arvind kejriwal image 600x337 1

Delhi new guidelines: દિલ્હીમાં તમામ ખાનગી ઓફિસો બંધ કરવાનો આદેશ અને કડક નિયંત્રણો લાગુ, વાંચો નવી ગાઇડલાઇન વિશે

Delhi new guidelines: આદેશ હેઠળ દિલ્હીમાં તમામ રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરવામાં આવ્યા છે. હવે રેસ્ટોરન્ટથી ફૂડ આઈટમની હોમ ડિલીવરી અને ટેકઅવેની સુવિધા રહેશે

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ Delhi new guidelines: દિલ્હીમાં કોરોનાના વધતા કેસને જોતા કડક નિયંત્રણો વધારી દેવાયા છે. હવે દિલ્હીની તમામ પ્રાઈવેટ ઓફિસ સમગ્ર રીતે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ આદેશ આપ્યો છે. તમામ પ્રાઈવેટ ઓફિસ 50% ક્ષમતા પર ચાલી રહી હતી અને 50 ટકા સ્ટાફ ઓફિસ જતો હતો.

DDMAએ વધુ કડક પ્રતિબંધ પણ લાગુ કર્યા છે. આદેશ હેઠળ દિલ્હીમાં તમામ રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરવામાં આવ્યા છે. હવે રેસ્ટોરન્ટથી ફૂડ આઈટમની હોમ ડિલીવરી અને ટેકઅવેની સુવિધા રહેશે. અત્યાર સુધી રેસ્ટોરન્ટ અને બાર પણ 50% ક્ષમતાની સાથે ખોલવામાં આવ્યા હતા. ઓફિસની વાત કરીએ તો માત્ર Exempted Category/Essential Services ના પ્રાઈવેટ ઓફિસને આ નિયમથી છૂટ હશે.

દેશ અને રાજધાની દિલ્હીમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,68,063 નવા કેસ આવ્યા છે અને 277 લોકોની કોરોનાથી મોત થયા છે. આ આંકડો સોમવારની સરખામણીએ થોડો ઓછુ જરૂર છે પરંતુ સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

આ પણ વાંચોઃ Celebs corona: અભિનેત્રી ઇશા ગુપ્તા,નફીસા અલી અને કામ્યા પંજાબી અને અભિનેતા પ્રતીક બબ્બર કોરોનાગ્રસ્ત, લત્તા મંગેશકર ICUમાં દાખલ

Whatsapp Join Banner Guj