સ્ત્રી(women) કુદરતની સુંદર રચનાઃ વ્યક્તિ એક અને ભૂમિકાઓ અનેક

સ્ત્રી (women)ઈશ્ચરની એક સુંદર રચના છે નઈ. કોઈ પણ સ્ત્રીને બસ એક નજર જોઈને જ મોહીત થઈ જતું હોય છે, ભલે પછી એ ગમે તે ઊમરની વ્યક્તિ કેમ ના હોય. ઈશ્ચરે સ્ત્રીને સુંદરતા તો આપી જ છે પરંતુ સાથે સાથે અમુક તકલીફો પણ આપી છે, જેમાની એક તકલીફ છે “પિરિયડ્સ”. જી હા આ શબ્દ સાંભળતાં જ જાણે કેમ લોકોની આંખો ચોંટી જાય છે. તો ઘણાંના કાન સરવાં થઈ જાય છે. પરતું લોકો એમ કેમ નથી વિચારતાં કે તેનાં વગર એક નવાં જીવની કલ્પનાં પણ અશક્યં છે.

અમુક લોકો તો આ વિષય ઉપર વાત કરવી પણ શાપિત માને છે, ત્યાં જ અમુક એવાં પણ છે જે આને અપવિત્ર માને છે, તો અમુક લોકો માટે આ એક શરમની બાબત ગણાય છે. આ મુદ્ધા ઉપર આજે કોઈ ખુલીને વાત કરવાં નથી માંગતું. અને જો આના વિષે કોઈ વાત થાય તો પણ તે ફક્ત સ્ત્રી (women)સુધી જ સીમીત રહેતી હોય છે. એ સમયે સ્ત્રી સાથે પહેલાંનાં સમયથી જ જે પણ વતઁન દાખવવાંમાં આવે છે તે અયોગ્ય છે. આવા સમયે સ્ત્રીઓને ધામિઁકસ્થળો ઉપર જવા પર પ્રતિબંધ હોય છે. ઘણા ઘરો માં તો આવાં સમયે સ્ત્રીની રસોઈઘર માં ‘નો એન્ટ્રી’ હોય છે. લોકો એવું કહે છે કે આપણાં વડીલોએ આ નિયમો બનાવ્યાં છે, તો કંઈ સમજી વિચારીને જ બનાવ્યાં હશે. અમુક ને આમા કંઈક લૉજિક દેખાય છે, તો કેટલાક ને તો વળી જુનાં રૂઢિચુસ્ત બંધંન સમાન આ લાગતું હોય છે.

જુનાં વિચારોનાં કારણે ઘણી છોકરીઓ આવા સમયે પોતાને થતી તકલીફ પણ પોતાનાં ઘરે નથી કહી શકતી. આવં સમયે સ્ત્રીને પેટ માં, કમરનાં ભાગ માં, હાથ – પગ માં કેટલો દુખાવો થતો હોય છે એતો ફક્ત એક સ્ત્રી (women) જ જાણી શકે છે, અને તેનો અંદાજો કદાચ કોઈ પણ પુરુષ કદી નહી લગાવી શકે. એવાં સમયે સ્ત્રીનું ચિડચીડુ થવું પણ સ્વાભાવિક છે. એટલી પીડા માં હોવા છત્તા તેને નજર અંદાજ કરીને પણ ઘરનાં કામકાજ, દરેકની દેખરેખ કરવી એ બધું કરવાંનું હોય છે.

Banner Pooja

આજનાં સમયે જો કોઈ છોકરીનાં કપડાં ઉપર પિરિયડ્ નો ડાઘ જોવાં મળી જાય તો તે આકષઁણનું કેન્દ્ર બની જાય છે. અને તેને શરમનો અનુભવ કરાવવામાં આવે છે.આજ કારણોથી કંટાળીને ઘણી વખત એવા સમયે સ્ત્રીઓ ઘરની બહાર નીકળવાનું ટાળતી હોય છે. આજે દારૂ, સિગારેટ હાનિકારક મનાય છે, છત્તાં પણ ખુલ્લેઆમ વેચાય છે, પણ પિરિયડ્સ માં વપરાતાં પૅડ્સને કાળા રંગની કોથળીમાં અથવાં તો પેપરમાં લપેટીને છુપાવીને વેચવામાં આવે છે. મેડિકલ સ્ટોરમાંથી ખરીદતાં સમયે એવું લાગે જાણે ડ્રગ્સની તસકરી ના કરતાં હોઈએ.

