Counseling of Aryan

Counseling of Aryan: આર્યનનું કસ્ટડીમાં સતત થઇ રહ્યું છે કાઉન્સલિંગ, આર્યને કહ્યું કે, ‘હું ચોક્કસપણે આવું કંઈક કરીશ, જેનાથી તમને મારા પર ગર્વ થશે

Counseling of Aryan: આર્યને તેને કહ્યું કે જેલમાંથી બહાર આવ્યા બાદ તે ગરીબો અને નબળા લોકોની મદદ કરશે. કાઉન્સેલિંગ સેશનમાં આર્યને એમ પણ કહ્યું હતું કે તે ક્યારેય કંઈ ખોટું કરશે નહીં, જેના કારણે તે ચર્ચામાં આવશે

બોલિવુડ ડેસ્ક, 17 ઓક્ટોબરઃ Counseling of Aryan: બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને ડિઝાઈનર ગૌરી ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલોઓમાં સતત વધારો થઈ રહ્યો છે.એનસીબીની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે કે,આર્યન ખાનને જમાનત ન મળે..14 ઓક્ટોબરે મુંબઈ ક્રુઝ ડ્રગ્સ મામલે ફસાયેલા આર્યન ખાનની જમાનતની ચુકાદો થયો હતો.એનસીબી ટીમ અને આર્યન ખાનના વકીલની દલીલ સાંભળીયા બાદ કોર્ટે પોતાનો ફેસલો 20 ઓક્ટોબર સુધી લંબાવી દીધો છે.એવું સાંભળવામાં આવી રહ્યું છે કે,આર્યન ખાનની કસ્ટડીમાં સતત તેનું કાઉન્સલિંગ થઈ રહ્યું છે

એક અહેવાલ મુજબ, એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે તેમની ટીમ સાથે તાજેતરમાં આર્યન ખાનનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ દરમિયાન આર્યને તેને કહ્યું કે જેલમાંથી બહાર આવ્યા બાદ તે ગરીબો અને નબળા લોકોની મદદ કરશે. કાઉન્સેલિંગ સેશનમાં આર્યને એમ પણ કહ્યું હતું કે તે ક્યારેય કંઈ ખોટું કરશે નહીં, જેના કારણે તે ચર્ચામાં આવશે. આ સાથે આર્યને કહ્યું કે, ‘હું ચોક્કસપણે આવું કંઈક કરીશ, જે તમને મારા પર ગર્વ કરશે.

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જેલમાં છે. આર્યનની જામીન અરજીનો ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો છે, ત્યારે આવા સમયે 20 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે. આ તમામની વચ્ચે સામે આવ્યુ છે કે, આર્યને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓને કહ્યુ કે, જેલથી બહાર આવ્યા બાદ તે ગરીબોની મદદ કરશે.

Advertisement

આ પણ વાંચોઃ Farrukh jaffar: બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું 89 વર્ષે નિધન, રેખા સ્ટાર્રર ફિલ્મ ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

આર્યન અત્યાર સુધી ક્વોરન્ટિન જેલમાં હતા પરંતુ હવે તેન આર્થર રોડની જેલના જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તે હવે કેદી નંબર એન૯૫૬ બની ગયો છે. તેથી હવેથી આર્યનને રોજ સવારે છ વાગ્યે ઊઠી જવુ પડશે ત્યારે દરેક કેદીઓનું ઇન્સ્પેકશન થતું હોય છે. તેમજકેદીઓની હાજરી લેવામાં આવતી હોય છે.

અત્યાર સુધી આર્યન જેલમાં બિસ્કિટ ખાઇને રહેતો હતો. જેલ પ્રશાસનોએ તેને ખાવાનું ખાવા માટે ઘણો સમજાવ્યો હતો. પરંતુ તે એકનો બે નહોતો થયો. હવે તેણે લાઇનમાં ઊબા રહીને ખાવાનું મેળવવું પડશે. તેમજ કેદીઓ માટેના બનાવેલા શૌચાલયનો ઉપયોગ કરવો પડશે. બેરકની અંદર ૧૦ શોચાલયો બનાવામાં આવ્યા છે જેમાં સામાન્ય રીતે નળના પાણીની સુવિધાઓ હોતી નથી

Advertisement

જેલમાં કેદીઓની સવાર-સાંજ બે વખત હાજરી લેવામાં આવતી હોય છે. તેમજ સવારના સાત થી દસ વાગ્યા દરમિયાન નાસ્તો અને સ્નાન કરવાનો સમય હોય છે. દરેક કેદીઓએ એક ખુલા તળાવમાં સ્ન કરવાનું હોય છે તેમજ કપડા પણ એમાં જ ધોવાના હોય છે. નાસ્તામાં પૌંઆ, ઉપમા અથવા શીરો આપવામાં આવે છે. રાતના સાડા નવ વાગ્યે કેદીઓએ રાતનું ભોજન કરી લેવું પડતુ હોય છે.

આ પણ વાંચોઃ Government big decision: સરકારી વિભાગમાં નોકરી કરતા પતિ-પત્નીની એક જ જગ્યાએ થઇ શકશે બદલી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

આર્યનની સાથેના પાંચ લોકોને પણ અહીં જ રાખવામાં આવ્યા છે. દરેક કેદીને દિવસમાં અડધો કલાક ટહેલવાનો સમય, દોઢ કલાક ટીવી જોવા માટે અને એફએમ રેડિયો સાંભળવાની મંજૂરી મળતી હોય છે. જેલમાં એન્ટ્રી પહેલા આર્યનપાસે ડ્રગ્સ, રમવાના પાના, સિગારેટ જેવી વસ્તુઓ નથી તેની તલાશી લેવામાં આવી હતી. આર્યનને ઘરનું ખાવાનું આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેની છૂટ આપવામાં આવી નથી

Advertisement
Whatsapp Join Banner Guj