથી. હવે તું અહીંથી જઈ શકે છે.
સુધાએ કહ્યું : (Sudhani jindagini safar part-6) અરે, તુષાર તમે મારી વાત તો સાંભળો! જે વિડીયો છે એમાં હકીકત શું છે. એ તમે શું જાણો છો? તમે એક વખત સાંભળો પછી તમારે જે નિર્ણય લેવો હોય એ લઈ શકો છો.

તુષારે કહ્યું : હવે સુધા તને સહેજ પણ શરમ નથી આવતી. તું પોતાનું કાળું મોં કરી આવી છે. હવે તને મારે કઈ ભાષામાં સમજાવું કે તું કેટલી નફટ સ્ત્રી છે. વિડીયો જોયા પછી તો હું તારી પર સહેજ પણ ભરોસો મૂકી શકું એમ નથી.

અંજલી કહે : ભાઈ પણ એક વખત તો તમે સુધાની વાત સાંભળો. ઘણી વખત નજરે જોયેલું પણ ખોટું હોય છે. મારી વિનંતી સાંભળો અને સુધાભાભીને એક વખત તમે સાંભળશો તો મને ખૂબ જ આનંદ થશે. એક વખત સુધા ભાભીને મોકો આપો!!!

તુષારે કહ્યું : અંજલી, તું અમારા ઘરની બાબતમાં કંઈ પણ બોલીશ નહીં. હવે તારો ને મારો સંબંધ પૂરો થઈ ગયો છે. મહેરબાની કરીને તું અહીંથી જઈ શકે છે.

સુધાએ કહ્યું : તુષાર તમારી બહેન છે અંજલી. તમે એની સાથે મારા કારણે આવી વાત ન કરો. પ્લીઝ, મહેરબાની કરીને અંજલીબેન ની માફી માંગો.

તુષારે કહ્યું : તું કયા મોઢે માફીની વાત કરે છે. તારામાં ઈજ્જત અને આબરુ છે કે નહીં હવે તમે અહીંથી નીકળી જાઓ તો વધારે સારું. કારણ કે હવે હું તમને બંનેને મારા જીવનમાંથી દૂર કરું છું. મહેરબાની કરીને આજ પછી આ ઘરના ઉંબરે આવતા નહીં.

સુધાએ કહ્યું : ભલે તમે ધિક્કારો પણ તમારી બહેન અંજલીને હંમેશને માટે સ્વીકારી લો. ક્યારેય પણ પોતાની બહેનના દિલને દુઃખી ન કરવી જોઈએ અને એ તમને જીવથી પણ વધારે પ્રેમ કરે છે. મહેરબાની કરીને હું અહીંથી નીકળી જાઉં છું પરંતુ અંજલીબેન ને તમે સ્વીકારી લેજો.

અંજલીએ કહ્યું : ભાભી જે ઘરમાં તમારી કોઈપણ ઈજ્જત ના હોય, તમારું માન ના હોય તે ઘરે મારે રહેવું નથી. હું પણ એમનું એક સંતાન છું. મને પણ સાચા ખોટાની પરખ છે. મારા કોઈ પણ સૂચનને એમને અમલમાં મૂકવું જોઈએ. એમને તમારી વાતને એક વખત સાંભળવી જોઈએ.

સુધાએ કહ્યું : બેન આપણો સમાજ આટલો બધો પાછળ છે એ તો મને આજ જોવા મળ્યું. જ્યારે સ્ત્રી પોતાના સંસારમાં રહીને સાસુ – સસરાની સેવા કરે ત્યારે સંસ્કારી..ઘર પતિને ટાઈમ સર ટિફિન પેક કરી આપે, પતિનું ધ્યાન રાખે ત્યારે સારી પત્ની ગણાય..બાળકોની પૂરેપૂરી કાળજી લે ત્યારે એક સારી માતા… કેટલા બધા એક જન્મમાં સ્ત્રીએ નામ ધારણ કરવા પડે છે છતાં દરેક નામમાં સ્ત્રી સફળ થાય છે. સ્ત્રી જ્યારે સાસુ – સસરાની સેવા કરે છે ત્યારે એ પોતે થાકી હોય તો પણ સહેજ પણ જણાવતી નથી અને ચૂપચાપ સહન કરી લેતી હોય છે. પતિના કામમાં પણ ક્યારેય ના કહેતી નથી ગમે તેટલી થાકી હોય પણ પોતાના બાળકોને વહાલ કરવાનું છોડતી નથી.

પોતે એક વસ્તુ વિના ચલાવી લે છે પરંતુ પરિવાર માટે બધી જ વસ્તુઓ હાજર કરે છે. ઘર એકલા પુરુષથી નથી ચાલતું. સ્ત્રી અને પુરુષ સંસારના બે પૈડાં છે ત્યારે તો સંસાર ચાલે છે. પૂરી વફાદારીથી સ્ત્રી ઘર ચલાવે છે છતાં પણ જ્યારે એને કોઈ તકલીફ આવે ત્યારે સીતાની જેમ અગ્નિ પરીક્ષા આપવી પડે છે પરંતુ આ કળિયુગમાં સીતા જેવી પરીક્ષા આપણે આપી શકતા નથી અને આવી રીતે આપણને ઘરમાંથી બહાર કરવામાં આવે છે.

અંજલી ભાભી હવે તમે કંઈ પણ બોલ્યા વિના મારા ઘરે ચાલો હું તમને મારા ઘરે પુરી રહેવાની સગવડ આપીશ અને હવે તમે કંઈપણ બોલશો નહીં કારણ કે આવી અડધી રાતે તમે ક્યાં જશો!
સુધાએ કહ્યું : હા હું આવીશ પરંતુ ત્યાં રહીશ નહીં કારણ કે મારા કારણે તમારે તકલીફ થાય એવું ઈચ્છતી નથી.
અંજલીએ કહ્યું : ભાભી તમે ચાલો તો ખરા પછી તમારે જે વિચારવું હોય તે વિચારજો.

સુધા ખૂબ જ કઠોર હૃદયે અંજલિના ઘરે જાય છે. વધુ આગળ ભાગ-7



ભાનુબેન બી પ્રજાપતિ ” સરિતા”

આ પણ વાંચો…Lalo: ટૂંકી વાર્તા…લાલો

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *