Naman munshi image 600x337 1

Kalicharan Gandhiji statement controversy: કરના હૈ કુછ નામ, તો કરો ગાંધી કો બદનામ

Kalicharan Gandhiji statement controversy: ભારતીય રાજકારણના શતરંજમાં જો કોઈ સૌથી વધારે ઉપયોગમાં લેવાતો શબ્દ કોઈ હોય તો એ છે “ગાંધીજી”

Kalicharan Gandhiji statement controversy: આઝાદીના ૭૫માં વર્ષમાં અને મોહનદાસના જન્મના દોઢસો વર્ષ પછી હિન્દુસ્તાનમાં બે જ ધારા વહી રહી છે, ગાંધી વિરોધ અને ગાંધી વટાવ. આ દેશમાં ગાંધીને માનવાવાળા, સન્માનવાવાળા, આઝાદીમાં તેમનું યોગદાન સમજવાવાળા લોકોની સંખ્યા જુજમાત્ર રહી ગઈ છે. રાજકારણીઓ માટે ગાંધીનું નામ મતબેંક છે તો અન્ય કેટલાક માટે ફેમસ થવાનું સાધન માત્ર.

ભારતીય રાજકારણના શતરંજમાં જો કોઈ સૌથી વધારે ઉપયોગમાં લેવાતો શબ્દ કોઈ હોય તો એ છે “ગાંધીજી”. જયારે જયારે કોઈ રાજકીય પક્ષને જરૂર પડી છે ત્યારે ત્યારે તેઓએ ગાંધીજીનો ઉપયોગ કર્યો છે. ગાંધીમાંથી ગાંધીજી અને મોહનદાસમાંથી માનવ, મહાન અને મહાત્મા બની જાય છે.  સગવડ અને જરૂરિયાત પ્રમાણે રાજકારણમાં ‘ગાંધી’ નામનું પ્યાદું બની ગયા છે ગાંધીજી. – ગાંધી વટાવ.

જયારે પણ કોઈ આંદોલનની શરૂઆત થાય ત્યારે કહેવાય છે કે ‘ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન’ પણ એ આંદોલનમાં ભારોભાર પોતાનો, પોતાના ધર્મનો કે પછી પોતાના સમાજ માટેનો સ્વાર્થ જ છુપાયેલો હોય છે. આવા છાસવારે આખા દેશમાં આંદોલન થયા જ કરે છે. અને એમાં ધીમે ધીમે હિંસા, તોડફોડ, આગજની, ખૂન ખરાબા પ્રવેશે છે. – ગાંધી વટાવ.

Kalicharan maharaj arrested

રાયપુર ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં કોઈ કાલીચરણ નામના મહારાજે મહાત્મા ગાંધીને વિલન અને હત્યારા નાથુરામ ગોડસેને હીરો ચિતરવાની ભદ્દી કોશિશ કરી છે. શા માટે ગાંધી ? ધર્મસંસદમાં ગાંધીને ટાર્ગેટ કેમ ?

ગાંધીજી ને હિંદુ વિરોધી ચીતરનારા એ વાત ભૂલી જાય છે કે ગાંધીએ રામરાજ્યની પ્રેરણા હિંદુ આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના રાજકાજથી મેળવી હતી, સત્યની પ્રેરણા રાજા હરિશ્ચંદ્ર નાટકથી તો અહિંસાનું પ્રણ જૈન ધર્મથી પ્રેરિત હતું. ગીતાના કર્મ-ફળના સિદ્ધાંતને આત્મસાત કરી, વૈષ્ણવજન ભજનને શબ્દસહઃ ચરિતાર્થ કરતા પારકી પીડાથી વ્યથિત થઇ સૂટ છોડી પોતડી ધારણ કરનાર ગાંધીજી ઇચ્છતા હતા કે ભગવદ્દ ગીતા દરેક હિન્દૂ યુવક-યુવતીએ વાંચવી જોઈએ.

ગોડસે જ નહિ કોઈપણ વ્યક્તિ માટે ગાંધીજીની હત્યા ખુબ જ સરળ અને સહેલી હતી કારણ તેઓ અહિંસાના પ્રતિનિધિ હતા, ગોડસેએ તો હિંદુ વંદન કરીને વધ કર્યો હતો. ગોડસેએ ગાંધીજી હત્યા કરીને તેમને અમરત્વ આપ્યું છે તો હિંદુઓને કલંક. ગોડસેએ તો હત્યા કરીને ગાંધીજી પર બહુ મોટો ઉપકાર કર્યો છે, નહિ તો એ રોજ રોજ થોડું થોડું મરતે.

કાલીચરણ જેવા સંતો આ રીતે ફાલતુ બબડાટ કરીને સરવાળે હિંદુઓનું જ અહિત કરી રહ્યા છે. જેમ તેમ કરીને ભેગી અને ભેળી થતી હિંદુ પ્રજા પર આવા કાલિચરણો વજ્રઘાત કરી રહ્યા છે કેમકે મોટેભાગના હિંદુઓ ક્યારેય આવી માનસિકતાના સમર્થક નથી રહ્યા. આરએસએસને બદનામ કરવા ગોડસેને આરએસએસનો સભ્ય સમર્થક ચીતરવા કોંગ્રેસ સતત પ્રયાસ કરી રહી છે હકીકતમાં જયારે ગોડસેએ આરએસએસનો ઉપયોગ કરવાની કોશિશ કરી ત્યારે ગોડસેનો વિરોધ કરવામાં આવ્યો હતો જેને કારણે ગોડસેએ આરએસએસને ‘કાયરોનું સંગઠન’ કહ્યું હતું.

આ પણ વાંચોઃ junagadh: જૂનાગઢ જીલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં મોડી રાત્રીના નશાની હાલતમાં કુલ 44 લોકો ઝડપાયા, આ સાથે વાંચો બીજા બે મુખ્ય સમાચાર

રાવણનો વધ કરનાર રામ કે કંસનો વધ કરનાર કૃષ્ણ ભગવાન તરીકે પૂજાય છે કેમ કે રાવણ અને કંસ બંને અરાજક, અસામાજિક તત્વો હતા જયારે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરનાર કોઈ કાળે, કોઈ રીતે, કોઈ સંદર્ભમાં યથાર્થ હોઈ શકે નહિ, થઇ શકે નહિ કેમ કે ગાંધીજી અરાજક ન હતા, અસામાજિક ન હતા. ગાંધીજીને તમે મહાન કે મહાત્મા માનો કે ન માનો તેનાથી ગાંધીજીને કોઈ ફર્ક પડતો નથી, પરંતુ તેમને માટે ઉચ્ચારાતા શબ્દોથી હિંદુ હિત, હિંદુ એકતાને જબરદસ્ત નુકસાન થાય છે.

પ્રધાનમંત્રી માટે જવાહરલાલ નહેરુની અને આઝાદી પછી પાકિસ્તાનની કરેલી ફેવર જરૂર ટીકાત્મક છે પરંતુ તેને માટે તેમનું આખું કેટેક્ટર ‘હરામી’ થઇ જતું નથી, આ કોઈ કાળે સ્વીકાર્ય ન થઇ શકે તેવી વાત છે.

સ્વતંત્રતાની લડત દરમ્યાન ગાંધીજી મુસ્લિમ તરફી રણનીતિ એક સ્માર્ટ મુવ હતી જેનો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપયોગ કરે છે, ગાંધીજીએ હિન્દુસ્તાનમાં હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્વનો સ્વીકાર કરીને, તેમને સાથે રાખીને આખી લડતને એક નાળચે લાવી દીધી હતી. વિચાર કરજો જો ગાંધીજીએ મુસ્લિમોને મહત્વ ન આપ્યું હોત આઝાદીની લડત કેવી વેરવિખેર ચાલતી હોત. ભારતની સ્વાધિનતા માટે સંઘર્ષમાં છેક ૧૯૨૧માં સક્રિય થયા હતા, કોંગ્રેસનું નેતૃત્વ તેમણે ૧૯૨૦માં સ્વીકાર્યું હતું ત્યાં સુધી કે ત્યાર પછી એવો કયો નેતા હતો જે સર્વસ્વીકૃત હતો. કોઈપણ એક વ્યક્તિ માટે આખું હિન્દુસ્તાન ભેગું થતું જ ન હતું.

જે લોકો ગાંધી-જિન્નાને ભાગલા માટે એલફેલ બોલે છે કે ભાંડે છે તેઓ એક વાત ભૂલી જાય છે કે એક બહુ મોટી બીમારી આ ભાગલાથી પાકિસ્તાન ચાલી ગઈ છે. પાકિસ્તાનની આજની હાલત જોઈ લેજો.

Whatsapp Join Banner Guj