GTU office

GTU Exam decision: જીટીયુ દ્વારા આયોજિત ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો- વાંચો વધુ વિગત

GTU Exam decision: 20 જાન્યુઆરીથી શરૂ થનારી ડિગ્રી – ડિપ્લોમાં એન્જીનીયરીંગ સેમેસ્ટર 3 ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રખાઈ

અમદાવાદ, 11 જાન્યુઆરીઃ GTU Exam decision: કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાના કેસમાં વધવાથી તંત્ર પણ ચિંતામાં છે. તેવામાં GTUની ઓફલાઈન પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાયા હતા. પરંતુ વિદ્યાર્થીઓની મૂંઝવણને જીટીયુ દ્વારા દૂર કરી દેવામાં આવી છે. જીટીયુ દ્વારા આયોજિત ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. 20 જાન્યુઆરીથી શરૂ થનારી ડિગ્રી – ડિપ્લોમાં એન્જીનીયરીંગ સેમેસ્ટર 3 ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રખાઈ છે. 

વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી GTU દ્વારા ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે કોલેજ – યુનિવર્સિટીઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું નથી એવી સ્થિતિમાં GTU એ વિદ્યાર્થીઓનો વિરોધ જોતા ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખી છે. હવે મોકૂફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.

આ પણ વાંચોઃ 25 km bypass approve: રાજ્ય સરકારે પાલનપુર નજીક 25 કિલોમીટરના બાયપાસને આપી સૈધ્ધાંતિક મંજુરી- વાંચો વિગત

તમને જણાવી દઈએ કે 20 જાન્યુઆરીથી GTUમાં ડિગ્રી – ડિપ્લોમાં એન્જીનીયરીંગ સેમેસ્ટર-3ની ઓફલાઈની પરીક્ષા યોજાવવાની હતી, જેની સામે વિદ્યાર્થીઓએ ભારે વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે કોલેજ અને યુનિવર્સિટીઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું નથી ત્યારે પરીક્ષાના આયોજન સામે મોટા સવાલ ઊભા થયા હતા. કોરોનાના કેસો વધતા અનેક વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે ત્યારે પરીક્ષા પણ ઓનલાઈન લેવા માંગ કરાઈ રહી હતી. 

જો હવે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવે તો નવેસરથી પરીક્ષાનું આયોજન કરવાની ફરજ પડી શકે છે. પરંતુ રાજ્ય સરકારે પરીક્ષા ઓનલાઇન જ લેવી એવી કોઈ ગાઈડલાઈન જાહેર કરી ના હોવાથી પરીક્ષાનું આયોજન ઓફલાઇન મોડમાં જ કરવા GTU મક્કમ દેખાઈ રહ્યું હતું. પરંતુ છેવટે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો હતો.

Whatsapp Join Banner Guj