Aish

Aishwarya Rai: ઐશ્વર્યાએ હટાવી બચ્ચન સરનેમ! જાણો; વાયરલ વીડિયોની હકીકત

Aishwarya Rai: ઇવેન્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને એવી ચર્ચાઓ ઉઠી છે કે અભિનેત્રીએ પોતાના નામમાંથી ‘બચ્ચન’ સરનેમ હટાવી દીધી છે.

google news png

મનોરંજન ડેસ્ક, 28 નવેમ્બરઃ Aishwarya Rai: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના છૂટાછેડાની અફવાઓને કારણે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે આ અંગે આ દંપતીએ પોતે કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો ક્યારેય આ મુદ્દે ખુલીને વાત કરી છે.

હવે અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યાએ (Aishwarya Rai) પોતાના નામમાંથી ‘બચ્ચન’ સરનેમ હટાવી દીધી છે.

તાજેતરમાં જ ઐશ્વર્યા રાયે (Aishwarya Rai) દુબઈમાં આયોજિત ઇવેન્ટ ‘ગ્લોબલ વુમન ફોરમ 2024’ માં ભાગ લીધો હતો. અહીં તેમણે મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. જ્યારે અભિનેત્રી સ્ટેજ પર આવી, ત્યારે સ્ક્રીન પર તેમનું નામ ફ્લેશ થયું, જ્યાં ઐશ્વર્યા રાય – ઇન્ટરનેશનલ સ્ટાર લખેલું હતું. આ ઇવેન્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને એવી ચર્ચાઓ ઉઠી છે કે અભિનેત્રીએ પોતાના નામમાંથી ‘બચ્ચન’ સરનેમ હટાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, દુબઈ ઇવેન્ટમાં અભિનેત્રીના ઓફિશિયલ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ નથી કે તેણે પોતાના નામમાંથી ‘બચ્ચન’ સરનેમ હટાવી દીધી છે. આવું એટલા માટે પણ કહી શકાય કે કારણ કે ઐશ્વર્યા રાયના ઇન્સ્ટાગ્રામ પેજ પર હજુ પણ ઐશ્વર્યા રાય બચ્ચન લખેલું છે. એટલું જ નહીં, અભિનેત્રી સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે અને તે બીજું કોઈ નહીં પણ અભિષેક બચ્ચન છે.

એવામાં એવું કહી શકાય કે વાયરલ થઈ રહેલા આ સમાચાર ખોટા છે. સાથે જ અહીં ઉલ્લેખનીય છે કે હાલમાં જ અભિષેક બચ્ચને પોતાની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યા રાયના વખાણ કર્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો