Govinda

Govinda shot own Gun: અભિનેતા ગોવિંદાના પગમાં વાગી ગોળી, વાંચો શું છે મામલો?

બોલિવુડ ડેસ્ક, 01 ઓક્ટોબર: Govinda shot own Gun: આજે સવારે બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગી હતી, ત્યાર બાદ તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગોળી વાગવાના કારણે તેના શરીરમાંથી ઘણું લોહી નીકળી ગયું હતું, જેના કારણે તેની સ્થિતિ ઘણી ગંભીર થઈ ગઈ હતી.

જોકે, ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવાયું કે, તેના પગમાંથી સફળતાપૂર્વક ગોળી કાઢી દીધી છે. ગોળી વાગ્યા બાદ પોતાના પહેલાં નિવેદનમાં ગોવિંદાએ કહ્યું, ‘તમારા બધાના અને ભોલેબાબાના આશિર્વાદ તેમજ ગુરૂની કૃપાના કારણે જે ગોળી વાગી હતી, તેને કાઢી દેવાય છે. હું ડૉક્ટર અગ્રવાલનો આભાર માનું છું. આ સાથે જ તમામને મારા માટે પ્રાર્થના કરવા માટે આભાર.

BJ ADS

ગોવિંદાનું આ નિવેદન ઓડિયો રૂપે આવ્યું છે, જેને ગોવિંદાના નજીકના મિત્ર અને પૂર્વ ધારાસભ્ય તેમજ શિવસેના શિંદે દળના પ્રવક્તા કૃષ્ણ હેગડેએ રજૂ કર્યું હતું. ગોવિંદાના ઓડિયો મેસેજમાં તેના અવાજથી અંદાજો લગાવી શકાય છે કે, ગોવિંદાની સ્થિતિ ઘણી ગંભીર હતી. હાલ ગોવિંદા CRITI હોસ્પિટલમાં દાખલ છે, ઘટનાની જાણકારી મળ્યા બાદ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેની લાઇસન્સ રિવોલ્વરને જપ્ત કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, રિવોલ્વર ભૂલથી ચાલવાના કારણે ગોવિંદાના ઘૂંટણમાં ગોળી વાગી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ગોવિંદાના મેનેજરે જણાવ્યું કે, હું અને ગોવિંદા કોલકાતા જઈ રહ્યા હતાં, ત્યારે જ આ ઘટના બની હતી.

આ પણ વાંચો:- Health Minister Announcement: સી.એમ સેતુ યોજના હેઠળ ફરજ બજાવતા વીઝીટીંગ સુપર સ્પેશીયાલીસ્ટ તબીબોના માનદ વેતનમાં વધારો

ગોવિંદાના મેનેજરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, સવારે પાંચ વાગ્યાની આજુબાજુમાં જ્યારે ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો, એ દરમિયાન આ ઘટના બની હતી. જ્યારે ગોવિંદા રિવોલ્વરને કેસમાં રાખતો હતો, તે સમયે રિવોલ્વર તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ અને પગમાં વાગી. ત્યાર બાદ અફરાતફરીની વચ્ચે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો