Urja novel part 9

નવલકથા; ઉર્જાનું લગ્ન જીવન (Urjanu lagna jivan part-3)

પ્રકરણ:9 ઉર્જાનું લગ્નજીવન ભાગ:3 (Urjanu lagna jivan part-3)

Urjanu lagna jivan part-3: ત્યાં સુધી ઉર્જાનો ઈલાજ શરૂ કર્યો,ઉર્જાને તાવ વધી ગયેલો.ઉર્જાનુ તાવથી ઠંડુ પડી ગયેલું શરીર જોઈ પ્રણય ચિંતામા મૂકાઈ ગયેલો, તન્મયા એ તેને હિંમત આપતાં કહ્યું”પ્રણય કન્ટ્રોલ યોર સેલ્ફ,આ હાલતમા તારે મજબૂત થવું પડશે પ્રણય નહીં તો ઉર્જા ને કોણ સંભાળશે પ્રેમ અને ધિરજની પરીક્ષા આવી જ પરિસ્થિતિમાં થાય છે. મિત્ર…હું તને આમ તૂટવા નહીં.તારે હિંમત રાખવાની છે,તન્મયા પણ પ્રણયને સપોર્ટ કરી રહી હતી.ડો.આવ્યા તેમને ઉર્જાની નાળી તપાસી, બધું ઓકે લાગ્યું,માઉન્ટ આબુના છેડે એક હોસ્પિટલ મળી.ત્યાં ઉર્જા ના રિપોર્ટ કરાવ્યા મૂજબ તેને ડેન્ગ્યુના લક્ષણો જણાયા,ડેન્ગ્યુ છેલ્લા સ્ટેજ પર હતો,ડોક્ટરે પૂરો પ્રયત્ન કર્યો,છેવટે ડોક્ટર પણ ભગવાન પર ભરોસો રાખવાની દૂહાઈ આપી એ પણ છૂટી પડેલા…

ભગવાનનુ દિલ પણ પિગળી ગયું હશે,ભગવાને પણ આકરી પરીક્ષા કરી   પ્રાર્થના સાંભળી લીધી, જેનુ બચવું લગભગ અસંભવ હતું એ ઉર્જાને ધીરે ધીરે રિક્વરી આવી રહી હતી.પણ આંખમાં પછ્તાવો આંસુરુપે છલકાઈ રહ્યો હતો.ઉર્જા આંખોના પલકારા થકી પ્રણયની માફી માંગી રહી હતી.

પ્રણય ઉર્જાની કટોકટીભરી હાલતમાં તેની હિંમત બન્યો.ઉર્જાની ચિંતાનું કારણ તન્મયા જાણતી હતી.ઉર્જાને હિંમત આપતાં તન્મયાએ કહ્યું”ઉર્જા આ તારો નવો જન્મ છે,તું ભૂતકાળ ભુલી વર્તમાનમાં આવ ડિયર વર્તમાન અપનાવુ અઘરું છે,અશક્ય નહીં ડિયર,તુ કોશિશ કર તને તારો નવો જન્મદિવસ મૂબારક,વધુમાં ઉર્જાને સમજાવતાં કહે,મેં તને શું કહ્યું ઉર્જા તને યાદ છે ને!!જોજે કંઈ ચૂક ન થાય તુ જલ્દી સાજી થઈ જા હું પ્રણય,અને તારા જીજાજી આરવ એજ ઈચ્છીયે છીએ કે તુ જલ્દી ઠીક થઈ જા…”તન્મયા પ્રણય સામે વિનંતીપુર્વક ઈશારો કરતા કહે છેકે”તમે બંન્ને બેસો હું જાવ છું.આટલું કહી તન્મયાએ પોતાના રૂમ તરફ મીટ માંડી

 પ્રણય પણ થોડો વિચારમાં પડી ગયો ન કોઈ ઓળખાણ છતાંય આ યુવતી મારી મદદ કરી રહી છે.આનું શું રહસ્ય હોઈ શકે!ગયા જન્મની લેણદેણ કે પછી અનામ સબંધ.”તન્મયાને જોઈ તેનામાં પોઝિટિવ શક્તિનો સંચાર થતો હતો,તે તન્મયાને પોતાના જીવનનો એવો અદભુત વળાંક માનતો હતો.તેને વિશ્વાસ હતો કે તન્મયા તેના અને ઉર્જાના સંબંધને પ્રેમની ડોરથી જરૂર બાંધશે.
તન્મયા પણ ઉર્જા માં આવી રહેલા બદલાવથી ખુબ ખુશ હતી. 

 ઉર્જા તન્મયામાં  પોતીકાપણું શોધી રહી હતી.ઉર્જા અને તન્મયાને મળે ત્રણચાર દિવસ થઈ ગયા હતા,તેવુ તેમની દોસ્તી જોતા કોઈને આભાસ સુધા પણ ન થાય.ઉર્જા તેની બાજુમાં રહેતી તન્મયા સાથે એવી એવી હળીમળી ગઈ,કે બેઉ એકબીજાને જન્મોજન્મથી છાનવીન બાદ તેઓ ન મળી હોય તેઓ આભાસ ઉર્જાને તન્મયાને મળીને થતો હતો.તન્મયા બહૂ સમજુ સ્ત્રી હતી,નિખાલસ વ્યક્તિ તે દેખાવે સામાન્ય હતી,પરંતુ તેના વિચારો ખુબ ઉચ્ચ હતા.અનુભવી, સમજુ તન્મયા ઉર્જા માટે  મનોચિકિત્સક બની ગઈ હતી.તે પ્રણય અને ઉર્જાને કોઈપણ હિસાબે એક કરવા માંગતી હતી.તે કોઈ પણ હિસાબે ઉર્જાના મન અને હ્રદય વચ્ચે ચાલી રહેલા ભિષણ સંગ્રામ માંથી ઉગારી ઉર્જા ને સારા નરસાના ભેદથી અવગત કરાવવા માંગતી હતી.

 મંગળવારની રાત્રી પ્રણય અને ઉર્જાની યાદગાર રાતથી જરાય ઓછી ન હતી.આ રાત્રી પ્રણયને પ્રેમરસથી ભિંજવવાની હતી,આ વાતથી પ્રણય અજાણ હતો.

  ઉર્જા આરામ કરી રહી હતી,પ્રણય સોફામાં સૂતો હતો.રાતનો બાર વાગ્યાનો સમય ગૂલાબી ઠંડીના આક્રમણથી હારેલા
પ્રણયના ગોરા શરીરમાં આવતી ધ્રુજારીની સાથે કડકડતા દાંતથી ઉત્પન્ન થતો રણકાર ઉર્જાને જાણે અજાણે તેના તરફ ધ્યાન દોરવા પ્રેરી રહ્યો હતો.

ઉર્જા આંખો ચોળી ઉભી થઇ.પ્રણયને ઠંડીથી થરથર કાંપતો જોઈ ઉર્જા વ્યાકુળ થઈ.તે પ્રણયને બ્લેન્કેટ ઓઢાળી તેના માથા પર પોતા મૂકી તેની પ્રેમથી માવજત કરી રહી હતી.

આ પણ વાંચો…નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-7 (Sudhani jindagini safar part-7)

Whatsapp Join Banner Guj