Maa durga image 600x337 1

Maa shakti viday geet: હૈયુ કેવી રીતે જીરવી લેશે…

Maa shakti viday geet: ઉગતો સુરજ અમારે મન ઉદાસી લાવશે માડી,આપણે જુદા પડશુ માડી આ વેદના હૈયું કેવી રીતે જીરવી લેશે…

માડી નવદાડા સાથે રહ્યા ને
મિત્રતાની માયા તમે લગાડી આમ અચાનક ચાલ્યા જાવું પાર્વતી મૈયા આતો ઠીક ન કહેવાય, આ વેદના હૈયું કેવી રીતે જીરવી લેશે…?

તમારાથી થોડી કિટ્ટા બુચ્ચા રમુ એ પહેલા આ વસમી વિદાયની વેડા આવી,આ તે હૈયું કેવી રીતે જીરવી લેશે…?

હું કાચી નિંદરાથી ઉઠુ ત્યારે 
મમતાભર્યા સ્પર્શથી સુવાડી તમે દેતા,બાળ સ્વરૂપ ધરી સ્વપ્ન મા આવી કાલીઘેલી ભાષા બોલી તમે મારા મનને હરી લીધું,તમારા વાત્સલ્યના મોહ તાંતણે બાંધી
ગયાં આપના વિના એક એક દિવસ કેમ જાશે માડી આપનો વિરહ હૈયું કેવી રીતે જીરવી લેશે…?

Banner Shaimee Oza 600x337 1

નવ દિવસ ક્યારેય પુરા થઈ ગયા માડી ખબર જ રહી,ચાર મહિના પહેલા સખી સંતોષી દીદી મૈયા એ અલવિદા કહ્યું ને હવે તમે પણ દાદી અને પોતીએ કેવી ગજબની તે માયા લગાડી,આપના દર્શન વિના હૈયું સદા તરસતુ રહેશે,આ કપરી ઘડી આ હૈયું
કેવી રીતે જીરવી લેશે?

તમારા નામથી દિવસ ઉગતો માડી,તમારા નામથી આખો મિંચાતી મારી,તમારી બાળકીને આમ રડતા મુકી ચાલ્યા જવાનું માં….માતા પાર્વતી તમારાથી થયેલી આ અણધારી વિદાય આ હૈયું કેવી રીતે જીરવી લેશે….??

દુ:ખીયાના દુઃખ હરી લેજો,
વાંઝીયાનુ વાંઝીયામેણું ભાગી ખોળાનુ ખુદનાર દેજો,અપંગને દોડતા કરજો,આંધળાને આંખો આપી ભાળતા કરજો,
તમારા રાજમાં કોઈ ભુખ્યુ ન સૂવે,સૌનું કલ્યાણ કરજો
મારા ભાગની ખુશી એ લોકોની ઝોળીમાં નાંખજો માડી જેને જીવનમાં સુખ નથી જોયું.
તમારો સાક્ષાતકાર એજ મારું સાચું સુ:ખને લખલૂટ પૂંજી

સૌના કષ્ટો હરી લેજો ત્રિપુરા સુંદરી શક્તિ સ્વરુપિણી
મહામાયા પાર્વતી,આવતા વર્ષે વહેલા વહેલા આવજો માતા…આ કડવું ઝેર હૈયું કેવી રીતે પચાવી શકશે પ્યારી પાર્વતી માતા,શિવજીના શક્તિ…

તમારા આગમનની આતુરતા પુર્વક રાહ જોતી તમારી બાળકી….🙂

Whatsapp Join Banner Guj