Aryan khan viral video fact

Aryan khan viral video fact: આર્યન ખાને નશામાં ધૂત થઈને એરપોર્ટ પર પેશાબ કર્યો? વાંચો શું છે હકીકત

Aryan khan viral video fact: કેટલાંક યુઝર્સે એવી પોસ્ટ કરી હતી, ‘2019 અમેરિકામાં આર્યન ખાનનું અન્ય વર્ઝન. તે પણ ડ્રગ એડિક્ટ છે. તે એરપોર્ટ લોબી/પેસેજમાં યુરિન કંટ્રોલ કરી શક્યો નહીં અને જાહેરમાં બાથરૂમ ગયો. સમીર વાનખેડે ઝિંદાબાદ…’

બોલિવુડ ડેસ્ક, 04 જાન્યુઆરી: Aryan khan viral video fact: સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ વીડિયો અંગે સો.મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે તે આર્યન ખાન છે. ક્લિપમાં એક વ્યક્તિ દારૂના નશામાં એરપોર્ટ પર પેશાબ કરતો હોય છે અને એક વ્યક્તિ તેને અટકાવે છે. આ ક્લિપના નામે સો.મીડિયા યુઝર્સ આર્યન ખાનને ટ્રોલ કરી રહ્યા છે.

કેટલાંક યુઝર્સે દાવો કર્યો હતો કે વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તે આર્યન ખાન છે. આર્યન ખાને અમેરિકાના એરપોર્ટ પર જાહેરમાં પેશાબ કર્યો હતો. તે નશામાં ધૂત હતો. કેટલાંક યુઝર્સે એવી પોસ્ટ કરી હતી, ‘2019 અમેરિકામાં આર્યન ખાનનું અન્ય વર્ઝન. તે પણ ડ્રગ એડિક્ટ છે. તે એરપોર્ટ લોબી/પેસેજમાં યુરિન કંટ્રોલ કરી શક્યો નહીં અને જાહેરમાં બાથરૂમ ગયો. સમીર વાનખેડે ઝિંદાબાદ…’

વીડિયો આર્યન ખાનના નામે વાઇરલ થયો છે, પરંતુ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તે આર્યન ખાન નથી. ખરી રીતે તે વ્યક્તિ હોલિવૂડ ફિલ્મ ‘ટ્વાઇલાઇટ’ ફૅમ કેનેડિયન એક્ટર બ્રોન્સન પેલેટિયર છે. આ ક્લિપ ડિસેમ્બર, 2012ની છે. બ્રોન્સને લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટની લોબીમાં પેશાબ કર્યો હતો. બ્રોન્સનને જાહેરામાં યુરિન જવા બદલ કોર્ટે સજા પણ ફટકારી હતી. કોર્ટે 2 વર્ષ પ્રોબેશનની સજા ફટકારી હતી. આ ઉપરાંત તેણે સાડા છ મહિના સુધી 52 AA (આલ્કોહોલિક અનૉનિમસ) મિટિંગ્સમાં અઠવાડિયામાં બે વાર હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Paper leak scandal:પેપર લીક કાંડ બહાર લાવનારા આપ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કર્યો મોટો ખુલાસો, કહ્યું- એક ગામના 18 લોકોને નોકરી આપી

સો.મીડિયામાં આર્યન ખાનના નામે વીડિયો વાઇરલ થતાં કેટલાંક યુઝર્સ શાહરુખના દીકરાના બચાવમાં આવ્યા હતા. અનેક યુઝર્સે સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયોમાં શાહરુખનો દીકરો નથી. અન્ય એક યુઝરે કહ્યું હતું કે આ આર્યન નથી. કોઈ અન્ય વ્યક્તિ છે. મહેરબાની કરીને તેને બદનામ ના કરશો. માણસાઈ દાખવો.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આર્યન ખાન ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. 3 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ આર્યન ખાનની ધરપકડ કરી હતી. શરૂઆતમાં તે NCBની કસ્ટડીમાં હતો અને પછી તેને આર્થર રોડ જેલ મોકલવામાં આવ્યો હતો. 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાનની જામીન અરજી મંજૂર કરી હતી અને તે 30 ઓક્ટોબરે જેલની બહાર આવ્યો હતો.

Whatsapp Join Banner Guj