Britain corona case: બ્રિટેનમાં કોરોનાની ત્રીજી લહેર શરુ, વધવા લાગી કોરોનાની તીવ્રતા 6238 નવા કેસ, અને 11 દર્દીઓના મોત નિપજ્યા

લંડન, 06 જૂનઃBritain corona case: બ્રિટેનની સરકારએ શનિવારે કહ્યુ કે, બે મહીનામાં દેશમાં કોવિડ 19ના એક દિવસમાં સૌથી વધાએ કેસ સામે આવ્યાના વચ્ચે 21 જૂનને આયોજિત રીતે સમાપ્ત કરવાની સાથે જ કેટલાક વિકલ્પો પર વિચારણા કરી રહી છે. શુક્રવારે, બ્રિટનમાં કોરોના વાયરસ(Britain corona case)ના 6,238 નવા કેસ નોંધાયા છે અને ચેપનું પ્રમાણ અહીં સતત વધી રહ્યું છે. સરકારના તાજેતરના આંકડામાં, કોવિડ -19 ને કારણે વધુ 11 લોકોનાં મોતની વાત સામે આવી છે.

Whatsapp Join Banner Guj

બ્રિટેન(Britain corona case)ની સરકારના એક સરકારી અધિકારીએ કહ્યું, “અલબત્ત, અધિકારીઓ અન્ય વિકલ્પો જોઈ રહ્યા છે, પરંતુ અમે હજી 21 જૂને આગળ વધવાનું વિચારી રહ્યા છીએ.” ધ્યાનમાં લેવામાં આવતા વિકલ્પોમાં કેટલાક સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવું, ઘરેથી કામ કરવું વગેરે શામેલ છે. જો કે, સરકાર આ વાત પર પણ ભાર આપી રહી છે કે લોકડાઉનને હટાવવામાં વધુ રાહ જોવી જોઈએ.

ADVT Dental Titanium

દેશમાં 25 માર્ચથી એક જ દિવસમાં ચેપના સૌથી વધુ કેસ નોંધાયા છે. બ્રિટનમાં લોકડાઉનમાં કેટલીક બાબતોમાં પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે. આ જોતાં બ્રિટન(Britain corona case)ના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે કહ્યું કે જોદેશમાં લોકડાઉન હળવા કરવામાં આવે તો કેસ વધવાની સંભાવના છે. તેમણે કહ્યું, મહત્વની વાત એ છે કે ચેપના કેસોના પ્રમાણને લીધે હોસ્પિટલમાં ચેપનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યાને અસર થઈ છે.મંત્રીએ કહ્યું કે રસી સાથે આ દિશામાં સફળતા મળી છે, પરંતુ હજી સુધી તે સંપૂર્ણ રીતે થઈ નથી. તેમણે કહ્યું, 21 જૂન પછી શું નિર્ણય લેવામાં આવશે તે અંગે કંઈ કહેવું બહુ વહેલું છે, પરંતુ અમે લોકોને સમયસર જાણ કરીશું.

આ પણ વાંચો…

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક બોટ(Electric Boat): જે પાણીની સપાટીથી થોડી ઉંચાઈ પર દોડે છે અને જાતે જ બોટ કરે છે કંટ્રોલ