Celebs corona

Celebs corona: અભિનેત્રી ઇશા ગુપ્તા,નફીસા અલી અને કામ્યા પંજાબી અને અભિનેતા પ્રતીક બબ્બર કોરોનાગ્રસ્ત, લત્તા મંગેશકર ICUમાં દાખલ

Celebs corona: કોરોના પોઝિટિવ આવતા 92 વર્ષના લતા મંગેશકરને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા

બોલિવુડ ડેસ્ક, 11 જાન્યુઆરીઃ Celebs corona: વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.તેવામાં સેલિબ્રિટીઓ પણ કોરોનાગ્રસ્ત થતી જાય છે. આ યાદીમાં હવે લિજેન્ડરી સિંગર લત્તા મંગેશકર, અભિનેત્રી ઇશા ગુપ્તા, નફીસા અલી, કામ્યા પંજાબી, હિના ખાનનો પરિવાર અને ઊલ્ટા ચશ્માનો તન્મય વખારિયાનો પણ સમાવેશ થયો છે. 

ઇશા ગુપ્તાએ  સોશ્યલ મીડિયા પર શેર કરીને જણાવ્યું હતું કે, કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવા પછી પણ કોરોના પોઝિટિવ થઇ છું. હું કોવિડ પ્રોટોકોલનું પાલન કરી રહી છું અને હોમ ક્વોરન્ટાઇન થઇ છું. મહેરબાની કરીને તમે બધા જ માસ્ક પહેરશો, સુરક્ષિત રહેશો અને અન્યોનું પણ ધ્યાન રાખશો. 

પીઢ અભિનેત્રી નફીસા અલીએ શનિવારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યું હતું કે, તેને કોરોના થઇ ગયો છે. પરિણામે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે હોસ્પિટલના બિછાના પરથી પોતાની તસવીર પણ મુકી છે. જેમાં તેઓ માસ્ક પહેરીને સૂતા જોવા મળે છે. તેમણે વધુમાં લખ્યું છે કે, મને સખત તાવ આવતો હતો તેમજ ગળું પકડાઇ ગયું હતું. હું ગોવામાં છું અમે મારી દેખભાળ સુપર મેડિકલ ટીમ કરી રહી છે. મને આશા છે કે, સેલ્ફ આઇસોલેશન પછી થોડા દિવસોમાં મને ઘરે જવાની રજા મળશે. 

અભિનેતા પ્રતીક બબ્બરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જણાવ્યું છે કે. તેને એક અઠવાડિયા પહેલા કોરોના થયો ગતો. મેં પોતાને આઇસોલેટ કરી દીધો હતો. મારા સંપ્રતમાં આવનાર વ્યક્તિઓમાંથી એક જ વ્યક્તિને મારા કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે પણ હવે સાજો થઇ રહ્યો છે. મારી દરેકને સલાહ છે કે ડબલ માસ્ક પહેરશો અને કોવિડ-૧૯ના તમામ પ્રોટોકોલનું પાલન કરશો અને આ વાયરસને ગંભીરતાથી લેશો. 

લિજન્ડરી સિંગર લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા છે. 92 વર્ષના લતા મંગેશકરને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ચાહકો માટે રાહતની વાત એ છે કે ,તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે પણ તેમની વયને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલમાં તેઓ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે.

લાખો ચાહકો લતા મંગેશકર વહેલા સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.આ પહેલા સિંગર અરજિતસિંહ અને તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. મહારાષ્ટ્ર અને મુંબઈની સ્થિતિ કોરોનાની રીતે ચિંતાજનક છે.મહારાષ્ટ્રમાં 33470 નવા કેસ સામે આવ્યા છે અને આ પૈકીના 13648 કેસ માંત્ર મુંબઈમાં છે.

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી કામ્યા પંજાબીએ શનિવારે ટિવ્ટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, હું કોરોનાની પહેલી બે લહેરમાં બચી ગઇ, પરંતુ ત્રીજી લહેરે મને સપાટામાં લીધી છે. મને સખત તાવ, માથાનો અને શરીરમાં દુખાવો થાય છે. મારી કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવી છે. આ સમય પણ પસાર થઇ જશે. મહેરબાની કરીને તમે માસ્ક પહેરશો અને સુરક્ષિત રહેશો. યાદ રાખશો કે ૨૦૨૨નું આ સાલ આપણું છે. 

આ પણ વાંચોઃ GTU Exam decision: જીટીયુ દ્વારા આયોજિત ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો- વાંચો વધુ વિગત

તારક મહેતાના ઊલ્ટા ચશ્માના બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વખારિયા પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, દરેક નિયમોના પાલન પછી પણ મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસોમાં મારા સંપર્કમાં આવનારા લોકો પોતાની ટેસ્ટ જરૂર કરાવી લે. તેમજ કામ વગર બહાર નીકળશો નહીં. 

ટેલિવિઝનની અભિનેત્રી હીના ખાનનો પરિવાર કોરોનાગ્રસ્ત થયો છે. હિનાએ ઇન્સ્ટાગ્રામ પરથી જણાવ્યું છે કે, મારો પરિવાર કોરોનાગ્રસ્ત થયો હોવાથી મારે ઘરમાં ૨૪ કલાક માસ્ક પહેરી રાખવો પડે છે. પરિણામે મારા ચહેરા પર લાલ નિશાન પડી ગયા છે. તેમજ આખો દિવસ સેનેટાઇઝરનો ઉપયોગ કરવો પડે છે. પૂરા પરિવારનીદેખભાળ હું એકલી કરી રહી છું. 

Whatsapp Join Banner Guj