ગામડાંમાં આજ નાં સમયે ઘણી સ્ત્રીઓને પૅડ્સ મળતાં નથી. તેનાં લીધે તેઓ કપડાંનો ઉપયોગ કરે છે. તેઓ તે જ કપડાંને ધોઈને સૂકવે છે. શરમનાં માયાઁ તે કપડાંને છુપાવીને સૂકવે છે. પરિણામે તે કપડાંને તડકો કે હવાં મળતાં નથી. અને અંતે તે જ કપડું સ્ત્રી (women)ની બિમારીનું કારણ બને છે. ઘણી સ્ત્રીઓ તો આમ ને આમ મૃત્યુ પણ પામે છે. આ બધાંનું મુખ્ય કારણ એક જ છે, કે તેનાં વિશે કદી ખુલીને ચચાઁ થતી નથી. જો આ અપવિત્ર શબ્દ કાઢી નાંખવામાં આવે તો ઘણાં બધાંને આ બાબત સમજાસે કે આતો તેમનાં રોજીદાં જીવનનો જ એક ભાગ છે. જેને દર મહીને સ્ત્રીએ વેઠવો પડે છે.

Girls

આ બધીં જુની માન્યતાંઓ છે. એ અપવિત્ર છે એવું માનવાં વાળાં લોકોને મારો એક સવાલ છે, જો આ પ્રક્રિયા અપવિત્ર છે, તેમાંથી પસાર થનારી સ્ત્રી (women)અપવિત્ર છે, તો તેવું માનવાં વાળાં કઈ રીતે પવિત્ર હોઈ શકે? કારણ કે જેને આવાં સમયે તેઓ અપવિત્ર કહેતાં હોય છે, તેજ સ્ત્રીની કોખ માંથી તેમણે પણ જન્મ લીધો છે. અત્યારનાં સમયમાં કેટલાક એનજીઓ ધ્વારાં સ્કુલોમાં જઈને છોકરીઓને અને ગામડાં જઈને પિરિયડ્સ વિશે સમજાવીને તેમાં વપરાતાં સેનેટ્રી પૅડ્સનું વિતરણ કરવામાં આવે છે અને ઘણાં એવાં કેમ્પેઈન પણ કરવાંમાં આવે છે. કે જેથી કરીને લોકોમાં જાગૃત્તાં આવી શકે.

આવાં વિચારોમાં જાગૃત્તાં લાવવાં માટે બોલિવુડનાં એક અભિનેતાએ આના ઉપર એક મુવી પણ બનાવી હતી. તે બાદ ઘણાં લોકોમાં બદલાવ જોવાં મળ્યો હતો. સ્ત્રીઓ (women)ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોની વિચારસરણી બદલવાં માટે તેને લગતી કેટલીક પૅડ્સ ની એરવેટાઈઝઓ પણ ટીવી પર બતાવવામાં આવે છે. જેથી સ્ત્રીઓ આવાં સમયે પૅડ્સનો ઉપયોગ કરતી થાય.

Whatsapp Join Banner Guj

આમ તો જો આપણે વિચારીએ તો સત્ય અને અસત્યનો તફાવત જેટલો હોય છે, તેટલો જ તફાવત છે જુનાં રીતરિવાજોમાં ફસાયેલાં આજનાં માણસો અને જ્ઞાન સાથે સમજદારી દાખવતાં માણસોમાં. સમય બદલાઈ રહ્યો છે, સ્ત્રી અને પુરુષ સમકક્ષ થઈ રહ્યાં છે, અને અમુક સ્તરે તો સ્ત્રી (women) પુરુષ કરતાં આગળ વધી રહી છે. જે સમાજનાં મજબુત પાયાની નિશાની નાં રૂપમાં સાબિત થશે એ સ્વીકારવું રહ્યું. પરંતુ જ્યાં વાત સ્ત્રીનાં પિરિયડ્સ ની આવે છે ત્યાં શરમ, સંકોચ અને કટાક્ષ નાં પ્રશ્ર્નો ઉદ્ભવતાં જોવાં મળે છે.

આ પણ વાંચો…Whatsappમાં આ નવા ફીચરની એન્ટ્રી, એક સાથે ચલાવી શકશો 4 ડિવાઇસ, જાણો શું છે ખાસ આ નવા ફીચરમાં ?

શું કારણ હોઈ શકે આનું? શા માટે સ્ત્રી નાં પિરિયડ્ને સામાન્ય વિજ્ઞાન ની રીતે ના જોતા એને એક વિશેષ પરિસ્થિતિની રીતે જોવામાં આવે છે? શા માટે તેનાં ઉપર અવનવું તારણ બેસાંડવામાં આવે છે? શા માટે સ્ત્રી (women)ને શરમમાં નાખવામાં આવે છે? જોવા જઈએ તો ફક્ત એટલું જ તારણ નીકળે છે કે સમય સાથે માણસ બદલાઈ રહ્યોં છે પણ માણસની વિચારસરણી માં હજું ઘણાં બદલાવ ની જરૂરિયાત છે….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *